ગાંધીનગરમાં મળેલા બાળક માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ચિંતિત, કહ્યું, 'અપરાધીને ઝડપથી ઝડપી લેવાશે'

News18 Gujarati
Updated: October 9, 2021, 12:36 PM IST
ગાંધીનગરમાં મળેલા બાળક માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ચિંતિત, કહ્યું, 'અપરાધીને ઝડપથી ઝડપી લેવાશે'
બાળક અને હર્ષ સંઘવીની ફાઇલ તસવીર

Baby Found in Gandhinagar : ન્યૂઝ18ગુજરાતીની પણ અપીલ છે કે, આ બાળકની તસવીર બને તેટલી વધારે શેર કરો જેથી આ બાળકને તેના માતાપિતા મળી જાય.

  • Share this:
ગાંધીનગર: પેથાપુરમાં હૃદયને હચમચાવી નાંખે તેવી ઘટના બની છે. અજાણ્યો વ્યક્તિ એક બાળકને સ્વામિનારાયણ ગૌશાળા (Baby found from Swaminarayan Gaushala)  પાસે મૂકીને ફરાર થઇ ગયો હતો. આ બાળક એકથી દોઢ વર્ષનું હોવાનું માનવામાં આવી રહ્યુ છે. જોકે, આ ઘટના સીસીટીવીમાં (CCTV) કેદ થઇ છે. જે પરથી પોલીસ તંત્ર પણ આ વ્યક્તિને શોધવામાં લાગ્યું છે. હાલ આ બાળકને સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) રાખવામાં આવ્યો છે. આ અંગે ન્યૂઝ18ગુજરાતીએ રાજ્યનાં ગૃહમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) સાથે પણ વાત કરી હતી. તેમણે વિશ્વાસ અપાવ્યો છે કે, આ બાળકના અપરાધીઓને જલ્દીમાં જલ્દી શોધી નાંખવામાં આવશે. આ સાથે ન્યૂઝ18ગુજરાતીની પણ અપીલ છે કે, આ બાળકની તસવીર બને તેટલી વધારે શેર કરો જેથી આ બાળકને તેના માતાપિતા મળી જાય.

'જલ્દીમાં જલ્દી અપરાધી સામે હશે'

આ અંગે રાજ્યનાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અમારી સાથે ખાસ વાતચીત કરી હતી. જેમા તેમણે જણાવ્યુ હતુ કે, ગઇકાલે રાતે પેથાપુરમાં જે આ ઘટના બની છે તે બાદ હું સીધો જ પોલીસની ટીમ સાથે સંપર્કમાં છું. જિલ્લા પોલીસ વડા દ્વારા આ ઘટનામાં અનેક ટીમો બનાવવામાં આવી છે. સીસીટીવીનાં માધ્યમથી આસપાસનાં વિસ્તારોમાં તપાસ ચાલી રહી છે કે, કોઇ બાળક ગૂમ થયુ છે કે, નહીં, આ સાથે અનેક એન્ગલો પરથી પણ તપાસ ચાલી રહી છે. હું વિશ્વાસ અપાવું છું કે, ઝડપથી જે કોઇ આરોપી હશે તે સામે આવશે. પોલીસની ટીમો આ અંગે કામ કરી રહી છે અને આ ફોટો બધે આપવામાં આવ્યો છે. આ બાળકને ત્યજવા પાછળનું કારણ પોલીસ તપાસનો વિષય છે. આ અંગે તપાસ બાદ જે પણ માહિતી આવશે તે આપવામાં આવશે.

આ નંબર પર સંપર્ક કરો


નોંધનીય છે કે, મળી આવેલા બાળકને હાલ સિવિલિ હોસ્પિટલ લઈ જવામાં આવ્યું છે. જ્યાં પ્રાથમિક તારણમાં તો બાળક સ્વસ્થ હોવાનું સામે આવ્યું છે. જેથી બાળકને પિડ્યાટ્રિક વિભાગમાં રાખવામાં આવ્યો છે.કોર્પોરેટર રાખી રહ્યા છે સંભાળ

વોર્ડ નંબર બેનાં કોર્પોરેટર દિપ્તીબેન પટેલ હાલ આ બાળકની સંભાળ રાખી રહ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે, આ બાળક પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળા પાસેથી મળી આવ્યુ હતુ. જે બાદ અમે ત્યાં પહોંચ્યા અને પોલીસને જાણ કરી. જે બાદ તેની તબિયત સારી છે કે નહીં તે અંગેના રિપોર્ટ માટે બાળકને સિવિલમાં લઇ આવવામાં આવ્યું છે. તેના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે. રાતે બાળકને દૂધ પીવડાવ્યું અને તે સૂઇ ગયું હતું. જે બાદ સવારે ઉઠ્યું જે બાદ દૂધ પીવડાવ્યું અને થોડીવાર રમીને સૂઇ ગયું છે. બાળક હાલ એકદમ તંદૂરસ્ત છે.

બાળકની તસવીર


ગાંધીનગર પાસેના પેથાપુર સ્વામીનારાયણ ગૌશાળા ખાતે શુક્રવારે રાતે સાડા નવ વાગ્યાના અરસામાં અંદાજે દોઢથી બે વર્ષનું બાળક બિનવારસી હાલતમાં મળી આવ્યું હતુ. અહેવાલ વાંચતા કોઇપણ વાચકો જો આ બાળકને ઓળખતા હોવ તો આ સાથે અમે તેની એક તસવીર પ્રસિદ્ધ કરેલ છે.જેના આધારે પેથાપુર પોલીસ મથકના સંપર્ક નંબર ૬૩૫૯૬૨૪૯૩૯ પરથી તમામ જાણકારી મેળવી બાળકના વાલી વારસો તેને મળી જાય તેવા પ્રયાસ કરવા જરૂરી છે.ન્યુઝ18ગુજરાતી ઈચ્છે છે કે, આપ તમામ વાચકો આ મેસેજને બને તેટલો વધુ વાયરલ કરી માસુમ બાળકને તેના માતા પિતાનો ભેટો થઇ જાય તે માટે મદદરૂપ બનશો.
Published by: Kaushal Pancholi
First published: October 9, 2021, 10:22 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading