વડોદરા દુષ્કર્મ કેસમાં મોટો ખુલાસો, રાજુ ભટ્ટે કબૂલ્યુ, 'હા, પીડિતા સાથે શારીરિક સંબંધ હતા'

News18 Gujarati
Updated: September 30, 2021, 8:49 AM IST
વડોદરા દુષ્કર્મ કેસમાં મોટો ખુલાસો, રાજુ ભટ્ટે કબૂલ્યુ, 'હા, પીડિતા સાથે શારીરિક સંબંધ હતા'
રાજુ ભટ્ટ

Vadodara rape case: રાજુ ભટ્ટે અશોક જૈનને પણ ઓળખતો ના હોવાનો પોલીસ સમક્ષ દાવો કર્યો છે.

  • Share this:
વડોદરા: શહેરના બહુચર્ચિત ગોત્રી દુષ્કર્મ કેસમાં (Vadodara rape case) પકડાયેલા રાજુ ભટ્ટની (Raju Bhatt) ક્રાઇમ બ્રાન્ચની (crime Branch investigation) ટીમે બુધવારે છ કલાક સુધી પુછપરછ કરીહતી. જેમાં તેણે નિર્દોષ હોવાનું કહ્યુ હતુ. પાવાગઢ મહાકાળી માતા મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટે પીડિતા સાથે શારીરિક સબંધની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે. તેણે કહ્યું કે, પીડિતા સાથે કોઇ દુષ્કર્મ કર્યું નથી, જે થયુ તે બધું સહમતીથી થયુ હતુ. નોંધનીય છે કે, પીડિતાએ તેની મરજી વિરુધ્ધ અને માર મારીને રાજુ ભટ્ટ તેમજ સી.એ.અશોક જૈને બળાત્કાર ગુજાર્યો હોવાની નોંધાવેલી ફરિયાદ બાદ ક્રાઇમ બ્રાન્ચે રાજુ ભટ્ટને આઠ દિવસ બાદ જૂનાગઢથી ઝડપી પાડયો હતો. અશોક જૈન હજી ફરાર છે. તેને શોધવા પોલીસની ટીમો કામે લાગી છે.

રાજુ ભટ્ટે શું કબુલ્યુ?

મળતી માહિતી પ્રમાણે, રાજુ ભટ્ટે પોલીસની પૂછપરછમાં જણાવ્યું હતું કે, તેણે પીડિતા પર કોઇ દુષ્કર્મ કર્યું ન હતું. જે કાંઇ થયું તે પરસ્પર સહમતિથી થયું હતું. તેણે નિસર્ગ એપાર્ટમેન્ટના ફલેટમાં બે વાર સંબંધ બાંધ્યાની કબૂલાત કરી હતી. પોતે અશોક જૈનને પણ ઓળખતો ના હોવાનો તેણે પોલીસ સમક્ષ દાવો કર્યો હતો. આજવા રોડના મકાનમાં ગયો હતો કે કેમ તેની તપાસ પોલીસ કરી રહી છે.

ક્રાઇમ બ્રાન્ચે રાજુ ભટ્ટને ઝડપી પાડ્યો


અશોક જૈનની અગોતરા જામીનની સુનાવણી ચોથીએ થશે

અશોક જૈને પોતાની સામેની ફરિયાદ ખોટી હોવાની રજૂઆત સાથે વડોદરા કોર્ટમાં આગોતરા જામીન અરજી મુકી હતી. જેની સુનાવણી બુધવારે હતી. ક્રાઇમ બ્રાન્ચે સોગંદનામુ રજૂ કરવા માટે કોર્ટ પાસે સમય માગતા આગોતરા જામીન અરજીની સુનવણી ચોથી ઓક્ટોબર સોમવાર ઉપર મોકુફ રહી છે. ક્રાઇમ બ્રાન્ચે અશોક જૈનને ભાગેડુ જાહેર કરીને તેની મિલકત જપ્તી માટે સીઆરપીસી એક્ટની સેક્શન 70 અંતર્ગત બિનજામીનપાત્ર વોરંટ કાઢવા માટે મંજૂરી માગી હતી. ત્યારે કોર્ટે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીને પુછ્યુ હતુ કે, આગોતરા જામીન અરજી ઉપર હજુ સુનાવણી બાકી છે તો પછી સેક્શન 70 હેઠળ વોરંટ માટે કેમ મંજૂરી માગવામાં આવી રહી છે. કોર્ટનો આ સવાલ સાંભળીને ક્રાઇમ બ્રાંચને વોરંટ પાછુ ખેંચવાની ફરજ પડી હતી.
અશોક જૈન


આ પણ વાંચો - વડોદરાના હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં પાવાગઢના ટ્રસ્ટી રાજુ ભટ્ટની ધરપકડ કરવામાં આવી

તપાસ માટે એસઆઇટીની રચના

આ કેસમાં દસમા દિવસે હવે એસઆઇટીની રચના કરવામાં આવી છે. આ કેસમાં નામચીન બુટલેગર અલ્પુ સિન્ધી પણ પીડિતાને મદદરુપ થયો હોવાની તેમજ બીજાલોકોને પણ આરોપી બનાવવાની ધમકી મળી હોવાની વાત પણ ચર્ચાની એરણે છે. જેથી પોલીસ કમિશનરે આ કેસમાં જુદા જુદા મુદ્દાઓ અને પુરાવાઆને તપાસવા માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે. જે ટીમમાં તપાસ કરનાર ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ વી.આર. ખૈર ઉપરાંત એસીપી અમિતા વાનાણી, ક્રાઇમ બ્રાન્ચના એસીપી ડી. એસ. ચૌહાણ અને સાયબર સેલના એસીપી હાર્દિક માંકડિયાનો સમાવેશ થાય છે.
Published by: Kaushal Pancholi
First published: September 30, 2021, 8:30 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading