સુરતમાં માસ્ક નહીં પહેરો તો પોલીસ દંડ નહીં ફટકારે પણ માસ્ક આપશે

News18 Gujarati
Updated: March 25, 2021, 11:27 PM IST
સુરતમાં માસ્ક નહીં પહેરો તો પોલીસ દંડ નહીં ફટકારે પણ માસ્ક આપશે
સુરતમાં માસ્કના દંડમાંથી આપવામાં આવી મુક્તિ, માસ્ક નહીં હોય તો પોલીસ હવે માસ્ક આપશે

સુરતમાં માસ્કના દંડમાંથી આપવામાં આવી મુક્તિ, શહેરના મેયર હેમાલી બોઘાવાલા અને સુરત પોલીસે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો

  • Share this:
સુરત : માસ્ક નહીં પહેરનારને મોટો દંડ ફટકારવામાં આવે છે. જેને લઇને લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. આવા સંજોગોમાં સુરત મનપા અને પોલીસે મોટો નિર્ણય કર્યો છે. સુરતમાં માસ્ક નહીં પહેરનારને હવે દંડ નહીં થાય પરંતુ તંત્ર માસ્ક પહેરાવશે. કોરોનાના વધતા કેસ વચ્ચે અનોખો નિર્ણય કરવામાં આવ્યો છે. માસ્કના દંડમાંથી મુક્તિ આપવામાં આવી છે. માસ્ક નહીં હોય તો પોલીસ હવે માસ્ક આપશે. દંડ નહીં માસ્ક પહેરો પોલીસ અને મનપાનું નવું સૂત્ર છે. શહેરના મેયર હેમાલી બોઘાવાલા અને સુરત પોલીસે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

આ અંગે સુરતના જોઈન્ટ સીપી પ્રવીણ મલે જણાવ્યું હતું કે, દંડ નહીં પણ માસ્ક આપીએનું સુરત પોલીસે અભિયાન શરૂ કર્યું છે. 100 ટકા લોકો માસ્ક પહેરે અને અન્યને પણ સમજાવે. માસ્ક પહેરો અને લોકોને બચાવો. પોલીસે દંડ કરવાની જગ્યાએ સૌને માસ્કની વહેંચણી કરીને જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે.

આ પણ વાંચો - એપ્રિલના બીજા સપ્તાહમાં ચરમ પર હશે કોરોનાની બીજી લહેર : SBI રિપોર્ટ

સુરતમાં કોરોનાના દર્દીની સંખ્યામાં ઉતરોત્તર વધારો થઇ રહ્યો છે. ગુરુવારે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 628 દર્દી નોંધાયા છે.સુરતમાં 501 જયારે ગ્રામીણ વિસ્તારમાં 127 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 60850 પર પહોંચી છે, જયારે આજે 04 લોકોના કોરોનાથી મોત (Corona Death) સાથે મરણ આંક 1157 પર પહોંચ્યો છે. આજે 434 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

રાજ્યની (Gujarat) વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 1961 કેસ નોંધાયા છે. જેની સામે 1405 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 7 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4473 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 95.29 ટકા છે.
Published by: Ashish Goyal
First published: March 25, 2021, 11:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading