વડોદરા: કલ્યાણ પ્રસાદ હવેલી ખાતે એક્યુપ્રેસર સારવાર કેમ્પનું આયોજન, આર્યુવેદીક અને નેચરોપેથથી રહો તંદુરસ્ત


Updated: September 27, 2021, 11:46 AM IST
વડોદરા: કલ્યાણ પ્રસાદ હવેલી ખાતે એક્યુપ્રેસર સારવાર કેમ્પનું આયોજન, આર્યુવેદીક અને નેચરોપેથથી રહો તંદુરસ્ત
આંખ અને નાકના ટીપા તથા બાળકોને સુવર્ણપાસના ટીપાં નિઃશુલ્ક આપવામાં આવે છે.

આંખ અને નાકના ટીપા તથા બાળકોને સુવર્ણપાસના ટીપાં નિઃશુલ્ક આપવામાં આવે છે.

  • Share this:
આર્યુવેદીક અને નેચરોપેથીના ઉપચારથી હવે ઘર બેઠા તંદુરસ્ત રહો. આજે જ્યારે દરેક જગ્યા એ ચિકનગુનિયા, મેલેરિયા, ટાઈફૉઈડ જેવા રોગોનું પ્રમાણ વધ્યું છે. નાના મોટા તમામને આ રોગ થઈ રહ્યો છે. ત્યારે અચાનક તાવ આવતા કે હાથ પગમાં દુખાવો થાય, ત્યારે આયુર્વેદ અને નેચરોપેથી દ્વારા ઘરગથ્થું ઉપાય શું ??? તે વિશે આજે વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં કલ્યાણ પ્રસાદ હવેલી ખાતે સેવા આપતા ડો. ભાર્ગવ દવે માહિતી આપી હતી.

ષ.પી.પૂ.પા.ગો. 108 દ્વારકેશલાલજી મહારાજ પ્રેરિત રાહતદરે એક્યુપ્રેસર સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સાંધાના દુખાવા, ડાયાબિટીસ, પથરી વગેરે જેવા રોગોની વગર ઓપરેશને સારવાર કરી આપવામાં આવે છે. આ કેમ્પનું આયોજન સપ્ટેમ્બર તારીખ 25 શનિવાર અને ઓકટોબર મહિનાના દરેક શનિવારે તારીખ 2, 9, 16, 23 અને 30 દરમિયાન સવારે 9:30 કલાક થી 1:00 વાગ્યા સુધી રહેશે.

તદુપરાંત આંખ અને નાકના ટીપા તથા બાળકોને સુવર્ણપાસના ટીપાં નિઃશુલ્ક આપવામાં આવે છે. તથા લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે, જેનો સમય સવારે 9 થી 12 તથા સાંજે 4 થી 7નો રહેશે.
Published by: Kaushal Pancholi
First published: September 27, 2021, 11:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading