અમદાવાદ: પ્રિયા પેલેસમાં ચાલતું સેક્સ રેકેટ ઝડપાયું, ભરત અને તાનિયા મુંબઈ અને નેપાળથી લાવતા હતા યુવતીઓ


Updated: September 22, 2021, 7:54 AM IST
અમદાવાદ: પ્રિયા પેલેસમાં ચાલતું સેક્સ રેકેટ ઝડપાયું, ભરત અને તાનિયા મુંબઈ અને નેપાળથી લાવતા હતા યુવતીઓ
નરોડા પોલીસ સ્ટેશન

Ahmedabad news: નરોડા પોલીસે મેનેજરની ધરપકડ કરી, હોટલ માલિક અને બે દલાલ મળી ત્રણ ફરાર છે.

  • Share this:
અમદાવાદ: નરોડા પોલીસે  શહેરમાં (Ahmedabad) વધુ એક વાર હોટલમાં ચાલતા સેક્સ રેકેટનો (sex racket) પર્દાફાશ કર્યો છે. અગાઉ અનેક હોટલોમાં રેડ કર્યા બાદ હવે પોલીસે નાના ચિલોડા પાસેની પ્રિયા પેલેસ હોટલમાં (priya Palace) ચાલતું સેક્સ રેકેટ ઝડપી પાડ્યું છે. હોટલમાં રેડ કરતા દેહ વિક્રય સાથે સંકળાયેલી ચાર યુવતીઓ અને ચાર ગ્રાહકો મળી આવ્યા હતા. પોલીસે મેનેજરની ધરપકડ કરી છે. જ્યારે તપાસમાં સામે આવ્યું કે, ભરત અને તાનિયા નામના દલાલો આ સેક્સ રેકેટ ચલાવતા હતા અને મુંબઈ તથા નેપાળની યુવતીઓને અહીં લાવવામાં આવતી હતી.

મેનેજરની કરાઇ પૂછપરછ

નરોડા પોલીસને બાતમી મળી હતી કે, નાના ચિલોડા પાસે એક હોટલમાં દેહ વિક્રયનો ધંધો ચાલી રહ્યો છે. જેથી નરોડા પોલીસની ટીમે ખાનગી બાતમીદારો મારફતે તપાસ કરાવતા શિખર કોમ્પ્લેક્સમાં પ્રિયા પેલેસમાં કૂટણ ખાનું ચાલતું હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસની ટીમે ત્યાં રેડ કરી હતી. ત્યાં રેડ કરતા જ કાઉન્ટર પરથી મેનેજર સૌરભ ભદોરીયા મળી આવ્યો હતો. જેની એક ટીમે પૂછપરછ હાથ ધરી હતી.

યુવતીઓ નેપાળ અને મુંબઇની હતી

બાદમાં પોલીસે હોટલના રૂમમાં તપાસ કરતા રૂમ નંબર 101માં ચાર યુવતીઓ મળી આવી હતી. આ યુવતીઓ પાસે દેહ વિક્રયનો ધંધો કરાવાતો હતો. આ યુવતીઓ નેપાળ, મુંબઈની હતી. આ યુવતીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે, ભરતસિંધી અને તાન્યા નામના દલાલો વતનમાંથી આ યુવતીઓને અહીં લાવી કુટણ ખાનું ચલાવતા હતા. બાદમાં તપાસ કરતા સામે આવ્યું કે, હોટલના માલિક દોલત પેશવાની અને મેનેજર સૌરભ બહારથી ગ્રાહકો બોલાવી આ રેકેટ ચલાવતા હતાં.

આ પણ વાંચો - અમદાવાદ: ભદ્ર સમાજનો વિચિત્ર કિસ્સો, પતિએ સટ્ટો રમી દેવું કર્યું, ત્રાસ પત્નીએ ભોગવવો પડ્યોહોટલ સંચાલક અને બે દલાલ ફરાર

ત્યાં બીજી ટીમે તપાસ કરતા ચાર ગ્રાહકો રૂમ નંબર 102માં મળી આવ્યા હતા. જેથી હવે પોલીસે ઈમમોરલ ટ્રાફિકિંગ એકટની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી મેનેજર સૌરભની ધરપકડ કરી છે. જ્યારે હોટલ સંચાલક અને બે દલાલો સહિત ત્રણ લોકો ફરાર હોવાથી નરોડા પોલીસે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ તાજેતરમાં નરોડા પોલીસે અનેક હોટલોમાં રેડ કરી સેક્સ રેકેટ ઝડપી પાડ્યું હતું. આ તમામ હોટલોમાં રેડ કરી મેનેજરની ધરપકડ કરાઈ હતી. ત્યારે હવે આ કેસમાં માલિક અને દલાલો પકડાયા બાદ આખાય નેટવર્કનો પર્દાફાશ થાય તેવી શક્યતાઓ રહેલી છે.
Published by: Kaushal Pancholi
First published: September 22, 2021, 7:50 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading