હું અઠવાડિયામાં ત્રણ વખત માસ્ટરબેટ કરું છું, મારે ટેવ બદલવી જોઇએ કે નહીં?

News18 Gujarati
Updated: April 5, 2021, 7:07 PM IST
હું અઠવાડિયામાં ત્રણ વખત માસ્ટરબેટ કરું છું, મારે ટેવ બદલવી જોઇએ કે નહીં?
કામની વાત

. મેસ્ટરબેશનથી સ્વાસ્થ્યને ઘણાં ફાયદા થાય છે આપનો મૂડ ઠીક કરે છે. ઉંઘ સારી આવે છે. તાણ ઓછી થાય છે. પ્રોસ્ટેટ સ્વસ્થ રહે છે અને ઇમ્યૂનિટીનો સ્તર વધે છે. ખાસ કરીને પુરુષોમાં

  • Share this:
પ્રશ્ન: હું અઠવાડિયામાં ત્રણ વખત માસ્ટરબેટ કરુ છું. તેનાંથી મારી તાણ ઓછી થાય છે. આ સારુ કહેવાય કે નહીં. કે એવું તો નથી ને કે મારે મારું ધ્યાન બીજે ક્યાંય લગાવવું જોઇએ? કારણ કે રાત્રે સુતા સમયે જ મારા લિંગમાં ઉત્તેજના (Erection) આવે છે.

જવાબ: કોઇ વ્યક્તિએ કેટલી વખત મેસ્ટરબેટ કરે છે તે અલગ અલગ વ્યક્તિ પર નિર્ભર છે. આપ કેટલી વખત મેસ્ટરબેટ કરો છો આ આપને ઉત્તેજિત કરનારા હોર્મોનનાં સ્તર પર છે. આપની યૌન આદત કેવી છે. આપનાં પાલન પોષણનાં ધાર્મિક અને સાંસ્કૃતિક રિવાજને જોતા માસ્ટરબેશન પ્રત્યે આપનો નજરિયો કેવો છે. આપની યૌન જરૂરિયાત શું છે તેનાં પર નિર્ભર કરે છે. આ વાત ક્યાય લખેલી નથી કે કોઇ વ્યક્તિએ કેટલી વખત મેસ્ટરબેટ કરવું જોઇએ.

આ સાચી વાત છે કે માસ્ટરબેશન સારી વાત છે. આ અલગ અલગ વ્યક્તિ પર નિર્ભર કરે છે. આપ કેટલી વખત મેસ્ટરબેટ કરો છો. મેસ્ટરબેશનથી સ્વાસ્થ્યને ઘણાં ફાયદા થાય છે આપનો મૂડ ઠીક કરે છે. ઉંઘ સારી આવે છે. તાણ ઓછી થાય છે. પ્રોસ્ટેટ સ્વસ્થ રહે છે અને ઇમ્યૂનિટીનો સ્તર વધે છે. ખાસ કરીને પુરુષોમાં

જો આપને યૌન ઉત્તેજનાનો અનુભવ થાય છે તો આપ જેટલી વખત ઇચ્છો માસ્ટરબેશન કરી શકો છો. બસ આ તમારુ જનૂન ન બની જવું જોઇએ. આપનાં દૈનિક જીવનમાં હસ્તક્ષેપ કરવાનું શરૂ ન કરવો જોઇએ. અને સાર્થક રિલેશનશિપમાં બાધા ન બનવી જોઇએ. આ ક્યારેય એવું કામ નથી જે આપને નુક્શાન પહોંચાડે. જ્યારે તે આપને નુક્સાન પહોચાડે છે ત્યારે તે લત બની જાય છે. (Masturbation Addiction) જેવી કોઇ વાત હોતી નથી. કેટલાંક લોકો તે સમયે પણ માસ્ટરબેટ કરે છે જ્યારે તેઓ ઉત્તેજિત હોતા નથી. જો કોઇ જનૂનમાં આવીને માસ્ટરબેટ કરે છે તો તેઓ તેમનાં જનનાંગને નુક્સાન પહોંચાડે છે. અને પોતાનાં ઉપર નિયંત્રણ નથી કરી શકતા. જો તમે તમારા કામ પર જાઓ છો.. મિત્રોને મળો છો.. પરિવાર સાથે સમય વિાતવો છો. ન કે રૂમમાં ને રૂમમાં ભરાઇ રહો છો અને આખો દિવસ માસ્ટરબેશનનાં વિચારો અને તે માણવામાં સમય વિતાવો છો ત્યાં સુધી તે કંઇ જ ખરાબ નથી. એવું કહેવાય છે કે, જે પુરુષો તેમની યુવાવસ્થામાં ક્યારેય મેસ્ટરબેટ નથી કર્યું કે તેઓ સમય પહેલાં પૂર્વ સ્ખલન (Ejaculation)ની સમસ્યાથી ગ્રસ્ત હોય છે કારણ કે તેમનાં લિંગ જરૂરથી વધુ સંવેદનશીલ થઇ જાય છે. મેસ્ટરબેશન આપને આપનાં પાર્ટનરની સાથે સંભોગની નેટ પ્રેક્ટિસ જેવું હોય છે તેથી તે કરતાં રહેવું.

જો આપ ઇચ્છો તો દર આંતરા દિવસે કરી શકો છો. આપનું શરીર પણ સ્વાભાવિક રૂપે તેમ અનુભવ કરશે. જ્યાં સુધી જબરદસ્તી અને જનૂનની સ્થિતિમાં આપ નથી તો તમારા માટે માસ્ટરબેશન ફાયદાકારક છે. આપ અઠવાડિયામાં ત્રણ નહીં પાંચ વખત પણ કરી શકો છો. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અઠવાડિયામાં પાંચ વખત સ્ખલિત (Ejaculation) થવું પૌરુષ ગ્રંથિ (પ્રોટેસ્ટ) માટે સારુ માનવામાં આવે છે.

આપનાં યૌન સ્વાસ્થ્યની જાતે જ દેખરેખ રાખવાની જરૂર છે. આપે ખુશ રહેવું. એ મહત્વનું છે. આપ આપનાં મનમાં આ અંગે કોઇ ભ્રમ ન પાળો
Published by: Margi Pandya
First published: April 5, 2021, 7:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading