સુદીપ બંદોપાધ્યાની ધરપકડથી તૃણમૂલ કોંગ્રેસ લાલઘૂમ, કોલકત્તા બાદ દિલ્હીમાં દંગલ

Haresh Suthar | Pradesh18
Updated: January 4, 2017, 5:39 PM IST
સુદીપ બંદોપાધ્યાની ધરપકડથી તૃણમૂલ કોંગ્રેસ લાલઘૂમ, કોલકત્તા બાદ દિલ્હીમાં દંગલ
રોઝ વેલી ચિટફંડ કૌભાંડ મામલે સીબીઆઇ દ્વારા તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સુદીપ બંદોપાધ્યાયની ધરપકડ બાદ કોલકત્તા બાદ દિલ્હીમાં દંગલ શરૂ થયું છે. રોષે ભરાયેલા ટીએમસીના કાર્યકરોએ મંગળવારે કોલકત્તામાં વિરોધ પ્રદર્શન કર્યા બાદ આજે આ રેલો દિલ્હી પહોંચ્યો હતો.

  • Pradesh18
  • Last Updated: January 4, 2017, 5:39 PM IST
  • Share this:
નવી દિલ્હી #રોઝ વેલી ચિટફંડ કૌભાંડ મામલે સીબીઆઇ દ્વારા તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સુદીપ બંદોપાધ્યાયની ધરપકડ બાદ કોલકત્તા બાદ દિલ્હીમાં દંગલ શરૂ થયું છે. રોષે ભરાયેલા ટીએમસીના કાર્યકરોએ મંગળવારે કોલકત્તામાં વિરોધ પ્રદર્શન કર્યા બાદ આજે આ રેલો દિલ્હી પહોંચ્યો હતો.

કોલકત્તામાં તૃણમૂલ કોંગ્રેસ સમર્થકોએ મંગળવારે ભાજપના પ્રદેશ કાર્યાલયને નિશાન બનાવી તોડફોડ કરી હતી. અંદાજે 20 જેટલા લોકો ઘાયલ થયા હતા. એના બીજા દિવસે બુધવારે ભાજપના પ્રદેશ અધ્યક્ષની કાર પર હુમલો કરી એમને ઇજા પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો. કોલકત્તામાં કેન્દ્રિય મંત્રી અને ગાયક બાબુલ સુપ્રિયોના ઘર પર પણ હુમલો કરાયો હતો. આ ઘટનાને પગલે સંવેદનશીલ સ્થળોએ સીઆરપીએફ ટુકડીઓ ગોઠવી દેવાઇ છે.

કોલકત્તા બાદ દિલ્હીમાં પણ તૃણમૂલ સમર્થકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પાર્ટી સુપ્રીમો અને પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સહિત કેટલાય નેતાઓએ ભાજપ અને મોદી સરકાર પર રાજકીય બદલાની ભાવના સાથે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો હતો. રસ્તા પર ઉતરી આવેલા ટીએમસી સમર્થકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ વિરૂધ્ધ જોરાદાર સુત્રોચ્ચાર કર્યા હતા.
First published: January 4, 2017, 5:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading