ગુજરાત ચૂંટણી માટે ભાજપનો માસ્ટર સ્ટ્રોક તૈયાર: 12 હજાર વિસ્તારકો 182 વિધાનસભા બેઠકનું માઈક્રો પ્લાનિંગ કરશે


Updated: May 24, 2022, 1:45 PM IST
ગુજરાત ચૂંટણી માટે ભાજપનો માસ્ટર સ્ટ્રોક તૈયાર: 12 હજાર વિસ્તારકો 182 વિધાનસભા બેઠકનું માઈક્રો પ્લાનિંગ કરશે
પ્રદેશ ભાજપની કારોબારી બેઠક બોલવામાં આવી હતી.

Gujarat Election 2022: ભારતીય જનતા પાર્ટીના લગભગ 12 હજારથી પણ વધુ કાર્યકર્તાઓ અલ્પસમય માટે વિસ્તારક જઈને આગામી તા.12,13,14 જૂન 2022 દરમ્યાન ગુજરાતના અલગ અલગ બુથોનો પ્રવાસ કરશે.

  • Share this:
ગાંધીનગર: ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી (Gujarat Election) નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો પોતાની તૈયારીને ગતિ આપી રહ્યા છે. પ્રદેશ ભારતીય જનતા પાર્ટી (BJP) તો પોતાની તૈયારીઓને આખરી ઓપ આપી રહી છે. ભાજપની પરંપરા રહી છે કે, રાષ્ટીય કારોબારી પછી પ્રદેશ કારોબારી મળે તેના જ ભાગ રૂપે સોમવારે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક બોલવામાં આવી હતી. પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલી આ કારોબારી બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાળા, પ્રદેશ ભાજપ સહપ્રભારી સુધીર ગુપ્તા સહિત પ્રદેશના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાતમાં હવે આગામી વિઘાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ફાઇનલમાં દોડવાનું છે આપણે છેલ્લા પાંચ વર્ષમાં કરેલી તૈયારીઓ છેલ્લે દિવસે નિચોડ કાઢવાનો છે. ગુજરાત વિઘાનસભા 2022ની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવવાની તૈયારી આપણા કાર્યકરોએ કરી લીધી છે. કાર્યકરો મહેનત  કરે છે લોકોનો સંપર્ક કરે છે. રાજય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ અનેક યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા સરકાર સાથે સંગઠનના સૌ કાર્યકરો પણ મોટી જવાબદારી નિભાવે છે.

તેમણે વધુમાં જણાવ્યુ કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલી અને નિર્ણયથી આજે વિશ્વના દેશો પણ ખૂબ પ્રભાવિત થયા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી સંબોધન કર્ય હતું કે, કેન્દ્ર સરકારની યોજનાનો લાભ 100 ટકા લોકોને મળે તેની ચિંતા કરવા હાંકલ કરી હતી. સરકારની વિવિધ  યોજનાઓના લાભો જે તે લાભાર્થીને મળ્યા છે તેનું એક લીસ્ટ ચૂંટાયેલા પ્રતિનિઘીશ્રીઓને કાર્યકરોને મળે તેથી કાર્યકરોને તેમનો સંપર્ક કરી શકે. સરકારની વિવિધ યોજનાઓ લાભ લોકોને પહોંચાડવા સરકાર અને કાર્યકરો ખૂબ મહેનત કરે છે તે બદલ અભિનંદન.

આ પણ વાંચો: Photos: સુરતના ગોઝારા અગ્નિકાંડમાં 22 વિદ્યાર્થીઓ બન્યા હતા કાળનો કોળિયો

સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું કે, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર અન્ય દેશોમાં પડી છે અને યુદ્ધના કારણે દેશમાં મોંધવારી વધી છે. યુદ્ધને કારણે પેટ્રોલ-ડિઝલના ભાવ વધ્યા જેના કારણે જીવન જરૂરિયાતના ભાવ વધ્યા હતા પરંતુ દેશના આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશના લોકોની ચિંતા કરી અને પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટાડવાની જાહેરાત કરી દેશના લોકોને ભેટ આપી.

મુખ્યમંત્રી પટેલ
તેમણે વધુમાં જણાવ્યુ કે, પેટ્રોલ-ડિઝલના ભાવ ઓછા થતા દેશના લોકોમાં આનંદ પણ છે. આવનાર સમયમાં જ્યારે રાજયમાં ચૂંટણી છે ત્યારે વિરોધી રાજકીય પાર્ટીઓ વિરોધ કરશે પરંતુ આપણી સરકારે કરેલા કામો લોકો સુઘી પહોંચાડવા હાંકલ કરી. હાલમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દમણ-ગંગા-પાર-તારી લીંક પ્રોજકેટને રદ કરવાની જાહેરાત કરી. આ યોજના આદિવાસી ભાઇ-બહેનોના માટે ખૂબ લાભકારી હતી પરંતુ કોંગ્રેસ દ્વારા આદિવાસી ભાઇ-બહેનોને ગુમરાહ કરી યોજનાનો વિરોધ કર્યો પરંતું આદિવાસી સમાજના ભાઇ-બહેનોની લાગણીને માન આપી યોજનાના અમલને રદ કરી. કોંગ્રેસ દ્વારા આદિવાસી સમાજના ભાઇ-બહેનો માટે કોઇ પણ કામ નથી કર્યું તેથી યોજનાનો વિરોધ કરી તેમને ગેરમાર્ગે દોરે છે.

સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું કે, પેજ સમિતિ આવનાર ચૂંટણીમાં જીત માટે મોટું હથિયાર છે. પેજ સમિતિના કારણે ગત ચૂંટણીમાં ભાજપને ભવ્ય જીત મેળવ્યો છે. કોંગ્રેસના ઘણા મોટા આગેવાનો વિઘાનસભા ચૂંટીણીમાં હારથી ડરી ગયા છે. કોગ્રેસના આગેવાનોને લાગે છે કે, હવે તેમનું ટાઇટેનીક ડૂબતૂ જહાજ છે. આપણી પાર્ટીમાંથી કોઇ કાર્યકર્તા અન્ય રાજકીય પાર્ટીમાં  જતો નથી તે જ બતાવે છે કે આપણી પાર્ટી જીતવાની છે તેનો વિશ્વાસ આપણા કાર્યકરોમાં છે. કોંગ્રેસના નેતા અને કાર્યકરોની  માનસિકતા નબળી પડી ગઇ છે. તેનો લાભ આપણે લેવાનો છે. હાલમાં વન ડે વન ડિસ્ટ્રીક કાર્યક્રમમાં જે ભવ્ય પ્રતિસાદ મળ્યો છે તાપી જીલ્લામાં પહેલો કાર્યક્રમ થયો અને બીજો સુરત જીલ્લામાં થયો . આ કાર્યક્રમમાં કાર્યકરોનો ઉત્સાહ ભાજપની ભવ્ય જીતનો પાયો મજબૂત કરે છે તેમ લાગે છે. દેશના યશ્સ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં કોઇ કુપોષિત બાળક ન રહે તેનું આહવાહન કર્યુ અને ગુજરાતમાં આપણે કુપોષિત બાળકોને સુપોષિત કરવાનું અભિયાનની શરૂઆત કરી.

સી. આર. પાટીલ


ગુજરાત પ્રદેશના કાર્યકરો,આગેવાનોએ કુપોષિત બાળકને દત્તક લઇ બાળકને સુપોષિત કરવાની ચિંતા કરી છે. આ અભિયનામાં સુમુલ ડેરી,દૂધ સાગર ડેરી સહિતની ડેરીઓએ  કુપોષિત બાળકોને ફ્રીમાં દૂધ આપવાની જાહેરાત કરી. આ અભિયનનામાં ભાજપના ડોકટર સેલ અને મહિલા મોરચા દ્વારા કુપોષિત બાળકોને સુપોષિત કરવા ખૂબ મહેનત કરે છે જેના કારણે કેન્દ્રીયમંત્રીશ્રી સ્મૃતિ ઇરાનીજી જ્યારે ગુજરાતની મુલાકાતે  આવ્યા ત્યારે સુપોષિત કાર્યક્રમની વ્યવસ્થા જોઇ અને તેમને તેમના વિસ્તારમાં આ યોજનાની બુકલેટ બનાવી યોજનાને લાગુ કરી આ ગુજરાત પ્રદેશના કાર્યકરો માટે ગર્વની વાત છે.  કે તેમના કાર્યની નોંધ કેન્દ્રમાં લેવાઇ છે.

સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું કે, આવનાર સમયમાં કયા પ્રકારના પડકારો છે તેની સામે કેવી રીતે કામ કરવું તે અંગે માર્ગદર્શન આપ્યું અને શ્રી કેશુભાઇ પટેલની સરકારથી લઇ શ્રી ભુપેન્દ્રભાઇ પટેલની સરકારે કરેલા કામો યોગ્ય રીતે લોકો સમક્ષ મુકવા વિંનતી કરી. કોંગ્રેસ પાસે ચોક્કસ મતદાર  વર્ગ છે. તેની સંખ્યામાં ઘટાડો થયો છે. એક સમયે કોંગ્રેસને 32 ટકા મતો મળતા પરંતું આ ટકાવારી ઘટી 20 ટકા પહોંચી છે. આ મતાદારોને ભાજપ તરફ મતદાન કરવા પ્રેરિત કરવા જણાવ્યું હતું. સોશિયલ મીડિયાનો ઉપોયગ કાર્યકરો  વધમાં વધુ કરે તે બાબતે હાંકલ કરી હતી.

આ પણ વાંચો: કોંગ્રેસના ધારાસભ્ય સ્વ. ડો. અનિલ જોષીયારાના પુત્ર ભાજપમાં જોડાયા

આમ આદમી પાર્ટીનું નામ લીધા વગર પ્રહાર કરતા જણાવ્યું કે. આવનાર સમયમાં એક પાર્ટી ગુજરાતમાં આવશે તે સોશિયલ મીડિયામાં વધુ અફવાઓ ફેલાવશે. કેજરીવાલનું નામ લીધા વગર શાબ્દિક પ્રહાર કર્યો કે ગુજરાતમાં મહાઠગ આવશે. ગુજરાતની જનતાને ફ્રીની લાલચ આપી ગુજરાતની જનતાને ફ્રીમાં આપવાની વાત કરી ઠગવાની વાતો કરશે. પરંતું ગુજરાતની જનતાને આ મહાઠગથી છેતારીય નહી તેનું ધ્યાન રાખવું. સરકારે કરેલા કામનું મોટું ભાથું આપણી પાસે છે તેને લોકો સમક્ષ પહોંચાડવા જણાવ્યું.

આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીના સુત્ર સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસથી સૌ આપણી સાથે જોડાયા છે.પાર્ટી વટવૃક્ષ બની છે તેમ છતા દરેક કાર્યકરો પ્રજાના પ્રશ્નોને વાચા આપે છે અને સરકાર તેમના કામો કરે છે. ભારતીય જનતા પાર્ટી કોઈને હરાવવા નહી પણ પોતે આગળ વધવા નીકળી છે અને તેના માટે દરેક કાર્યકર્તા મહેનત કરી રહ્યા છે.દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના લોકોની ચિંતા કરી પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો કર્યો છે તેમના નિર્ણયને દેશની જનતાએ વધાવ્યો છે. ભાજપના કાર્યકરો એક કુંટુબ ભાવનાથી કામ કરે છે.

બેઠકમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાજીએ ભાજપના શાસનનું સરવૈયુ વિષય પર સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપે વિકાસના અનેક કામો કર્યા છે. વર્ષ 1995માં ગુજરાતમાં સ્પષ્ટ બહુમતની સરકાર આવી અને ગુજરાતમાં વિકાસના અનેક કામ કર્યા. ગુજરાતમાં ભાજપની સરકાર કોઇ વારસામાં નથી મળી,બગાસુ ખાતા પતાસુ નથી મળ્યુ કે આકસ્મીક રીતે નથી મળી પરંતું ભાજપના કાર્યકર્તાના તપથી પ્રાપ્ત થઇ છે. ગુજરાતમાં શાંતી,સલામતી ભાજપની સરકારમાં આવી. 1995માં કેશુભાઇની સરકારમાં અમદાવાદમાં પોપટીયા વાડ જેવા વિસ્તારમાં પહેલી વખત ગુજરાત પોલીસે પગ મૂક્યો .ગુજરાતમાં માફિયા ગીરી પણ સરકારે બંધ કરાવી પ્રજાને સલામતી આપી.

કોંગ્રેસના સાશનમાં ગુજરાતના ગામોમાં વિજળી ન હતી પરંતુ ભાજપની સરકારમાં તે સમયના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ગામડાના લોકોને વિજળી આપી સિવિલ હોસ્પિટલમા પહેલા કોઇ દર્દીને દાખલ કરવામાં આવે તો ફળીયા લઇ આવતા કેમ કે તેઓ માનતા કે સિવિલ હોસ્પિટલમાં ગયેલ દર્દી હવે પાછો નહી આવે પરંતું આજે સૌથી વધુ લોકો સિવિલ હોસ્પિટલનો ઉપયોગ કરે છે. ગુજરાત રાજયમાં વિજળી,આરોગ્ય,પાણીનું માળખુ ગુજરાત સરકારે તૈયાર કર્યું.કેન્દ્રીયમંત્રી પુરુષોત્તમ રૂપાલા એ તેમના બ્રાઝીલ પ્રવાસ અંગે વાત કરતા જણાવ્યું કે બ્રાઝીલના લોકો કહે છે કે તમારા દેશની ગાય અમારા દેશમા આવી એટલે અમારો દેશ સુખી થયો. બ્રાઝીલના લોકો હવે ભારતીય નાગરિકોને ખૂબ આદર અને માન સન્માન આપે છે.રાજયમાં  નરેન્દ્ર મોદી સાહેબે કૃષિરથનું આયોજન કરી કૃષિ ક્ષેત્રે ક્રાંતી લાવ્યા અને લોકોની આરોગ્યની ચિંતા કરી 108ની ભેટ આપી. ખેડૂતોને 0 ટકાના દરે લોન આપવાની શરૂઆત પણ ગુજરાતે કરી. રાજયમાં શ્રી આનંદીબેન પટેલની સરકારે પી.ટી.સી.માં એક લાખ શિક્ષકોની ભરતી કરી. જન ધન ખાતા ખોલાવામાં આવ્યા.કેન્દ્રમાં ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબે કલમ 370 ને દુર કરી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબના માર્દદર્શનમાં દેશ આગળ વધી રહ્યો છે નવા ભારતની નિર્માણ કરી રહ્યા છે.

આ બેઠકમાં પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકરજીએ જણાવ્યું કે, ગુજરાતમાં આગામી વિઘાનસભા ચૂંટણી નજીક છે ત્યારે રાજયમાં કેશુભાઇની સરકારથી લઇ ભુપેન્દ્ર પટેલની સરકારે કરેલા વિવિધ કામોની માહીતી જન જન સુધી વધુ પહોંચે તેવો પ્રયાસ કરવા જણાવ્યું. ટેકનોલોજીના યુગમાં તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે  જેથી ઓછા સમયમાં વધુ ઝડપી કામ થાય. અલ્પકાલીન વિસ્તારક યોજના અંગે વિસ્તારથી માહિતી આપી તેમજ આગામી સમયમાં વિવિધ સંગઠનાત્મક કાર્યક્રમો અંગે પણ માહિતી આપી. કાર્યકરની તાકાતથી દરેક ચૂંટણી આપણે ગુજરાતમાં જીતતા આવ્યા છીએ અને આગામી વિઘાનસભા ચૂંટણીમાં ઔતિહાસિક વિજય મેળવવા દરેક કાર્યકર અર્થાત પ્રયત્ન કરે. ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારી બેઠક યોજાઇ જ્યારે કારોબારી સપન્ન સમયે પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યુ કે, સમગ્ર દિવસ દરમ્યાન અલગ-અલગ સત્રોના માધ્યમથી અપેક્ષિત કાર્યકર્તાઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું, માન.પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ કેન્દ્ર સરકારના વિશેષ કાર્યો સંદર્ભે વાત કરીને વિશેષ ઉલ્લેખ કર્યો કે દેશની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એક સમય એવો હતો કે યુદ્ધના સમયે ભારત હંમેશા મુશ્કેલીમાં હોય એના બદલે યુદ્ધના સમયે પણ મોંઘવારીને કાબુમાં રાખવા માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રજાલક્ષી નિર્ણય કરે છે. યુદ્ધની સ્થિતિઓમા પણ ભારતના બાળકોને બચાવવા માટે સરકાર સફળ થાય માત્ર ભારતના જ નહીં પરંતુ પાકિસ્તાનના પણ વિધ્યાર્થીઓ ભારતનો રાષ્ટ્રધ્વજ લઈ જાય તો એમના માટે પણ રશિયા અને યુક્રેનની સેના જગ્યા કરી દે આ પ્રકારની વિદેશ નીતિની સફળતા નરેન્દ્ર મોદી ના શાસનની અંદર છે.

મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાજીએ વધુમાં જણાવ્યુ કે, આદરણીય પરશોત્તમ રૂપાલાજીએ 20 વર્ષના શાસન અને જ્યારે નરેન્દ્ર મોદી  ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી લઈને દેશના પ્રધાનમંત્રી તરીકે સેવા આપે છે અને આ 20 વર્ષ દરમ્યાન દેશની પ્રજા માટે, દેશના ગરીબો માટે, દેશના યુવાનો માટે, દેશની મહિલાઓ માટે, દેશના રમતવીરો માટે, દેશના સૈનિકો માટે જે વિશેષ કાર્યો કર્યા છે તે યાદ કરાવ્યા અને આ બધા જ કાર્યો આગામી સમયમાં ગુજરાતની જનતા વચ્ચે લઈ અને આગામી ચૂંટણીને ધ્યાને રાખીને 20 વર્ષના સુશાસનના કાર્યો સાથે ગુજરાતની પ્રજા વચ્ચે જવાનું આહ્વાન પરશોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવ્યું છે.પ્રદિપસિંહ વાઘેલાજીએ વધુમાં જણાવ્યુ કે, આગામી સમયના અલગ અલગ કાર્યક્રમો નક્કી થયા છે જે પૈકી નરેન્દ્ર મોદી સાહેબે દેશના પ્રધાનમંત્રી તરીકેના શપથ લીધા તેના 08 વર્ષ પૂરા થશે એના ભાગરૂપે 15 દિવસના અભિયાનમાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણનું અભિયાન દેશની અંદર થઈ રહ્યું છે જેના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં પણ આ અભિયાન ચાલશે.

ભાજપનો કાર્યકર્તા એ દેવ દુર્લભ કાર્યકર્તા છે. વર્તમાન જરૂરિયાતને સમજીને ભારતીય જનતા પાર્ટીના લગભગ 12 હજારથી પણ વધુ કાર્યકર્તાઓ અલ્પસમય માટે વિસ્તારક જઈને આગામી તા.12,13,14 જૂન 2022 દરમ્યાન ગુજરાતના અલગ અલગ બુથોમાં જઇ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી ગુજરાતના જેટલા પણ મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા તેમના વિકાસલક્ષી કાર્યો જે ગુજરાતની ધરતી પર થયા છે તે બધાજ કાર્યોનુ ભાથું લઈને 04 દિવસ બૂથ પ્રવાસ કરશે. પ્રાથમિક સદસ્ય અભિયાન દર 06 વર્ષે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને પ્રાથમિક સદસ્ય બનવું પડે છે અને તેની સાથે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાતા હોય છે. વિશ્વમાં સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી બની છે પરંતુ નરેન્દ્ર મોદી  તેમજ  ગૃહમંત્રી અમિત શાહ સાહેબે ભાજપાને સૌથી લોકપ્રિય અને મજબૂત બનાવી છે. ઘણા લોકોને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું હોય છે

ભાજપના માધ્યમથી દેશનું કામ કરવું હોય છે એમના માટે ગુજરાતમાં આગામી 06 જૂન થી લઈને 01 મહિના સુધી પ્રાથમિક સદસ્યતા અભિયાન શરૂ થશે.
પ્રદેશ મહામંત્રી રજની પટેલે આ કારોબારી વિશે જણાવતા કહ્યું હતું કે, ભાજપાએ રાજકીય પાર્ટી તો છે જ પરંતુ નિરંતર કાર્ય કરતી પાર્ટી પણ છે અને સામાજિક કાર્યો કરતી હોય છે. ચૂંટણીમાં કાર્યકર્તાઓ તરફથી આર્થિક સહયોગ મળે તેમજ કાર્યકર્તાઓના માધ્યમથી સમાજના લોકોનો પણ સહયોગ મળે તે માટે "ચૂંટણી સહયોગ નિધિ" ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના માધ્યમથી ચલાવવામાં આવશે.જે માટે પ્રદેશ ભાજપ દ્વારા 200 કરોડ નો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.જેમાં પ્રથમ દિવસે જ કારોબારી સભ્યો દ્વારા 14 કરોડ ની માતબર રકનો સહયોગ  "ચૂંટણી સહયોગ નિધિ" માં આપવા જાહેરાત કરવામાં આવી હતી.
આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખી વિસ્તારક યોજના ભાજપ મૂકી રહ્યું છે.

ત્યારે આ વિષય પર પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટે પ્રેઝન્ટેશન કરી  વિસ્તારક યોજના વિશે માહિતી આપી હતી. આ વિસ્તારક યોજનાના બે ભાગ છે 06 માસ માટે યુવા વિસ્તરકોને હવે પહેલા ફેઝમાં 104 નો વર્ગ થયો અને આ વિસ્તારકો 06 માસ માટે નીકળ્યા છે આ 06 માસ વાળા વિસ્તારકોનો બીજો ફેઝ આગામી જૂનના બીજા સપ્તાહમાં બાકીની વિધાનસભામાં જનાર છે. સમગ્ર 182 વિધાનસભા માટે આ વિસ્તારકો નીકળશે. સાથે-સાથે આગામી તા.11,12 અને 13 જૂન અલ્પકાલિન વિસ્તારકોની યોજના બનાવી છે 10,069 શક્તિ કેન્દ્રમાં 12,500 વિસ્તારકો નીકળશે. આ તમામ શક્તિકેન્દ્રો પર જઈને પેજ સમિતિના પ્રમુખો પેજ સમિતિના સદસ્યો, બુથની સમિતિ, બુથમાં રહેલા લાભાર્થીઓનો સંપર્ક કરવાના છે, બુથમાં રહેલા કી વોટર્સનો સંપર્ક કરવાના છે. આ અલ્પકાલિન વિસ્તારકમાં પ્રદેશનું નેતૃત્વ કરી રહેલા પ્રદેશ પદાધિકારીઓ અને રાજયસરકારમાં રહેલા તમામ મંત્રીશ્રીઓ તેમજ જિલ્લા અને મંડલ સુધીના પદાધિકારીઓ, કારોબારી સદસ્યો અને મોરચાના સદસ્યો આ તમામ કાર્યકર્તાઓ જોડાશે.

આ ભારતીય જનતા પાર્ટીનું વિરાટ અભિયાન છે અને આ વિરાટ અભિયાનના આધાર પર જૂન માસની 11,12,13 તારીખમાં પ્રદેશના 51 હજાર બૂથ સુધી ભારતિય જનતા પક્ષની વાત અમે પહોંચાડવાના છીએ અને પેજ સમિતિના સદસ્યો સુધીનો આ સંપર્કનો વિરાટ અભિયાન યોજાશે.

બેઠકમાં મહામંત્રી વિનોદ ચાવડાએ આઠ વર્ષ સેવા,સુશાસન અને ગરીબ કલ્યાણ અભિયાન અંગે સંબોધન કરતા જણાવ્યું કે, આગામી 30 મે ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની સરકાર અને ભાજપની એનડીએની સરકારને 8 વર્ષ પુર્ણ થાય છે 8 વર્ષના શાસનમાં આપણે પંડિત દિન દયાળજીની કલ્પના અને વિચારો ,દરિદ્રનારાયણની સેવા,અંત્યોદયની ભાવનાને ઉજાગર કરવું અને છેવાડાના માનવીની સેવા કરવી સરકારની યોજનાનો લાભ આપવો તે વાત ને સાર્થક આપણા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબે 8 વર્ષના સુશાસનમાં દરેક ક્ષેત્રના લોકોનો સમાવેશ કરીને  સરકારની યોજના જાહેર કરી લાભો આપ્યા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીના નેતૃત્વમાં અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબના માર્ગદર્શનમાં 30 તારીખે યોજનાનો પ્રારંભ થશે અને 15 તારિખ સુધી યોજના ચાલશે તેમાં બુથ સ્તરેથી મંડળ અને રાષ્ટ્રીય સ્તરના કાર્યકરો અલગ અલગ રીતે કામ કરી સાચા અર્થમા 8 વર્ષ સેવા અને સુશાસનની વાત, સિદ્ધીઓની વાત લોકો સુધી પહોંચાડા અંગે માહિતી આપી. 30 તારીખે રાષ્ટ્રીય અધ્યક્ષ કેન્દ્ર સરકારની ઉપલ્બધીઓની બુકનુ વિમોચન કરશે. 31 તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ કિસાન સન્માન નિધીના કાર્યક્રમમાં વર્ચ્યૂઅલ માધ્યમથી એક સાથે જોડાશે. આમ આગામી કાર્યક્રમોની માહિતી આપી હતી.

આ બેઠકમાં ડો.પ્રશાંત કોરાટે સંબોધનમાં જણાવ્યું કે, અટલ બિહારી વાજપાયના જન્મદિવસથી શરૂઆત કરી એક અઠવાડીયા સુધી યુવા મોરચાના કાર્યકરો વિસ્તારક યોજના થકી યુવા મિત્રો અભિયાન સમગ્ર ગુજરાતમાં ચલાવ્યું અને બે લાખ 92 હજારથી વધુ યુવાનોનો સંપર્ક કરી એક લાખ 72 હજારથી વધુ નવા યુવાનોને યુવામિત્ર કાર્ડ આપવામાં આવ્યું. આઝાદી કા અમૃત મહોત્સવ દેશ ઉજવી રહ્યો છે ત્યારે ભાજપા યુવા મોરચા દ્વારા આઝાદી- કા અમૃત મહોત્સવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. 6 એપ્રિલથી 25 એપ્રિલ સુઘી સતત 20 દિવસ સુધી ભાજપાના યુવા મોરચાના કાર્યકરો બાઇક યાત્રા દ્વારા 41 જીલ્લા મહાનગરમાથી 39 જીલ્લા મહાનગરમાં નવા ભારતનો સંદેશ, આત્મ ભારતનો સંદેશ, પહોચાડવામાં આવ્યો અને આ યાત્રા સમગ્ર ગુજરાતમાં 3500 કિમી બાઇક રેલીમાં સવાસોથી વધું યુવાનો બાઇક યાત્રામાં જોડાયા સાથે આ યાત્રામાં સ્વતંત્ર સેનાનીઓ અને કોરોના સમયમાં દેશની સેવા કરી પોતાનું બલિદાન આપ્યું તેમના ઘરે જઇ તેમના ઘરના આંગણાની માટી એકત્ર કરી શ્રદ્ધાંજલી આપવામાં આવી.

મહિલા મોરચાના પ્રમુખ દિપિકાબેન જણાવ્યું કે, મહિલા મોરચા દ્વારા સરકારની વિવિધ યોજનાઓ મહિલાઓ માટે સુકન્ય સમૃદ્ધી યોજના અને મારી દિકરી યોજના મુખ્ય છે મહિલાઓને આ યોજનાનો લાભ અપાવવામાં આવ્યો. 25 ડિસેમ્બરે  અટલબિહારી વાજપેયની જન્મજંયતીના દિવસે મહિલા જન પ્રતિનિધીઓને સુશાસન માટે અટલ પુરસ્કારથી સન્માનીત કરવામાં આવ્યા. ઉત્તર પ્રદેશના ચુંટણી પ્રચારમાં ગુજરાત પ્રદેશની આશરે 253 જેટલી મહિલાઓ જોડાઇ મહિલા દિન નિમિત્તે કચ્છ ખાતે સાધ્વી સંમેલન યોજાયું જેમાં આશરે એક હજાર જેટલા સાઘ્વી ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચુઅલ ઉસ્થિત રહી માગર્દર્શન આપ્યું. સસ્તા અનાજ વિતરણ દુકાનની મુલાકાત લઇ ગરીબ કલ્યાણ અન્ન યોજનાના મહિલા લાભર્થીઓ સાથે મફત રાશન સુવિધા અંગે વાર્તાલાપ કરી મહિલા લાભાર્થીઓનો સંપર્ક કર્યો.

કિસાન મોરચા પ્રમુખ હિતેશ પટેલે જણાવ્યું કે, કિસાન મોરચા થકી ગુજરાતમાં જયારે  નરેન્દ્ર મોદી  ગુજરાતના મુખ્યમંત્રી  હતા ત્યારે ગુજરાતની ખેતી સાથે કેટલા પ્રશ્નો જોડાયેલા હતા અને  નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા પછી ખેતીમાં કેટલુ પરિવર્તન આવ્યું આ વાતો નમો કિસાન પંચાયતની અંદર ખેડૂતોએ પોતે કહી અને નમો કિસાન પંચાયત કાર્યક્રમ પુર્ણ થાય ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો આભાર માનતા પોસ્ટકાર્ડ સાથે વ્યકિગત જીવનમાં જે ઘટના ખેતીક્ષેત્રે બની છે તેનો પણ ઉલ્લેખ કર્યો છે. આવા આશરે 60 હજારથી વધુ પોસ્ટકાર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને લખવામાં આવ્યા છે.

બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડએ સંબોધન કરતા જણાવ્યું કે, બક્ષીપંચ મોરચા દ્વારા આશરે એક મહિનાથી વધુ સમય થી ખાટલા બેઠક યોજવામાં આવી. જેમાં આશરે બે હજાર જેટલી ખાટલા બેઠક યોજવામાં આવી. ખાટલા બેઠક દ્વારા સવાથી દોઢ લાખ લોકોનો સંપર્ક કવામાં આવ્યો છે.

એસ.સી મોરચાના  પ્રમુખ  ડો.પ્રદ્યુમન વાજાએ જણાવ્યું કે, વર્ષ દરમિયાન જે નિશ્ચિત કાર્યક્રમો કરવામાં આવ્યા છે તેમાં જે દિવસો નક્કી કરવામાં આવ્યા છે જેમ કે બલિદાન દિવસ, સમર્પણ દિવસ,સુશાસન દિવસ 14 એપ્રિલ સમરસતા દિવની ઉજવણી થકી ગુજરાતમાં વિવિઘ સેવાકીય કાર્યક્રમો કરવામાં આવ્યા છે. સમરસ્તા દિવસની વિશેષ ઉજવણી બનાસકાંઠાના વડગામમાં પાલનપુરથી 15 કિમીની યાત્રા ડો.બાબાસાહેબ આંબેડકરજીની સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 14 સ્થળોએ અનુ.જાતિ સિવાયના વિવિધ સમાજના સમુદાયો દ્વારા બાબા સાહેબ આંબેડકરજીની સન્માન યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું. યાત્રા પછી સરમરસ્તા સંમેલનમાં  વિવિધ સમુદાય અને સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Published by: Kaushal Pancholi
First published: May 24, 2022, 1:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading