રાજ્ય સરકાર 9થી 11ની શાળાઓ ખોલવા અંગે અવઢવમાં, 'સપ્ટેમ્બર સુધી શાળા ખુલવાની સંભાવનાઓ નહીંવત'

News18 Gujarati
Updated: July 22, 2021, 4:09 PM IST
રાજ્ય સરકાર 9થી 11ની શાળાઓ ખોલવા અંગે અવઢવમાં, 'સપ્ટેમ્બર સુધી શાળા ખુલવાની સંભાવનાઓ નહીંવત'
વિજય રૂપાણી (ફાઇલ તસવીર)

આધારભૂત સૂત્રનું માનીએ તો, 9થી 11ની ઓફલાઇન શાળાઓ સપ્ટેમ્બર મહિના સુધી ખુલવાની શક્યતાઓ નહીંવત છે.

  • Share this:
ગાંધીનગર: ધોરણ 12ની સ્કૂલો અને કોલેજો ઓફલાઈન શરૂ કર્યા બાદ હવે ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા ધોરણ 9થી 11 માટે ઓફલાઈન શિક્ષણ (Offline Education) શરૂ કરવા માટે વિચારણા શરૂ કરવામાં આવી છે. જેમાં શિક્ષણ વિભાગમાં અલગ અલગ બેઠકો ચાલી રહી છે. ત્યારે આજે વાલીઓ અને શાળાઓનાં સંચાલકોને આશા હતી કે, આજે રાજ્ય સરકારની કેબિનેટની મિટિંગમાં કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય લઇ શકે છે. પરંતુ રાજ્ય સરકાર કોરોનાની ત્રીજી સંભવિત લહેર (Corona third wave) અને બાળકોને શાળામાં બોલાવવા અંગે આરોગ્ય વિભાગ તથા વાલી મંડળો પાસેથી અભિપ્રાય લેશે તે બાદ જ કોઇ નિર્ણય લઇ શકે છે. આજની બેઠકમાં સરકારને પાંચ વર્ષ પૂર્ણ થાય છે તે અંગેના કાર્યક્રમોની જ ચર્ચા શરૂ કરવામાં આવી હતી. આધારભૂત સૂત્રનું માનીએ તો, 9થી 11ની ઓફલાઇન શાળાઓ સપ્ટેમ્બર મહિના સુધી ખુલવાની શક્યતાઓ નહીંવત છે.

શાળા સંચાલકોએ આપી હતી ચીમકી

નોંધનીય છે કે, શાળા-સંચાલકોએ DEOને આવેદનપત્ર આપીને રજૂઆત કરીને ચીમકી આપી હતી કે, સરકાર આ અંગે કોઇ નિર્ણય નહીં લે તો સંચાલકો જાતે જ શાળા શરૂ કરી દેશે. જેને પગલે આજે સરકારની કેબિનેટ બેઠકમાં શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવે એવી શક્યતા વધી ગઇ હતી. પરંતુ સરકાર આ અંગે હજી કોઇ નિર્ણય પર આવી નથી. ઓલ ગુજરાત વાલીમંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે, ધોરણ 9થી 11ના વર્ગ ચાલુ કરવા જોઈએ. પરંતુ નિર્ણય અગાઉ શિક્ષણ વિભાગના અધિકારી, સંચાલકમંડળ અને વાલીમંડળ વચ્ચે બેઠક થવી જોઈએ. જેમાં સંકલન કરીને સ્કૂલ શરૂ કરવી જોઈએ. સ્કૂલ ખોલ્યા પહેલા સંચાલકોએ શિક્ષણ વિભાગને ફરજિયાત એફિડેવિટ આપવુ. જેમાં SOPનું પાલન કરવા બાંયધરી આપવી, શિક્ષક અને વાલીઓની ફરજિયાત વેક્સિનેશન થયેલું હોવું જોઈએ.

આરોગ્ય વિભાગ પાસેથી અભિપ્રાય લેવામાં આવશે

રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા અંગે સરકાર વિચારણા કરી રહી છે. ત્યારે આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, આગામી કેબિનેટની બેઠકમાં પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા અંગે વિચારણા કરવામાં આવશે. હાલની સ્થિતિ અને ભવિષ્યની સ્થિતિ અંગે અભિપ્રાય લઇશું. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ગાઇડલાઇન આવશે ત્યારબાદ પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા અંગે નિર્ણય લેવાશે.

જામનગરમાં સતત બીજા વર્ષે શ્રાવણના લોકમેળા નહીં યોજાય, સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી બંને મેળા રદICMRએ શું આપી છે સલાહ

ICMRના વડા ડો. બલરામ ભાર્ગવે સેકન્ડરી શાળાઓ શરૂ કરતાં પહેલાં પ્રાયમરી શાળાઓ શરૂ કરવાની સલાહ આપી છે. 10થી 17વર્ષના બાળકોમાં 61.6 ટકા એન્ટીબોડી જ્યારે 6થી 9ના બાળકોમાં 57.2 ટકા એન્ટીબોડી હોવાના તારણના આધારે પ્રાયમરી શાળાઓ પહેલા ખોલવાની ચર્ચાએ જોર પકડયું છે.

China Floods: અચાનક પાણીનો ધસમસતો પ્રવાહ આવ્યો અને લોકો ગળાડૂબ પાણીમાં ટ્રેન, મોલમાં ફસાયા

ત્યારે અમદાવાદ મેડિકલ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી ડો. સાહિલ શાહે જણાવ્યું હતું કે, બાળકો માટેની વેકસીન જો આપણી પાસે અવેલેબલ જ ન હોય તો પછી આ પ્રકારનો અખતરો કરવો ના જોઇએ. નાના બાળકોને શાળાએ ભેગા કરવાથી નિયમો જળવાશે નહીં.બાળકો સતત માસ્ક પહેરવા ટેવાયેલા હોતા નથી. તેમજ સોશિયલ ડિસ્ટનસનું પાલન પણ જળવાઈ ના શકે.
Published by: Kaushal Pancholi
First published: July 22, 2021, 4:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading