ગુજરાત HCનો ચુકાદો: વડીલોપાર્જિત મિલકતમાં બહેનોનો ભાઈઓ જેટલો અધિકાર, ડીક્રી પછી પણ બહેનો હક માંગી શકે

News18 Gujarati
Updated: May 13, 2021, 9:43 AM IST
ગુજરાત HCનો ચુકાદો: વડીલોપાર્જિત મિલકતમાં બહેનોનો ભાઈઓ જેટલો અધિકાર, ડીક્રી પછી પણ બહેનો હક માંગી શકે
પ્રતીકાત્મક તસવીર

ભાઈઓએ ભલે પાર્ટિશનનો દાવો કરીને ડીક્રી મેળવી લીઘી હોય, પરતું ડીક્રી મેળવ્યા બાદ પણ બહેનો તેમાં જોડાઈ શકે છે

  • Share this:
માતાપિતાની મિલકતની લડાઇમાં હાઇકોર્ટે એક લાલબત્તી સમાન ચુકાદો આપ્યો છે. પિતાની મિલકત અંગે 31 વર્ષથી ભાઇ બહેનનો ઝઘડો કોર્ટમાં ચાલતો હતો. જેમાં પિતાના અવસાન બાદ દીકરાઓએ જમીનની માલિકી 3 ભાઇઓનાં નામે કરાવવા માટે ડિક્રી મેળવી લીધી હતી. જે સામે પાંચ બહેનોએ હાઇકોર્ટમાં અરજી કરીને પિતાની મિલકતમાં ભાગ મેળવવા દાદ માંગી હતી. હાઈકોર્ટે આ ચુકાદામાં જણાવ્યું કે, વડીલોપાર્જિત મિલકતમાં ભાઈઓએ ભલે પાર્ટિશનનો દાવો કરીને ડીક્રી મેળવી લીઘી હોય, પરતું ડીક્રી મેળવ્યા બાદ પણ બહેનો તેમાં જોડાઈ શકે છે. જોકે, આ કેસનાં નિર્ણય બાદ અનેક આવા કેસોનો નિવેડો આપમેળે જ આવી જશે.

બહેનોએ ચાર વર્ષ પહેલા હાઇકોર્ટનાં દ્વાર ખખડાવ્યાં હતા

આ કેસ અંગે મળતી માહિતી પ્રમાણે, વર્ષ 1975માં વલસાડના રતનજી ભાણા નામની વ્યક્તિના મૃત્યું પછી તેમની જમીનો તેમનાં પત્નીના નામે કરાઈ હતી. તેમનું અવસાન 1967માં થયા પછી તેમની જમીનો 3 પુત્રે દીવાની દાવો કરીને પાર્ટિશન પ્રાઇમરી ડીક્રી મેળવી લીધી હતી. તે સમયે તેમની 5 બહેને તેમાં દાવો કર્યો ન હતો. વલસાડ કોર્ટે ત્રણેય ભાઈને જમીન માટેની ડીક્રીની મંજૂરી આપી દીધી હતી, જેની સામે પાંચેય બહેને મિલકતમાં ભાગ લેવા અરજી કરી હતી, જે નીચલી કોર્ટે સાંભળવા ઇનકાર કરતા ચાર વર્ષ પહેલાં હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા જેમાં આવો નિર્ણય આપવામાં આવ્યો છે.

ગુજરાત પર વધુ એક સંકટ! TAUKTAE વાવાઝોડું દરિયાકાંઠે ટકરાઇ શકે, આવશે વાતાવરણમાં પલટો

હિંદુ વારસદાર અધિનિયમ 1956 શું કહે છે?

નોંધનીય છે કે, હિંદુ વારસદાર અધિનિયમ 1956માં સંશોધન કરીને દીકરા-દીકરીને પૈતૃક સંપત્તિમાં સમાન અધિકાર - હક આપવામાં આવ્યો છે. તે અનુસાર, જો દીકરી ઇચ્છે તો પૈતૃક સંપત્તિમાં પોતાના ભાગની માગણી કરી શકે છે. ભાઇની પૈતૃક સંપત્તિ જો ભાઇને પૈતૃક સંપત્તિનો ભાગ મળ્યો હોય અને એ નિ:સંતાન હોય તથા પોતાના ભાગની સંપત્તિની વસીયત ન લખી શક્યો હોય એવી સ્થિતિમાં તેના અન્ય ભાઇઓ તથા બહેનોને આ સંપત્તિ વારસામાં મળશે.કોરોનાના કહેર વચ્ચે રથયાત્રા પૂર્વની ચંદન યાત્રામાં ભક્તો જોડાઇ નહીં શકે, માત્ર મહંત, ટ્રસ્ટીની હાજરી હશે

જોકે એક વાર મિલકતની વહેંચણી થયા પછી આ સંપત્તિ તે મેળવનારની અંગત સંપત્તિ કહેવાશે, પૈતૃક સંપત્તિ નહીં, પરંતુ વસીયત અને વારસદાર ન હોય તો ભાઇ-બહેનોમાં વહેંચણી થઇ શકે છે.
Published by: Kaushal Pancholi
First published: May 13, 2021, 9:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading