પ્રદેશ ભાજપની ચિંતન બેઠકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેની રણનીતિ પર થઇ રહ્યું છે મહામંથન


Updated: December 13, 2020, 11:36 AM IST
પ્રદેશ ભાજપની ચિંતન બેઠકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેની રણનીતિ પર થઇ રહ્યું છે મહામંથન
ચિંતન બેઠકનો મુખ્ય એજન્ડા આગામી દિવસોમાં રાજ્યમાં આવતી સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે

ચિંતન બેઠકનો મુખ્ય એજન્ડા આગામી દિવસોમાં રાજ્યમાં આવતી સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે

  • Share this:
પ્રદેશ ભાજપની છેલ્લા બે વખતની રદ થતી ચિંતન બેઠક આખરે હવે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે મળી. ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે સી આર પાટીલે જવાબદારી સંભાળ્યા બાદ પ્રદેશ પ્રભારી સહિત પ્રદેશના મહત્વના નેતાઓ સાથે ચિંતન બેઠક યોજાય છે. ચિંતન બેઠકનો મુખ્ય એજન્ડા આગામી દિવસોમાં રાજ્યમાં આવતી સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. જેમાં પ્રદેશ ભાજપે કઈ રીતની રણનીતિ સાથે મેદાને ઉતરવું તે અંગે મનોમંથન થઈ રહ્યું છે.

આ ચિંતન બેઠકમાં ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી તેમજ ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવ, સહ-પ્રભારી સુધીર ગુપ્તા, ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા પ્રદેશ ભાજપાના કોર ગ્રુપના સભ્યો સામાન્ય રીતે અપેક્ષિત હોય છે.

મોરબી ભાજપનું રાજકારણ ગરમાયું : જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પદેથી જીતુ સોમાણીએ આપ્યું રાજીનામું

પરંતુ આ ચિંતન બેઠકમાં ગુજરાતમાં યોજાયેલી 8 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી ઇન્ચાર્જને પણ હાજર રાખવામાં આવ્યા છે.પાર્ટી સૂત્રો જણાવી રહ્યા છે, જે વિધાનસભાની પેટા ચૂંટણીમાં એક નેતા સંગઠનો અને એક નેતા સરકારનો એમ સરકાર અને સંગઠના સમન્વય સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. તેમાં પણ ખાસ કરી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની પેજ પ્રમુખવાળી પદ્ધતિનો ચુસ્તપણે અમલ કરી જીત મેળવી હતી.એટલે કે, આગામી દિવસોમાં યોજાનાર 6 મહાનગર પાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીએ વિધાનસભાની પેટા ચૂંટણીની બ્લુ પ્રિન્ટના આધારે લડવામાં આવશે.એટલા માટે જ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા તમામ જિલ્લા અને શહેર સંગઠન પ્રમુખને 7 દિવસમાં પેજ કમિટીઓનું કામ પૂર્ણ કરવા સ્પષ્ટ સૂચના આપી દીધી છે.
Published by: Kaushal Pancholi
First published: December 13, 2020, 11:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading