રાજ્યના પાટનગર ગાંધીનગરને મળ્યા નવા મેયર હિતેશ મકવાણા

News18 Gujarati
Updated: October 21, 2021, 12:17 PM IST
રાજ્યના પાટનગર ગાંધીનગરને મળ્યા નવા મેયર હિતેશ મકવાણા
ફાઇલ તસવીર

Gandhinagar News: હિતેશ મકવાણાની મેયર તરીકે પસંદગી કરવામાં આવી છે.

  • Share this:
ગાંધીનગર: ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણીમાં 41 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી હાંસલ કરી ઈતિહાસ રચી દેનાર ભાજપમાં નવા મેયરની (Gandhinagar Mayor) વરણી આખરે થઇ ગઇ છે. ગાંધીનગરના આગામી મેયર પદે હિતેશ મકવાણાનું (Hitesh Makwana) નામ રેસમાં સૌથી આગળ હતું અને તેમના નામ પર જ મહોર લાગી છે. હિતેષ મકવાણા વોર્ડ નંબર-8ના કોર્પોરેટર છે.

પ્રથમ અઢી વર્ષ માટે હિતેશ મકવાણા મેયર

નોંધનીય છે કે, ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપે 44 પૈકી 41 બેઠક પર જ્વલંત જીત મેળવી હતીઆ ભવ્ય જીત બાદ ગાંધીનગર મનપાની પ્રથમ સામાન્ય સભા મળી. જેમાં હિતેશ મકવાણાની મેયર તરીકે પસંદગી કરવામાં આવી છે. પ્રથમ અઢી વર્ષ માટે હિતેશ મકવાણા મેયર રહેશે. આપને જણાવીએ કે, જીતેલા ઉમેદવારોમાં જાતિગત સમીકરણ એસસી 5, 1 જનરલ ઉમેદવાર એસસી બેઠક પરથી લડ્યા છે. પાટીદાર 12, ક્ષત્રિય 7, બ્રાહ્મણ 5, ઠાકોર 7, ઓબીસી 3, અને એસટી 1 બેઠક પરથી લડ્યા છે.

પોલિટિકલ બેકગ્રાઉન્ડ છે મજબૂત

વોર્ડ 8 માંથી વિજયી બનેલા હિતેશ મકવાણાનું પોલિટીકલ બેકગ્રાઉન્ડ મજબુત છે. તેઓ પૂર્વ ધારાસભ્ય પુનમ મકવાણાના પુત્ર છે. રાજકીય રીતે વધુ મજબુત હતા અને તેથી જ દાવેદાર પણ માનવામાં આવી રહ્યા હતા.આ વખતે પ્રથમ અઢી વર્ષની મુદત અનુસૂચિત જાતિના મેયર માટે અનામત છે. શાસક પક્ષમાંથી એસસી બેઠક પરથી પાંચ ઉમેદવાર ચૂંટાયેલા છે, જેમાં બે પુરુષ અને ત્રણ મહિલા છે. અઢી વર્ષની બીજી ટર્મમાં મહિલા માટે મેયર પદ અનામત છે. આથી પ્રથમ અઢી વર્ષ માટે ભાજપમાંથી ચૂંટાયેલા અનુસૂચિત જાતિના પાંચ સભ્યોમાંથી કોઈની પસંદગી થવાનું નિશ્ચિત હતુ.
Published by: Kaushal Pancholi
First published: October 21, 2021, 12:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading