
Highlights
અત્યાર સુધીના TOP 18 સમાચાર
સરકારે ડૉ.કમલેશ ઉપાધ્યાય સામે ફરિયાદ મુદ્દે કમિટી રચી
ચોથા દિવસે પણ તબીબો દ્વારા હડતાળ
રણછોડજી મંદિરમાં 251માં પાટોત્સવની ઉજવણી
કોંગ્રેસના પૂર્વ MLA હીરાભાઈ ભાજપમાં જોડાયા
વડોદરાની યુવતી યુક્રેનથી પરત ફરતાં પરિવારમાં ખુશીનો માહોલ
ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ
CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઇલેક્ટ્રિક વ્હિકલનું ઉદ્ધાટન
કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહનો વીડિયો વાયરલ
સુરતમાં 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા
ગીતા રબારી પર રૂપિયાનો વરસાદ
સોમનાથ મહાદેવના પ્રાત: શ્રૃંગારના દર્શન
કબૂતરબાજીમાં વધુ કેટલાક ખુલાસા
પેપર કાંડમાં પોલીસ મહત્વનો ખુલાસો કરે તેવી સંભાવના
એનર્જી એકિઝબિશનનું ઉદ્ઘાટન થશે
આજે ગુજરાતી માતૃભાષા દિવસ
આજથી શાળાઓમાં ફરજિયાત ઓફ્લાઈન શિક્ષણ શરૂ
આજે સોમવાર, 21 ફેબ્રુઆરી, 2022 (February,2022).આજના રાજ્ય (Gujarat Latest news) અને દેશના (India latest news) મહત્ત્વના સમાચાર (live news updates) પર નજર કરીએ. રાજયમાં (Gujarat latest news) કોરોનાના (coronavirus cases) કેસમાં ઘટાડો થતાં આજથી ગુજરાતની શાળાઓમાં ફરજિયાત ઓફ્લાઈન શિક્ષણ શરૂ થઈ રહ્યું છે. આ સાથે આજે ગુજરાતભરમાં માતૃભાષા દિવસની ઉજવણી થશે. ગુજરાતના રાજકારણમાં આજે ખળભળાટ થવાનો છે. જયરાજસિંહ ભાજપમાં જોડાય તે પહેલા કોંગ્રેસના લુણાવાડાના બે ટર્મ ધારાસભ્ય રહી ચુકેલા હીરા પટેલ, તેમજ દક્ષિણ ગુજરાતના પૂર્વ ધારાસભ્ય સહિત અન્ય લોકો જોડાશે. જયારે સુરત આપના કેટલાક કોર્પોરેટર 11 વાગે જોડાશે. બાર વાગે કોંગ્રેસના હોદ્દેદારો અને અને બે વાગે આમ આદમી પાર્ટીના આગેવાનો ભાજપમાં જોડાશે.