ગુજરાતનાં યુવાનની 59 વર્ષના આધેડ પાસે સજાતીય સેક્સ સંબંધોની માંગ, નગ્ન ફોટાથી ધમકી, ઘાતક પરિણામ

News18 Gujarati
Updated: January 16, 2023, 11:38 PM IST
ગુજરાતનાં યુવાનની 59 વર્ષના આધેડ પાસે સજાતીય સેક્સ સંબંધોની માંગ, નગ્ન ફોટાથી ધમકી, ઘાતક પરિણામ
halol murder case

HALOL CRIME CASE: સજાતીય સંબંધોમાં અવાર નવાર પોતાની સાથે સુષ્ટી વિરૂધ્ધનું કૃત્ય કરવા દબાણ કરી પોતાના નગ્ન ફોટા વાયરલ કરવાની ધમકી આપતાં હત્યા કરી હોવાની આરોપીએ કરી કબુલાત.

  • Share this:
ગોધરા: હાલોલના રવાલીયા ગામના ગુમ થયેલા યુવકનો આખરે પોલીસને ભારે તપાસ બાદ મૃતદેહ મળી આવ્યો છે. પોલીસની તપાસમાં ખૂબ જ ચોંકાવનારી હકીકત સામે આવી છે. મિત્રએ જ મિત્ર સાથેના અનૈતિક સંબંધોમાં હદ વટી જતાં કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દઈ મૃતદેહને ખેતરમાં દાટી દીધો હતો. હાલોલ રૂરલ પોલીસ ટીમે એક સપ્તાહ સુધી જમીન દટાયેલી હાલતમાં ડીકમ્પોઝ સ્થિતિમાં મૃતદેહને ખોદી બહાર કાઢ્યો છે. ઉલ્લેખનીય છે કે, માત્ર બે વર્ષમાં જ અનૈતિક સંબંધોને કારણે મિત્રના હાથે જ મિત્રને મોતની સજા મળી છે અને સંબંધોનો કરુણ અંત આવ્યો છે. સુમન પણ ઘરેથી નીકળી મિત્ર રણછોડ રાઠવાના ખેતરે જ ગયો હતો.
આખો પરિવાર શોધવા માંડ્યો

હાલોલના રવાલિયા મોટુ ફળીયામાં રહેતો સુમનભાઇ ચંન્દ્રસિંહ પરમાર 7 જાન્યુઆરીએ રાત્રે પોતાના ઘરેથી હાલોલ જવાનું જણાવી બાઈક લઈને નીકળ્યો હતો. દરમિયાન સુમન પોતાનો મોબાઈલ ફોન પણ સાથે લઈ ગયો હતો. બીજી તરફ સુમન બીજા દિવસે ઘરે નહીં પહોંચતા તેના સ્વજનોએ સુમનનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સંપર્ક થયો નહોતો ત્યારબાદ પણ સુમન ઘરે પરત નહીં જતા પરિવારજનો ચિંતિત બન્યા હતા અને શોધખોળ આદરી હતી. આ ઉપરાંત સુમનના ભાઈએ હાલોલ ગ્રામ્ય પોલીસ મથકે પોતાનો ભાઈ ગુમ થયો હોવા અંગેની જાણ પોલીસને કરી હતી. જેના આધારે હાલોલ ગ્રામ્ય પોલીસ મથકના પીઆઇ આર. એ.જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમે સુમનની શોધ ખોળ આદરી હતી.

પોતે હત્યા કરી હોવાની કબુલાત કરી

પોલીસ દ્વારા તપાસ દરમિયાન ગુમ થયેલા સુમનના સગા સંબંધીઓને મિત્રોના નિવેદનો લેવા ઉપરાંત તેના મોબાઈલ અંગેનું ટેકનિકલ સર્વેલન્સ પણ કરવામાં આવ્યું હતું. દરમિયાન પોલીસને હાલોલ તાલુકાના નવાગામ રાઠવા ફળિયામાં રહેતા રણછોડભાઈ ભીમાભાઇ રાઠવા જે સુમનના મિત્ર હતા તેની વર્તુણક શંકાસ્પદ જણાઇ આવી હતી. જેથી પોલીસે રણછોડ રાઠવાની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી. સાથે જ તપાસ દરમિયાન સુમનનો મોબાઇલ ફોન પણ રણછોડ પાસેથી મળી આવ્યો હતો.જેથી પોલીસની શંકા વધુ ઘેરી બની હતી અને પોલીસે રણછોડ રાઠવાની ઘનિષ્ઠ પૂછપરછ કરતા તે પોલીસ સમક્ષ ભાંગી પડ્યો હતો અને સુમનને પોતે હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.
ખરાબ હાલતમાં મળી આવ્યો મૃતદેહ
ઉલ્લેખનીય છે કે, આ આધારે હાલોલ ગ્રામ્ય પીઆઇ અને ટીમ દ્વારા સ્થળની વિડીયોગ્રાફી અને પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં રણછોડ રાઠવાના ખેતરમાં તેણે બતાવેલી જગ્યા ઉપર ખોદકામ કરતા સુમનનો ડીકમ્પોઝ થયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.પોલીસે મૃતદેહનું પીએમ કરાવી અંતિમ સંસ્કાર માટે તેના સ્વજનોને આપ્યો હતો. બીજી તરફ પોલીસે પાવાગઢ પોલીસ મથકે આરોપી રણછોડભાઈ ભીમાભાઈ રાઠવા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.પોલીસને ભારે કસરત બાદ હત્યા અને ગુમ થયા અંગેનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.

આ પણ વાંચો: રાજકોટમાં 10 કરોડથી વધારેના પતંગ-દોરા વેચાઈ ગયા! એનાથી પણ મોટો છે આ ધંધો, કરોડોની કમાણી
 નગ્ન ફોટા વાયરલ કરવાની ધમકી આપતો હતો

અવાર નવાર પોતાની સાથે સુષ્ટી વિરૂધ્ધનું કૃત્ય કરવા દબાણ કરી પોતાના નગ્ન ફોટા વાયરલ કરવાની ધમકી આપતાં હત્યા કરી હોવાની આરોપીએ કરી કબુલાત. સુમન પરમાર અને રણછોડ રાઠવા વચ્ચે બે વર્ષ અગાઉ મિત્રતા થઈ હતી જેના બાદ બંને વચ્ચે નૈતિક સંબંધો હોવાની શક્યતાઓ વચ્ચે શું મને રણછોડ રાખવાના નગ્ન ફોટા પોતાના મોબાઈલમાં ક્લિક કરી લીધા હતા.

આ પણ વાંચો: Shani Gochar 2023: શનિની સાડાસાતી અને ઢૈયાનો પ્રભાવ, આ રાશિઓની કિસ્મત બદલાશે, શનીદેવનાં કોપથી બચવા કરો આ ઉપાય

જે ફોટા સુમન રણછોડને બતાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા માટે સતત માગણી અને દબાણ કરતો હતો સાથે જ જો એમ નહીં કરવા દે તો ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપતો હોવાથી આખરે રણછોડ એ પોતાના મિત્ર સુમનનું ટીમ ઢાળી દઈ પોતાના ફોટા વાયરલ થવાના ડરમાંથી મુક્તિ મેળવવા હત્યાનો કારસો રચી કાર્યો હતો.

ગુમ થયેલ યુવક સુમનના મિત્ર રણછોડ 59 વર્ષના છે. અને બંને વચ્ચે મિત્રતા હોવાનું તેઓ સ્વીકારી ચૂક્યા છે.

(નોંધ: આ ઘટનાની પોલીસ તપાસ ચાલી રહી છે જેના પગલે ઘટનાના વાસ્તવિક કારણો સુધી પહોંચવામાં આવી રહ્યું છે. આ ન્યૂઝ અત્યાર સુધી પ્રાપ્ત માહિતીના આધારે લખવામાં આવેલ છે)
Published by: Mayur Solanki
First published: January 16, 2023, 11:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading