ગુજરાત સરકારની દિવાળી ભેટ: વર્ગ 4નાં કર્મચારીઓને આપશે બોનસ


Updated: October 26, 2021, 2:19 PM IST
ગુજરાત સરકારની દિવાળી ભેટ: વર્ગ 4નાં કર્મચારીઓને આપશે બોનસ
CM ભુપેન્દ્ર પટેલ

Gujarat Government news: વર્ગ 4ના કર્મચારીઓને 3500 રૂપિયા બોનસ ચૂકવાશે. નાણાં વિભાગે બોનસ માટે ઠરાવ બહાર પાડ્યો છે. 

  • Share this:
ગાંધીનગર: આગામી સમયમાં આવી રહેલા દિવાળીના (Diwali) તહેવારોને ધ્યાને લઇને વર્ગ -4ના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે તેઓને બોનસ (Diwali Bonus) આપવાનો રાજ્ય સરકારે (Gujarat Government) નિર્ણય કર્યો છે.  ગુજરાતના વર્ગ 4ના કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે વર્ગ 4નાં કર્મચારીઓને દિવાળીની મોટી ભેટ આપી છે. વર્ગ 4ના કર્મચારીઓને 3500 રૂપિયા બોનસ ચૂકવાશે. નાણાં વિભાગે બોનસ માટે ઠરાવ બહાર પાડ્યો છે.

ઠરાવ પ્રમાણે, રાજ્ય સરકાર દ્વારા સાતમા, છઠ્ઠા અને પાંચમા પગારપંચમાં વર્ગ-4ના સંવર્ગમાં નિયમિત પગાર ધોરણમાં ફરજ બજાવતા કર્મચારીઓને 2020-21ના હિસાબી વર્ષ માટે 30 દિવસના વેતન જેટલું એડહોક બોનસ ચુકવવાનો નિર્ણય કર્યો છે.

6 મહિના થયા હોય તેમને આ મળવાપાત્ર છે

એડહોક બોનસની રકમની મહત્તમ મર્યાદા 3500 રૂપિયાની રહેશે. એડહોક બોનસનો લાભ ફક્ત વર્ગ -4ના કર્મચારીઓને મળવાપાત્ર થશે.
તા . 31 માર્ચ 2021ના રોજ નોકરીમાં ચાલુ હોય અને 2020-21ના વર્ષ દરમિયાન જેમણે ઓછામાં ઓછી 6 મહિના સળંગ નોકરી કરી હોય તે કર્મચારીઓ આ હુકમ અન્વયે કરેલ નોકરીના પ્રમાણમાં ચુકવણીને પાત્ર બનશે. પાત્રતાનો ગાળો નોકરીમાં મહિનાને સંખ્યાના આધારે ગણવામાં આવશે.

આ પણ  વાંચો- પાવર કૉરિડોર: દિવાળીની ગિફ્ટ લેવી પડી શકે છે મોંઘી! સરકારી ઓફિસો સહિત જિલ્લાઓમાં ACBની ટીમો ગોઠવવા સૂચનાએડહોક બોનસની રકમની મહત્તમ મર્યાદા 3500 રૂપિયાની રહેશે. એડહોક બોનસનો લાભ ફક્ત વર્ગ -4 ના કર્મચારીઓને મળવાપાત્ર થશે.  તા . 31 માર્ચ 2021ના રોજ નોકરીમાં ચાલુ હોય અને 2020-21ના વર્ષ દરમિયાન જેમણે ઓછામાં ઓછી 6 મહિના સળંગ નોકરી કરી હોય તે કર્મચારીઓ આ હુકમ અન્વયે કરેલ નોકરીના પ્રમાણમાં ચુકવણીને પાત્ર બનશે. પાત્રતાનો ગાળો નોકરીમાં મહિનાને સંખ્યાના આધારે ગણવામાં આવશે.
Published by: Kaushal Pancholi
First published: October 26, 2021, 2:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading