બનાસકાંઠા: પાલનપુરમાં ધોળા દિવસે લૂંટના ઈરાદે વૃદ્ધની હત્યા

News18 Gujarati
Updated: April 25, 2018, 3:30 PM IST
બનાસકાંઠા: પાલનપુરમાં ધોળા દિવસે લૂંટના ઈરાદે વૃદ્ધની હત્યા

  • Share this:
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. રોજે-રોજ લૂંટ, મર્ડરની ઘટનાઓ રાજ્યના મોટા મોટા શહેરોમાંથી મળતી હોય છે. તેમાં પણ લૂંટારૂ ટોળકી વૃદ્ધ-અશક્ત લોકોને પોતાનો નિશાનો વધારે બનાવતા હોય છે. આવી જ એક ઘટના પાલનપુરથી સામે આવી છે. જેમાં લૂંટના ઈરાદે એક વૃદ્ધની હત્યા કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, બનાસકાંઠા જીલ્લામાં આવેલ પાલનપુર શહેરમાં ધોળા દિવસે લૂંટના ઈરાદે એક વૃદ્ધાની હત્યા કરવામાં આવી છે. આજે પાલનપુરમાં ધોળા દિવસે લૂંટારૂઓએ એકલા રહેલ વૃદ્ધાના ઘરને નિશાન બનાવ્યું. વૃદ્ધા જ્યારે ઘરે એકલા હતા તે સમયે લૂંટારાઓએ ઘરનો દરવાજો કટખટાવી ઘર ખોલાવ્યું. વૃદ્ધાએ જેવો દરવાજો ખોલ્યો તો, તુરંત લૂટારા ઘરમાં ઘુસી ગયા.

વૃદ્ધા કઈં સમજે કે બોલે તે પહેલા તો ચોર ટોળકીએ વૃદ્ધાના મોઢા પર ડૂચો મારી દીધો, અને ત્યારબાદ ઠંડા કલેજે ઘરમાં લૂંટ ચલાવી. આ મુદ્દે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. પોલીસે લૂંટ વીથ મર્ડરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અવાર-નવાર લૂંટારૂઓ એકલા રહેતા અશક્ત વૃદ્ધોને નિશાન બનાવી રહ્યાની ઘટનાઓ સામે આવતી હોય છે. પોલીસ તંત્ર પણ વૃદ્ધોની સુરક્ષાને લઈ પગલા ભરવામાં આવી રહ્યા છે તેવું કહી સંતોષ માની લેતી હોય છે. પરંતુ ખરેખર હકીકત એ છે કે, પોલીસ તંત્રની લૂંટારૂોને કઈ જ બીક નથી, અને પોલીસને પણ વૃદ્ધોની સુરક્ષામાં જાજો રસ નથી તેવું દેખાઈ રહ્યું છે.
Published by: kiran mehta
First published: April 25, 2018, 3:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading