GSEB HSC Result: ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, C1 ગ્રેડ સાથે સૌથી વધારે વિદ્યાર્થીઓ થયા પાસ

News18 Gujarati
Updated: July 31, 2021, 9:15 AM IST
GSEB HSC Result: ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, C1 ગ્રેડ સાથે સૌથી વધારે વિદ્યાર્થીઓ થયા પાસ
પરિણામ સાથે વિદ્યાર્થીઓ (તસવીર: સંજય ટાંક)

કોવિડની ગાઈડલાઇનને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને તબક્કાવાર બોલાવીને પરિણામ આપવામાં આવશે.

  • Share this:
GSEB 12th commerce result: ગુજરાતમાં (Gujarat) આજે ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું (GSEB 12th commerce result) ઓનલાઇન પરિણામ સવારે 8 કલાકથી બોર્ડની સાઇટ result.gseb.org પર મૂકવામાં આવ્યું છે. આ પરિણામ માત્ર સ્કૂલો જ જોઇ શકશે. પરિણામ જોવા શાળા ઈન્ડેક્સ નંબર અને પાસવર્ડ દાખલ કરીને લોગીન કરી ડાઉનલોડ કરી જોઇ શકશે તથા પ્રિન્ટ કાઢી શકશે. શાળાઓ વિદ્યાર્થીઓને તેમના પરિણામની પ્રિન્ટ કરેલી કોપી આપીને જાણ કરશે. કોવિડની ગાઈડલાઇનને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને તબક્કાવાર બોલાવીને પરિણામ આપવામાં આવશે. નોંધનીય છે કે, કોરોનાની મહામારીમાં (corona pandemic) આ પહેલા ધોરણ 10 અને 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પણ આ રીતે જ જાહેર કરવામાં આવ્યું હતું અને બંને ધોરણોમાં પરિણામ 100 ટકા આવ્યું હતું.

A1 ગ્રેડમાં 691 વિદ્યાર્થીઓ પાસ

ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં A1 ગ્રેડમાં 691, A2 ગ્રેડમાં 9455, B1 ગ્રેડમાં 35,288, B2 ગ્રેડમાં 82010, C1 ગ્રેડમાં 1,29,781, C2 ગ્રેડમાં 1,08,299, D2 ગ્રેડમાં 28,690, E1 ગ્રેડમાં 5885 અને E2 ગ્રેડમાં 28 વિદ્યાર્થીઓ પાસ થયા છે. મહત્ત્વનું છે કે, ધોરણ 10ના પરિણામના 50 %, 11માના પરિણામના 25 % અને ધોરણ 12માં એકમ કસોટીના 25% માર્કને ગણીને પરિણામ બનાવવામાં આવ્યું છે.

ઇતિહાસમાં પહેલીવાર 12 કોમર્સનું 100% પરિણામ જાહેર, વિદ્યાર્થીઓમાં ઉત્સાહ

સામાન્ય પ્રવાહનું પરિણામ 100 ટકા જાહેર 

કોરોના મહામારીને કારણે રાજ્ય સરકારે 5.43 લાખ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને સહિત ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો હતો. પહેલીવાર ધો. 12 બોર્ડમાં સામાન્ય પ્રવાહના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન સાથે 100 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
શાળામાં ઓનલાઇન જોઇ શકાય છે પરિણામ (તસવીર: સંજય ટાંક)


રાજ્ય સરકારના કર્મચારી અને પેન્શનર્સ માટે ખુશખબર, ઓગસ્ટ મહિનાના પગારમાં આવશે મોટી રકમ

કોર્ટે આ પરિણામમાં દખલગીરી કેમ કરી હતી?

શિક્ષણ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, અમદાવાદની 550 સ્કૂલોએ ધોરણ 12નું પરિણામ તૈયાર કરીને બોર્ડની વેબસાઈટ પર મૂક્યું છે. કોર્ટે ધોરણ-10ના ગણિતના માર્ક ધોરણ 12ના આંકડાશાસ્ત્રમાં ગણતરીમાં લેવા થયેલી અરજી હાઇકોર્ટે ફગાવી હતી. એ બાદ શિક્ષણ વિભાગ દ્વારા પરિણામ જાહેર કરવાની જાહેરાત કરાઈ હતી.

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 21 કેસ, શુક્રવારે 3,43,742 વ્યક્તિઓનું રસીકરણ

હાઇકોર્ટે અરજી ફગાવી હતી

વિદ્યાર્થીઓની માંગ હતી કે, કોમર્સમાં અકાઉન્ટ અને આંકડાશાસ્ત્રનો વિષય એ ગણિતનો વિષય છે અને ધોરણ-10નું ગણિત એનો પાયો છે તેથી એને ગણતરીમાં લેવા જોઇએ. ધોરણ 10ના ગણિતના માર્ક ગણતરીમાં નહીં લેવાય તો વિદ્યાર્થીઓનું 8થી 10 ટકા જેટલું પરિણામ નીચું જઇ શકે છે.



બોર્ડે જાહેર કરેલા આ પરિપત્રને હાઇકોર્ટમાં પડકારાયો હતો અને કોર બાદમાં અરજી ફગાવી દેવામાં આવી હતી. ધો. 10ના ગણિતના માર્ક ધો.12 સામાન્ય પ્રવાહના આંકડાશાસ્ત્રમાં ઉમેરવાનો નિયમ સરકારે રદ કર્યો હતો.
Published by: Kaushal Pancholi
First published: July 31, 2021, 7:09 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading