Gujarat cabinet Reshuffle : ભૂપેન્દ્ર પટેલનું મંત્રીમંડળ: 10 કેબિનેટ, 5 સ્વતંત્ર અને 9 રાજ્ય કક્ષાના મંત્રીએ લીધા શપથ, બે મહિલા મંત્રીનો સમાવેશ

News18 Gujarati
Updated: September 16, 2021, 3:28 PM IST
Gujarat cabinet Reshuffle : ભૂપેન્દ્ર પટેલનું મંત્રીમંડળ: 10 કેબિનેટ, 5 સ્વતંત્ર અને 9 રાજ્ય કક્ષાના મંત્રીએ લીધા શપથ, બે મહિલા મંત્રીનો સમાવેશ
નવા મંત્રીમંડળની શપથ બાદની તસવીર

Gujarat cabinet Reshuffle live updates: ભૂપેન્દ્ર પટેલ 'દાદા'ની ટીમમાં યુવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

  • Share this:
ગાંધીનગર: ગુજરાતમાં વિજય રૂપાણીએ (Vijay Rupani) રાજીનામું આપતા નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Gujarat CM Bhupendra Patel) બન્યા હતા. જે બાદ આખી ગુજરાત સરકારનાં મંત્રીઓમાં ફેરફાર (Gujarat Cabinet Reshuffle) કરી દેવામાં આવતા રાજકીય ભૂકંપ આવી ગયાની સ્થિતિ સર્જાઇ છે. જોકે, રિસામણા-મનામણા સાથે ગુરૂવારે બપોરે ગુજરાતની નવી કેબિનેટ શપથ ગ્રહણ (Gujarat cabinet Oath ceromony) સમારોહ પૂર્ણ થયો છે. ગુજરાત સરકારે (Gujarat Government) આપેલી માહિતી પ્રમાણે, નવા મંત્રીમંડળની શપથવિધિ આજે 1.30 કલાકે રાજભવન ખાતે શરૂ થઇ ગઇ હતી.

ભૂપેન્દ્ર પટેલની ટીમમાં કુલ 24 મંત્રીઓએ લીધા શપથ

ગુજરાત સરકારના મંત્રીમંડળમાં કુલ 24 મંત્રીઓએ શપથ લીધા છે, જેમાંથી 10 કેબિનેટ, 5 સ્વતંત્ર અને 9 રાજ્ય કક્ષાના મંત્રીએ  શપથ લીધા છે. જેમાં બે મહિલા મંત્રીનો સમાવેશ થયો છે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળમાં કુલ 25 મંત્રીઓનો સમાવેશ થાયે છે. નોંધનીય છે કે, મંત્રીમંડળની રચના બાદ સાંજે 4:30 વાગે મંત્રીમંડળની પ્રથમ બેઠક મળશે. જેમાં મંત્રીઓને ખાતાંની ફાળવણી કરવામાં આવશે.

10 કેબિનેટ મંત્રીઓએ શપથ લીધા

1. રાજેનદ્ર ત્રિવેદી (Rajendra Trivedi)
2. જીતુ વાઘાણી (Jitu Vaghani)3. ઋષિકેશ પટેલ (Hrishikesh Patel)
4. પૂર્ણેશ મોદી (Purnesh Modi)
5. રાઘવજી પટેલ (Raghavji Patel)
6. કનુભાઈ દેસાઈ (Kanubhai Desai)
7. કિરીટસિંહ રાણા (Kiritsinh Rana)
8. નરેશ પટેલ (Naresh Patel)
9. પ્રદીપ પરમાર (Pradip Parmar)
10. અર્જુનસિંહ ચૌહાણ (Arjunsinh Chauhan)



14 રાજ્ય કક્ષાના મંત્રીઓએ શપથ લીધા

11. હર્ષ સંઘવી (સ્વતંત્ર હવાલો)
12. જગદીશ પંચાલ (સ્વતંત્ર હવાલો)
13. બ્રિજેશ મેરજા (સ્વતંત્ર હવાલો)
14. જીતુ ચૌધરી (સ્વતંત્ર હવાલો)
15. મનીષા વકીલ (સ્વતંત્ર હવાલો)
16. મુકેશ પટેલ
17. નિમિષા સુથાર
18. અરવિંદ રૈયાણી
19. કુબેર ડિંડોર
20. કીર્તિસિંહ વાઘેલા
21. ગજેન્દ્રસિંહ પરમાર
22.રાઘવજી મકવાણા
23. વિનોદ મોરડીયા
24. દેવાભાઈ માલમ





  • પહેલી હરોળમાં રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, પૂર્ણેશ મોદી, રાધવજી પટેલે મંત્રીપદના શપથ લીધા છે.

  • બીજી હરોળમાં કનુ દેસાઇ, કિરીટ રાણા, નરેશ પટેલ, પ્રદીપ પરમાર, અર્જુન ચૌહાણે મંત્રીપદના શપથ લીધા છે.

  • ત્રીજી હરોળમાં તમામ રાજ્યકક્ષાના મંત્રીઓ હર્ષ સંઘવી, જગ્દિશ પંચાલ, બ્રિજેશ મેરજા, જીતુભાઇ ચૌધરી, મનીષા વકીલે  શપથ લીધા છે.

  • ચોથી હરોળમાં મુકેશ પટેલ, નીમિષા સુથાર, અરવિંદભાઇ રૈયાણી, કુબેરભાઇ ડિંડોળ, કિર્તીસિંઘ વાઘેલાએ મંત્રીપદના શપથ લીધા છે.

  • પાંચમી હરોળમાં ગજેન્દ્ર પરમાર, રાઘવજી મકવાણા, વિનોદ મોરડીયા અને દેવા માલમે મંત્રીપદના શપથ લીધા છે.


ચર્ચામાં ક્યારેય ન હતા એવા પૂર્ણેશ મોદીએ પણ લીધા શપથ

ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિની પહેલી હરોળમાં રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, પૂર્ણેશ મોદી, રાધવજી પટેલે મંત્રીપદના શપથ લીધા છે. આ તમામમાં પૂર્ણેશ મોદીનું નામ ચર્ચામાં ક્યારેય આવ્યું ન હતું. તેઓ દક્ષિણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે.

આ પણ વાંચો - Gujarat Cabinet Reshuffle: ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના પાટીદારોનો દબદબો: 4 લેઉવા અને 3 કડવા પટેલનો સમાવેશ

શપથ લેતા નેતાઓ


નવા મંત્રીમંડળમાં પાટીદાર પાવર દેખાશે

ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં ભૂપેન્દ્ર પટેલ સહિત અત્યાર સુધીના લિસ્ટ પ્રમાણે 7 પાટીદારનો સમાવેશ થાય છે. આ પટેલ નેતાઓમાં ઋષિકેશ પટેલ, વીનુ મોરડીયા, અરવિંદ રૈયાણી, રાઘવજી પટેલ, બ્રિજેશ મેરજા, જીતુ વાઘાણી, અને ખુદ ભૂપેન્દ્ર પટેલનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો- કુંવરજી બાવળિયાને નવા કેબિનેટમાં સ્થાન ન મળતા, કોળી સમાજનો ભભૂક્યો રોષ, વીંછીયા બંધ

બે મહિલાઓને પણ આપવામાં આવ્યુ સ્થાન

જે બાદ જોઇએ તો ઉત્તર ગુજરાતમાંથી એક પટેલ નેતા, દક્ષિણ ગુજરાતમાં 1 પટેલ, મધ્ય ગુજરાતમાં 1 પટેલ નેતા (મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ) અને સૌરાષ્ટ્રમાંથી 4 પાટીદારોનો સમાવેશ થાય છે. કુલ સાત નેતામાં 4 લેઉઆ પટેલ અને 3 કડવા પટેલનો સમાવેશ થાય છે. જ્યારે બે બ્રાહ્મણ રાજેન્દ્ર ત્રિવેદી (Rajendra Trivedi) અને કનુ દેસાઈ (Kanubhai Desai)નો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે 7 ઓબીસી (OBC) સમાજના અને ચાર આદિવાસી સમાજના નેતાઓનો સમાવેશ થાય છે. જૈન સમાજમાંથી એક નેતા હર્ષ સંઘવી (Harsh Sanghvi)નો સમાવેશ થાય છે. જ્યારે બે મહિલા મનિષા વકીલ (Manisha Vakil) અને નિમિષા સુથાર (Nimisha Suthar)નો સમાવેશ થાય છે.
Published by: Kaushal Pancholi
First published: September 16, 2021, 1:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading