અમદાવાદથી પાલનપુર લાયસન્સ કઢાવવા જતા બાઇક પરનો કાબુ ગુમાવતા યુવકનું નીપજ્યું મોત 


Updated: May 9, 2021, 2:19 PM IST
અમદાવાદથી પાલનપુર લાયસન્સ કઢાવવા જતા બાઇક પરનો કાબુ ગુમાવતા યુવકનું નીપજ્યું મોત 

  • Share this:
આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: કોરોના મહામારીના સમયમાં આજે બનાસકાંઠા જિલ્લામાં બે અલગ અલગ માર્ગ અકસ્માતોમાં બે લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. ડીસાના આખોલ ગામ પાસે બ્રિજ પર અકસ્માતમાં બાઇક ચાલકનું તેમજ પેછડાલ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં મહિલા સહિત બે લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. બનાવને પગલે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બ્રિજ પર વળાંકમાં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બાઇક ડિવાઇડર સાથે અથડાઇ

બનાસકાંઠામાં આજે ડીસા તાલુકામાં બે અલગ અલગ જગ્યાએ સર્જાયેલા અકસ્માતમાં એક યુવક અને એક મહિલાનું કરુણ મોત નિપજયું હતું. જેમાં કાંકરેજ તાલુકાના વડા ગામે રહેતા જેન્તીભાઈ કાંકરેચા તેમજ મુકેશ વાલ્મિકી નામના બંને યુવકો અમદાવાદથી લાયસન્સ કઢાવવા માટે પોતાનું બાઇક લઇને પાલનપુર આરટીઓ કચેરી તરફ જઇ રહ્યા હતા. તે દરમિયાન ડીસા આખોલ ચાર રસ્તા પાસે બ્રિજ પર વળાંકમાં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બાઇક ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક ચાલક જયંતીભાઈને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતાં તેમનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજયું હતું.

રાજકોટ: પિતાનાં રિપોર્ટ જોઇને તબીબે કહ્યું, 'સારું છે' થોડા દિવસમાં મોત થતા પુત્રએ હૉસ્પિટલમાં મચાવ્યો આતંક

હિટ એન્ડ રનમાં મહિલાનું મોત

આ સિવાય ડીસા તાલુકાના પેછડાલ પાસે પણ હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં બાઈકને ઈકો ગાડીના ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતમાં બાઈક પાછળ બેઠેલી મહિલાને ગંભીર ઇજા પહોંચતા તેનું પણ ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત બાદ ઇકો ગાડીનો ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

આમ ડીસા પાસે આજે બે અલગ અલગ જગ્યાએ સર્જાયેલા અકસ્માતમાં બે લોકોના કરૂણ મોત નિપજયા હતા. બનાવને પગલે ડીસા તાલુકા અને આગથળા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Published by: Kaushal Pancholi
First published: May 9, 2021, 2:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading