ગાંધીનગર : વાલી મંડળમાં ફાંટા પડ્યા, સ્કૂલ ફી માફીનું કોકડું ગુંચવાયુ


Updated: September 29, 2020, 11:03 PM IST
ગાંધીનગર : વાલી મંડળમાં ફાંટા પડ્યા, સ્કૂલ ફી માફીનું કોકડું ગુંચવાયુ
ગાંધીનગર : વાલી મંડળમાં ફાંટા પડ્યા, સ્કૂલ ફી માફીનું કોકડું ગુંચવાયુ

મંગળવારે ફરી વાલીઓ અને શિક્ષણ મંત્રી વચ્ચે બેઠક ગોઠવાઈ હતી. પરંતુ આ બેઠકમાં સ્કૂલ સંચાલકો કેવીરીતે પહોંચી ગયા તે સવાલ પણ ઉઠ્યો છે

  • Share this:
ગાંધીનગર :  રાજ્યમાં સ્કૂલ ફી માફી કરવાનો મુદ્દો વધુ વિવાદિત બન્યો છે. કારણ કે શિક્ષણ મંત્રીને મળવા ગયેલા વાલી મંડળના અગેવાનોમાં જ બે ભાગ પડી ગયા છે. જેથી ફી માફીનો મુદ્દો ઉકેલાવાની જગ્યાએ વધુ પેચીદો બન્યો છે. ગુજરાત હાઈકોર્ટે ભલે સ્કૂલ ફી માફી કરવાનો નિર્ણય સરકાર પર છોડ્યો હોય પણ સરકાર માટે પણ હવે આ મામલે નિર્ણય કરવો અઘરો બની રહેવાનો છે.

કોરોના વાયરસના સંક્રમણને પગલે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું અને ત્યારથી જ રાજ્યમાં સ્કૂલ ફી ભરવાની વાતને લઈ વિવાદ વકર્યો છે. હજુ પણ આ વિવાદ શમવાનું નામ નથી લેતો. તેવામાં ગાંધીનગરમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે બેઠક કરવા ગયેલા વાલી મંડળના અગેવાનોમાં જ બે ભાગ પડી જતા ફી માફીનું કોકડું ગુંચવાયું છે. સ્કૂલ ફી માફી કરવી કે નહીં અને માફી કરવી તો કેટલી કરવી તે સવાલ ઉભો થયો છે અને શું ફી માફીનો નિર્ણય કર્યા બાદ આ વિવાદનો અંત આવશે કે કેમ તે કહેવું પણ મુશ્કેલ છે.

આ પણ વાંચો - અમરેલીનુ આંબરડી સફારી પાર્ક હવે વિશ્વના નકશે ચમકશે

બે દિવસ અગાઉ વાલી મંડળમાંથી નરેશ શાહ, ભાવિન વ્યાસ, અમિત પંચાલ, કમલ રાવલ સહિત આગેવાનો ભુપેન્દ્રસિંહને મળવા ગયા હતા. તેમાં સરકાર દ્વારા 25 ટકા ફી માફીની વાત કરાઈ હતી જ્યારે વાલી મંડળમાં 50 ટકા અને 100 ટકા ફી માફીની માંગ કરાઈ હતી. જેના કારણે તે દિવસે મિટિંગમાં ફી મામલે કોઇ નિરાકરણ આવ્યું ન હતુ. ત્યારબાદ મંગળવારે ફરી વાલીઓ અને શિક્ષણ મંત્રી વચ્ચે બેઠક ગોઠવાઈ હતી. પરંતુ આ બેઠકમાં સ્કૂલ સંચાલકો કેવીરીતે પહોંચી ગયા તે સવાલ પણ ઉઠ્યો છે. એટલું જ નહીં સ્કૂલ સંચાલકોને કોણે ગાંધીનગર બોલાવ્યા તે સવાલો પણ ઉઠ્યા હતા. તેવામાં સ્કૂલ ફી માટે મિટિંગમાં વાલી મંડળના નરેશ શાહ અને ભાવિન વ્યાસ તેમજ સ્કૂલ સંચાલકો જ પહોંચ્યા હતા. જ્યારે અન્ય વાલી મંડળના સભ્યો અને આગેવાનોને મિટિંગમાં તેમનો પક્ષ રજૂ કરવાની તક નહીં મળતા વાલી મંડળમાં બે ગ્રૂપ પડી ગયા હતા.

મિટિંગ માટે ગાંધીનગર આવેલા અન્ય વાલી મંડળના આગેવાનો કમલ રાવલ, અમિત પંચાલ, મિતેષ ભાઈ અને સતીષ ભાઈ સહિતના આગેવાનો મિટિંગમાં નહીં જઇ શકતા તેઓ રોષે ભરાયા હતા અને ફી માફીની વાત કોરાણે મુકાઈ ગઈ હતી. ત્યારે સવાલ એ થાય છે કે વાલી મંડળના બે આગેવાનો અને સ્કૂલના સંચાલકો અને શિક્ષણ મંત્રી વચ્ચે શુ ચર્ચા થઈ તે ના પર સવાલો ઉઠ્યા છે. સરકાર ફી માટે કોઈ નિરાકરણ લાવી શકે છે કે કેમ તેના ઉપર પણ મોટો સવાલ છે.
Published by: Ashish Goyal
First published: September 29, 2020, 11:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading