દાહોદ: દોડતી ટ્રેનમાંથી ઉતરવા યુવાનનું મોત, માતાએ કહ્યું, 'કોઇને લેવા મોકલ્યો હોત તો દીકરો જીવતો હોત'

News18 Gujarati
Updated: September 26, 2021, 12:00 PM IST
દાહોદ: દોડતી ટ્રેનમાંથી ઉતરવા યુવાનનું મોત, માતાએ કહ્યું, 'કોઇને લેવા મોકલ્યો હોત તો દીકરો જીવતો હોત'
મૃતકની ફાઇલ તસવીર અને રેલવે સ્ટેશન પર પડેલો તેનો સામાન

Dahod News: 'ગુરુવારે જ તેણે ફોન પર મારી સાથે વાત કરી હતી. ઇન્ટરવ્યૂ આપ્યા બાદ ગાલવ મિત્રને મળવા દેહરાદુન ગયો હતો.'

  • Share this:
દાહોદ: શુક્રવારે, બે દિવસ પહેલા દાહોદ રેલવે સ્ટેશન (Dahod Railway Station) પર એક ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં એક આશાસ્પદ યુવાનનું મોત થયુ હતુ. દાહોદ રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાંથી નીચે ઉતરવાની ઉતાવળ કરનાર યુવકે જીવ ગુમાવ્યો હતો અને આ આખી ઘટના સીસીટીવીમાં (CCTV footage કેદ પણ થઇ હતી. ત્યારે મૃતક યુવાન ગાલવ શર્માની માતાએ પોતોનો અફસોસ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, 'દીકરાને રેલવે સ્ટેશન લેવા માટે કોઇને મોકલ્યો હોત તો કદાચ આજે તે જીવતો હોત.'

મૃતકની માતાની વ્યથા

ગાલવની માતાએ મીડિયા સાથેની વાતચીતમાં અફસોસ કરતા જણાવ્યું કે, 'દીકરો મોટો થઇ ગયો છે, વિચાર્યું હતુ કે, ટ્રેનથી ઉતરીને ઘરે આવી જશે માટે તેને લેવા કોઇને સ્ટેશન મોકલ્યો ન હતો. જો કોઇને લેવા માટે મોકલી દેત તો આજે મારો દીકરો ગાલવ જીવતો હોત. ગુરુવારે જ તેણે ફોન પર મારી સાથે વાત કરી હતી. ઇન્ટરવ્યૂ આપ્યા બાદ ગાલવ મિત્રને મળવા દેહરાદુન ગયો હતો. ત્યાંથી ગુરુવારે હરિદ્વાર આવીને ટ્રેનમાં બેઠો હતો.'

સ્પીડમાં દોડતી ટ્રેનમાં ઉતરવાનો કર્યો હતો પ્રયાસ

ગાલવ રતલામનો રહેવાસી હતો. તેના પિતા રાજીવ શર્મા રેલવેમાં જ પાર્સલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. ગાલવ નોકરી માટે નોઇડાથી ઇન્ટરવ્યુ આપીને હરિદ્વાર-બાન્દ્રા સ્પે. એક્સપ્રેસથી રતલામ જઇ રહ્યો હતો. આ દરમિયાન ગાલવને ઉંઘ આવતી હોવાથી તે ત્યાં ઉતર્યો ન હતો. જેથી દાહોદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 2થી પસાર થતી વખતે 60ની સ્પીડે દોડતી ટ્રેનમાંથી ઉતરવાના પ્રયાસમાં ગાલવે સંતુલન ગુમાવતા પોતાનો જીવ ખોયો હતો.

(નીચેની સીસીટીવી વીડીયોની ટ્વિટ શુક્રવારની છે.)


આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી

આ ગોઝારી ઘટના બાદ રેલવે પોલીસ (Railway police) ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને મૃતક યુવકની ઓળખ કરવા સહિતની વિધિ શરૂ કરી હતી. સીસીટીવીમાં આવેલા દ્રશ્યોમાં જોવા મળ્યું હતું કે, યુવકના શરીરના અનેક ટુકડા થઈ ગયા હતા. આખી ટ્રેન માથેથી પસાર થઈ ગઈ હોવાથી યુવકના શરીરના ટુકડા પાટા પર પથરાયા હતા. યુવકનો થેલો અને તેના ખિસ્સામાં રહેલું પર્સ સહિતનો સામાન પાટા પર પડ્યો હતો. આ આખો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. જેમાં એવું પણ જોઈ શકાય છે કે યુવક ટ્રેન નીચે આવી ગયા બાદ એક વ્યક્તિ તેને બચાવવા માટે દોડી રહ્યો છે.
Published by: Kaushal Pancholi
First published: September 26, 2021, 11:55 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading