Ahmedabad Crime: અમદાવાદમાં નશાના કારોબારનું રેકેટ ઝડપાયું, SOG એ 2 આરોપીઓની ધરપકડ કરી
Updated: May 19, 2022, 6:36 PM IST
અમદાવાદ એસઓજીની કસ્ટડીમાં આવેલા બે આરોપી સલમાન ઉર્ફે શાહરૂખ શેખ અને રૂસ્તમઅલી હાશ્મી છે.
અમદાવાદ એસઓજીની કસ્ટડીમાં આવેલા બે આરોપી સલમાન ઉર્ફે શાહરૂખ શેખ અને રૂસ્તમઅલી હાશ્મી છે. બંને આરોપીને એસ.ઓ.જી.એ 477 નંગ કફ શિરપની બોટલો સાથે ઝડપી પાડયા છે. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે કફ શિરપનો આ જથ્થો વિમલ નામના વ્યક્તિ પાસેથી સરસપુરથી મેળવ્યો હતો.
અમદાવાદ શહેર (Ahmedabad News)મા દારુ કે પછી ડ્રગ્સ (Drugs)ની સાથે હવે નશાકારક દવાઓનુ શેવન વધી રહ્યુ છે. ખાસ કરીને જે દવાઓમાં નશાનું પ્રમાણ વધારે છે તેવી દવાઓનું ગેરકાયદે વેચાણ અને નશા માટે ઉપયોગ વધતા પોલીસે પણ આવા આરોપીની ધરપકડ કરી દવાનો જથ્થો કબ્જે કર્યો છે. એસઓજી (SOG)એ આવા જ ગુનામા બે આરોપીની ધરપકડ કરી 477 બોટલ કફ શિરપ કબ્જે કરી છે. સાથે જ ફરાર બે આરોપીની શોધખોળ હાથ ધરી છે.
અમદાવાદ એસઓજીની કસ્ટડીમાં આવેલા બે આરોપી સલમાન ઉર્ફે શાહરૂખ શેખ અને રૂસ્તમઅલી હાશ્મી છે. બંને આરોપીને એસ.ઓ.જી.એ 477 નંગ કફ શિરપની બોટલો સાથે ઝડપી પાડયા છે. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે કફ શિરપનો આ જથ્થો વિમલ નામના વ્યક્તિ પાસેથી સરસપુરથી મેળવ્યો હતો. અને આ જથ્થો વટવા ચાર માળીયામાં રહેતા રફીક ઉર્ફે લાલપરી નામના વ્યક્તિને આપવાનો હતો. પરંતુ cough syrup વટવા પહોંચે તે પહેલા જ એસઓજીની ટીમે બાતમીના આધારે દાણીલીમડા પાસેથી ઝડપી લીધા હતા. પરંતુ આ ગુનાના બે મુખ્ય માસ્ટર માઇન્ડ હજી ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
આ પણ વાંચો- વાપીના મોરાઈમાં રાષ્ટ્રઘ્વજ અને હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન, કચરામાં ફેંકાયેલા રાષ્ટ્રધ્વજને જોઇ લોકોમાં આક્રોષઝડપાયેલા આરોપીની પુછપરછ કરતા સામે આવ્યુ કે બન્ને આરોપી રિક્ષા ડ્રાઇવિંગ કરે છે. અને પોતે પણ કોડેઈન કફ શિરપના બંધાણી છે. સાથે જ એક ફેરો કરવાના 4000 રૂપિયા મળતા હોવાથી આ હેરાફેરી કરતા હતા. અને પોતાની પણ નશાની લત પુરી કરતા હતા. એસઓજી એ કફ શિરપની હેરાફેરી અંગે પુછપરછ કરતી સામે આવ્યુ કે, અગાઉ પણ તેઓ કફ શિરપની હેરાફેરી કરી ચુક્યા છે.
આ પણ વાંચો- Mehsana Crime: મહેસાણામાં શિક્ષિકાની હત્યાને લઇ મોટો ખુલાસો, માત્ર 2000 રૂપિયા ના આપતા હત્યા થઇ
થોડા સમય અગાઉ પણ એસ.ઓ.જી.એ cough syrup ના જથ્થા સાથે રીક્ષા ડ્રાઈવરની ધરપકડ કરી હતી. એટલે કે રિક્ષા ડ્રાઇવરો અને છૂટક મજૂરી કરતા મજુરો સસ્તા નશા માટે કપ શિરપનો ઉપયોગ કરે છે. અને તેનુ ચલણ પણ વધ્યુ છે. ત્યારે હવે પોલીસે ન માત્ર હેરાફેરી કરતા લોકોની ધરપકડ કરવી પરંતુ જે કંપનીમાંથી ગેરકાયદે કફ સિરપનુ વેચાણ કરવામા આવે છે. તેના વિરુદ્ધ પણ કાયદાકીય પગલા લેવામા આવશે.
Published by:
rakesh parmar
First published:
May 19, 2022, 6:32 PM IST