સુરત મનપાનો નિર્ણય: 5મે સુધી હોટસ્પોટ વિસ્તારથી ત્રણ કિમીની ત્રિજ્યામાં કોઈ દુકાન નહીં ખુલે
Updated: September 30, 2021, 1:04 AM IST
હોટસ્પોટ વિસ્તાર કે પોઝિટિવ દર્દી હોય તેના ઘરથી ત્રણ કિમીના વિસ્તારમાં આવશ્ય ચીજ-વસ્તુ સિવાયની દુકાનોને ખોલવાની મંજૂરી નહીં મળે
હોટસ્પોટ વિસ્તાર કે પોઝિટિવ દર્દી હોય તેના ઘરથી ત્રણ કિમીના વિસ્તારમાં આવશ્ય ચીજ-વસ્તુ સિવાયની દુકાનોને ખોલવાની મંજૂરી નહીં મળે
કેન્દ્ર સરકાર દ્વારા શહેરી વિસ્તારમાં નાની દુકાનો-ધંધા-રોજગાર કેટલીક શરતોને આધિન ખુલ્લી કરવાના નોટિફિકેશનો આધારે રાજ્ય સરકારે પણ બપોરે રીવ્યૂ કરી ક્લ્સ્ટર કન્ટેઇનમેન્ટ વિસ્તારો સિવાયની એરિયામાં નાની દુકાનો-ધંધા-રોજગાર શરૂ કરવાની મંજૂરી આપી છે.
જોકે, દરેક શહેર-જિલ્લા સ્તરે રાજ્ય સરકારના નિર્ણયની સમીક્ષા કરી સ્થાનિક સ્તરે અંતિમ નિર્ણય શક્ય છે. જેના ભાગરૂપે સુરત મનપા દ્વારા આગામી 5મે સુધી, હોટસ્પોટ વિસ્તાર અને કોઇ પોઝિટિવ કેસ હોય તેની ૩ કિ.મી.ની ત્રિજ્યામાં આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની અન્ય કોઇ દુકાનો ખોલવાની મંજૂરી ન આપવાનો નિર્ણય કર્યો છે. આ અંગેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
મનપા કમિ. પાનિએ જણાવ્યું કે, સરકારે હવે ધીમે-ધીમે લોકડાઉનમાં રાહત આપી ધંધા-રોજગારને પુનઃ ટ્રેક પર લાવવાનો પ્રયાસ કરી રહી છે. જેના ભાગરૂપે આજે કેન્દ્ર સરકારના નોટિફિકેશન અને રાજ્ય સરકારની સુચનાથી નાની દુકાનો-ધંધાકીય લોકો માટે વ્યવસ્થા શરૂ કરવાનું નક્કી કરાયું છે. પરંતુ સુરત શહેરમાં હોટસ્પોટ વિસ્તારોની સંખ્યા ઘણી વધુ છે અને કોરોના સંક્રમણ વધુ ફેલાઇ શકે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.
જેથી શહેરના હિતમાં આગામી 5મે સુધી એટલે કે વધુ 10 દિવસ, હોટસ્પોટ વિસ્તાર કે પોઝિટિવ દર્દી હોય તેના ઘરથી ત્રણ કિ.મી.ની ત્રિજ્યામાં હાલ અમલી આવશ્યક ચીજવસ્તુઓની દુકાન-સેવા સિવાય અન્ય કોઇ દુકાન-ધંધા શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
શહેરના તમામ ઝોનમાં ૨૪ જેટલા હોટસ્પોટમાં લગભગ ૧૦૦ ટકા વિસ્તારો રેડઝોનમાં છે. આ સ્થિતિમાં શહેરમાં મુશ્કેલથી કોઇ વિસ્તાર એવો રહેશે કે હોટસ્પોટ વિસ્તાર કે પોઝિટિવ કેસની ત્રણ કિ.મી. ની ત્રિજ્યાથી બહાર રહી શકે.
Published by:
user_1
First published:
April 25, 2020, 10:46 PM IST