ઉત્તરાયણની મજા પક્ષીઓ માટે સજા, એક જ દિવસમાં 488 પક્ષીઓ થયા ઇજાગ્રસ્ત


Updated: January 16, 2022, 1:05 PM IST
ઉત્તરાયણની મજા પક્ષીઓ માટે સજા, એક જ દિવસમાં 488 પક્ષીઓ થયા ઇજાગ્રસ્ત
પ્રતીકાત્મક તસવીર

Ahmedabad news: ચાઈનીઝ દોરીના કારણે મોટી સંખ્યામાં પક્ષીઓ ઘાયલ થયા છે.

  • Share this:
અમદાવાદ: પતંગ રસિયાઓની મજા મનુષ્ય અને પક્ષીઓ (Birds injured in uttarayan) માટે સજા બની રહી છે. ઉત્તરાયણના દિવસે રાજ્યમાંથી 108 સેવાને 3830 ઇમજન્સી કોલ મળ્યા હતા. જેમાં 245 કોલતો દોરીથી ઇજાગ્રસ્ત થયાના કોલ મળ્યા હતા. આ સાથે કરુણા અભિયાન અંતર્ગત 1962 હેલ્પલાઇન નંબર પર 1428 કોલ મળ્યા હતા.

કોલમાંથી 488 પક્ષીઓ ઘાયલ થયા હતા ચાઈનીઝ દોરીના કારણે લોકોના ગળાના ભાગે ગંભીર ઇજા થઇ છે. તેમજ ચાઈનીઝ દોરીના કારણે મોટી સંખ્યામાં પક્ષીઓ ઘાયલ થયા છે. ચાઈનીઝ દોરી પર પ્રતિબંધના દાવાઓ પોકળ સાબિત થયા છે. કારણ કે, ઘાયલ પક્ષીની પાંખોમાંથી ચાઈનીઝ દોરી જ નીકળી છે. જે પક્ષીઓ માટે ઘાતક સાબિત થઈ છે. ઘાયલ પક્ષીઓની સારવાર પશુપાલન વિભાગ અને અલગ અલગ સંસ્થા દ્વારા કરવામાં આવી રહી છે. પ્રેમ દરવાજા પશુ દવાખાનામાં અત્યાર સુધી 294 પક્ષીઓની સારવાર કરવામાં આવી છે.

વેટનરી ઓફિસર ડો. બી. જે. ચાવડાએ જણાવ્યું હતું કે કુરના અભિયાન અંતર્ગત પશુપાલન વિભાગ દ્વારા પક્ષીઓની સારવાર કરવામાં આવી રહી છે.ઉતરાયણના દિવસે પક્ષીઓ ઘાયલ થયા છે. ચાઈનીઝ દોરીના કારણે પક્ષીઓ ગંભીર ઇજાઓ થઈ છે.સમડી અને કબૂતર સૌથી વધુ ઘાયલ થયા છે.પક્ષીઓને સારવાર કેન્દ્ર પર લાવવામાં આવે છે.અને ત્યાર બાદ ઓપરેશન કરવામાં આવે છે.

આ પણ વાંચો - Video: 24 કેરેટ ગોલ્ડના આઇસક્રીમનો વિડીયો વાઇરલ, આટલી છે કિંમત

સર્વ ધર્મ રક્ષક સેવા ટ્રસ્ટના જીવદયા પ્રેમી જસ્મીન શાહે ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યુ હતું કે, વોલિયન્ટર દ્વારા પક્ષીઓ નું રેસ્ક્યુ કરીને સારવાર કેન્દ્ર પર લાવવામાં આવે છે.એ જોવા મળ્યું છે કે ચાઈનીઝ દોરી ના પ્રતિબંધની વાતો કરવામાં આવે છે પરંતુ જેટલા પણ ઘાયલ પક્ષીઓ સારવાર કેન્દ્ર પર આવ્યા છે તે ચાઈનીઝ દોરીના કારણે ઇજા પહોંચી છે.

આ પણ વાંચો - થરાદ ધાનેરા હાઇવે પર અલ્ટો કાર અને ટ્રેકટર વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે બાળકો સહિત પાંચના મોતતેમણે વધુમાં જણાવ્યુ કે, પક્ષીઓની પાંખો કપાય ગઈ છે.ટાકા લેવા પડે એટલી ઇજાઓ પક્ષીઓને થઈ છે.પક્ષીઓના ઓપરેશન બાદ પક્ષીઓને પાંજરામાં રાખવામાં આવે છે ઠંડી પણ વધારે છે ત્યારે પાંજરામાં તાપમાન મેન્ટેન રાખવા આવે છે.જો કે દરેક તહેવારીની ઉજવણી એ રીતે કરીએ આપણા કારણે કોઈની મુશ્કેલી ન વધે.અને પતંગ ચગાવતી વખતે ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરીએ
Published by: Kaushal Pancholi
First published: January 16, 2022, 1:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading