કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર ગુજરાતની મુલાકાતે, 57 વર્ષે જન્મ સ્થળે આવતા માતા સાથે યાદોને વાગોળી


Updated: May 21, 2022, 11:33 AM IST
કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર ગુજરાતની મુલાકાતે, 57 વર્ષે જન્મ સ્થળે આવતા માતા સાથે યાદોને વાગોળી
મંત્રી રાજીવ ચંદ્રશેખરે ન્યૂઝ 18 ગુજરાતીના એડિટર રાજીવ પાઠક સાથે ખાસ વાતચીત કરી

Rajiv Chandrasekhar visits Gujarat - મંત્રી રાજીવ ચંદ્રશેખરનો જન્મ અમદાવાદ નવરંગપુરા ખાતે થયો હતો, રાજ્ય કક્ષનાં IT મંત્રી રાજીવ ચંદ્રેશખર સાથે ન્યૂઝ 18 ગુજરાતીના એડિટર રાજીવ પાઠક સાથે ખાસ વાતચીત કરી

  • Share this:
અમદાવાદ : કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ, આઈટી, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર (Rajeev Chandrasekhar)ગુજરાત (Gujarat)રાજ્યના 3 દિવસના સત્તાવાર પ્રવાસે આજે અમદાવાદ (Ahmedabad)આવી પહોંચ્યા હતા. મંત્રી અમદાવાદ અને ગાંધીનગરની 3 યુનિવર્સિટીઓની મુલાકાત લેતા સ્ટાર્ટઅપ્સ, વિદ્યાર્થીઓ અને ઉદ્યોગસાહસિકો સાથે વાર્તાલાપ કરશે.

મંત્રી રાજીવ ચંદ્રશેખરનો જન્મ અમદાવાદ નવરંગપુરા ખાતે થયો હતો. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર પોતાના જન્મ સ્થાને પહોંચ્યા છે. 57 વર્ષ બાદ મંત્રી અમદાવાદ આવ્યા છે. મંત્રી રાજીવ ચંદ્રશેખર જ્યાં જન્મ થયો હતો તે ઘરે પહોંચ્યા છે. તેમની માતા સાથે પોતાના જન્મ સ્થાને પહોંચ્યા છે. 57 વર્ષે જન્મ સ્થળે આવતા માતા સાથે યાદોને વાગોળી હતી.

રાજ્ય કક્ષનાં IT મંત્રી રાજીવ ચંદ્રેશખર સાથે ન્યૂઝ 18 ગુજરાતીના એડિટર રાજીવ પાઠક સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે મારા પિતા વાયુસેનામાં હતા. મારો જન્મ અમદાવાદમાં થયો છે. મૂળ રૂપથી મારો પરિવાર કેરળથી છે. મારો ઘણો સમય કર્ણાટકમાં પસાર થયો છે. મારો 12 વર્ષનો સ્કૂલ અભ્યાસ 9 શાળામાં થયો છે. નોર્થ ઇસ્ટ, દિલ્હી, દક્ષિણ ભારતમાં થયો છે. હું ખરા અર્થમાં ભારતવાસી છું. ગુજરાત સાથે મારે ગાઢ સંબધ છે. મારી માતા આ સ્ટેટ તરફથી હોકી પ્લેયર હતા. આજે પણ પોતાની સિસ્ટર સાથએ ગુજરાતીમાં વાત કરે છે.

આ પણ વાંચો - અમદાવાદ: એસ.જી. હાઈવે પર ધૂમ સ્પીડે વાહન હંકારતા ચાલકો સાવધાન, ખિસ્સું થશે હળવું

રાજીવ ચંદ્રેશખરે કહ્યું હતું કે દરેક ભાષાને બધાએ માન આપવુ જોઈએ. મેં UPની ચૂંટણીમાં હિન્દીમાં 9 કાર્યક્રમ કર્યા હતા. આજના યુવાનોને ઘણા વિકલ્પો મળે છે. તમામ દેશો ડિજીટલાઈઝેશન પર ધ્યાન આપી રહ્યા છે. 5Gને વિશ્વ કક્ષાના ધોરણો અનુસાર વિકસાવાયું છે. 5G બહુ જલ્દી આવશે, 6G દાયકાના અંત સુધીમાં આવશે. ભારત ટૂંક સમયમાં સેમી કંડકટર રાષ્ટ્ર બનશે.

આ મુલાકાત પછી રાજીવ ચંદ્રશેખર મંત્રી નાના અને સૂક્ષ્મ સાહસો અને સ્ટાર્ટઅપ્સ સાથેના કાર્યક્રમમાં હાજરી આપશે અને નાસ્કોમના એસએમઈ પોર્ટલને લોન્ચ કરશે. પોર્ટલનો ઉદ્દેશ SMEs તેમજ સ્ટાર્ટઅપ્સને એક મંચ પર એકસાથે લાવવાનો છે જેથી SMEsને ડિજિટલ અપનાવવા અને ક્ષમતા નિર્માણને પ્રોત્સાહન મળે.


ત્યારબાદ તેઓ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, ચાંદખેડાની મુલાકાત લેશે. મંત્રી પોતે ટેકનોક્રેટમાંથી ઉદ્યોગસાહસિક બન્યા છે, તેઓ યુનિવર્સિટીમાં અને તેના ઇન્ક્યુબેશન સેન્ટરમાં વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ્સ આંત્રપ્રિન્યોર્સ સાથે વાર્તાલાપ કરશે અને તેઓ “ન્યુ ઈન્ડિયા ફોર યંગ ઈન્ડિયા: ટેકેડ ઑફ ઑપર્ચ્યુનિટીઝ” પર પ્રેઝન્ટેશન આપશે.

રાજ્યમંત્રી 22 મેના રોજ નવરંગપુરામાં ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત લેશે અને ત્યારબાદ ગાંધીનગરમાં નોલેજ સેન્ટર કોરિડોરમાં પંડિત દીન દયાલ એનર્જી યુનિવર્સિટીની મુલાકાત લેશે. 23 મે ના રોજ, રાજ્યમંત્રી ખારેલ એજ્યુકેશન કેમ્પસ અને એ એમ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર, નવસારીની મુલાકાત લેશે.

મંત્રી રાજીવ ચંદ્રશેખરનું પ્રારંભિક બાળપણ અમદાવાદ શહેરમાં તેમનાં માતા અને પિતા સાથે વીત્યું હતું, જેઓ તે સમયે ભારતીય વાયુસેનાના અધિકારી હતા.
Published by: Ashish Goyal
First published: May 21, 2022, 11:06 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading