બનાસકાંઠા: ગરીબોને આપવાના અનાજમાં 1.91 કરોડનું કૌભાંડ આચરનારા બે ઝડપાયા


Updated: September 28, 2021, 11:27 AM IST
બનાસકાંઠા: ગરીબોને આપવાના અનાજમાં 1.91 કરોડનું કૌભાંડ આચરનારા બે ઝડપાયા
કૌભાંડ આચરી નાસતા ફરતા બંને આરોપીઓને ડીસા ડીવાયએસપીની ટીમે 238 દિવસ બાદ ઝડપી જેલના સળિયા પાછળ ધકેલ્યા છે.

પાલનપુમાં ગરીબોનું અનાજ ચાંંઉ કરનારા બે આરોપીઓએ સરકારી અનાજ ગોડાઉનનો 1.91 કરોડનો જથ્થો બારોબાર વેચી કૌભાંડ આચર્યું  હતુ. જેમા 238 દિવસ બાદ ગોડાઉન મેનેજર અને ઓડિટરની અટકાયત કરવામાં આવી છે.

  • Share this:
આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : પાલનપુર ખાતે સરકારી અનાજ ગોડાઉનમાં ગરીબોને આપવાનો જથ્થો બારોબાર વેચીને મસમોટું કૌભાંડ આચરનાર ગોડાઉન મેનેજર અને ઓડિટરની પોલીસે અટકાયત કરી છે. 1.91 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરી નાસતા ફરતા બંને આરોપીઓને ડીસા ડીવાયએસપીની ટીમે 238 દિવસ બાદ ઝડપી જેલના સળિયા પાછળ ધકેલ્યા છે.

આ રીતે કૌભાંડ આચર્યું હતુ

પાલનપુર ખાતે આવેલા સરકારી અનાજ ગોડાઉનમાંથી આઠ મહિના અગાઉ મેનેજરે 1.91 કરોડ રૂપિયાનો અનાજનો જથ્થો બારોબાર વેચી કૌભાંડ આચર્યુ હોવાની ઘટના બની હતી. પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ અચાનક વિજિલન્સની ટીમે તપાસ કરતા માલ ગોડાઉન મેનેજર નાગજીભાઈ રોત, ડોરસ્ટેપ ડિલિવરી કોન્ટ્રાક્ટર એમ. બી. ઠાકોર અને કિરણ એન્ડ પ્રદીપ એસોસિએટના પ્રતિનિધિ વિશાલ પંછીવાલાએ ભેગા મળી ગરીબોનો અનાજનો જથ્થો બારોબાર સગેવગે કરી દીધો હતો. જેમા કુલ 1.91 કરોડ રૂપિયાનો અનાજનો જથ્થો બારોબાર વેચી કૌભાંડ આચર્યું હતું,

આરોપીઓ પાંચ દિવસના રિમાન્ડ પર

જે અંગેની ફરિયાદ નોંધાયા બાદ, આ આરોપીઓ અત્યાર સુધી નાસતા ફરતા હતા. જ્યારે ડીસા ડીવાયએસપી ડો. કુશલ ઓઝાની ટીમે કૌભાંડી મેનેજર અને ઓડિટરને ઝડપી પાડી પાલનપુર એસીબીની કોર્ટમાં રજુ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તેમજ આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ ની શોધખોળ હાથ ધરી છે.


અન્ય આરોપીઓની પણ સંડોવણીની આશંકા

ઉલ્લેખનીય છે કે, અનાજ ગોડાઉનમાંથી આટલું મોટું કૌભાંડ આચરવામાં અન્ય આરોપીઓ પણ સંડોવાયેલા હોવાની પોલીસને પૂરેપૂરી શંકા છે. જેથી આ અનાજનો જથ્થો ક્યાં ક્યાં વેચ્યો છે તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

અમદાવાદમાં પણ ઝડપાયું હતું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ

થોડા સમય પહેલા, આવા જ અન્ય કિસ્સામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 49 કાળાબજારિયાઓ સામે ગુનો નોંધીને આઠ કૌભાંડીની ધરપકડ કરી હતી. આરોપીઓ નકલી સોફ્ટવેર બનાવી એમાં ડેટા કોપી કરી લેતા હતા. જેઓ અનાજ લેતા ન હતા તેમના નામે અનાજ લઈ વેચી દેતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી મોબાઇલ લેપટોપ, CPU સહિત રૂપિયા 1.64 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓએ જે ગ્રાહક અનાજ લેવા માટે ન આવે તે લોકોના ફિંગરપ્રિન્ટ અને ડેટા સોફ્ટવેર મારફત કોપી કરી લેતા અને એ ડેટા તારીખ જતી રહ્યા પછી અપડેટ થઈ જાય તો એને આધારે અનાજ બારોબાર સગેવગે થઈ જતું હતું.
Published by: Kaushal Pancholi
First published: September 28, 2021, 11:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading