સુરતની તાપી નદીમાં કોરોના વાયરસ છે કે નહીં તે જાણવા 11 જેટલા સેમ્પલ લેવાયા


Updated: June 22, 2021, 3:59 PM IST
સુરતની તાપી નદીમાં કોરોના વાયરસ છે કે નહીં તે જાણવા 11 જેટલા સેમ્પલ લેવાયા
પ્રતિકાત્મક તસવીર

સેમ્પલો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે મોકલવામાં આવ્યા છે

  • Share this:
સુરત : રાજ્ય સરકારની સૂચના બાદ પાણીમાં કોરોનાના અંશ શોધી કાઢવા પાલિકા તંત્ર દ્વારા તાપી નદી સહિતના અલગ અલગ સ્થળોએથી અગિયાર જેટલા સેમ્પલો લેવામાં આવ્યા છે. જે સેમ્પલો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે મોકલવામાં આવ્યા છે. અમદાવાદ બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણીના સેમ્પલો લેવામાં આવ્યા છે. પાણીમાંથી કોરોનાના અંશો શોધી કાઢવા માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. જેના પગલે પાલિકાએ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિત તાપી નદીમાંથી પાણીના સેમ્પલો લીધા છે. ઉપરાંત ડ્રેનેજમાંથી પણ સેમ્પલો લેવાયા છે. જે સેમ્પલો પાલિકાએ તપાસ અર્થે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે મોકલી આપ્યા છે. જે રિપોર્ટની પાલિકા દ્વારા વાટ હાલ જોવામાં આવી રહી છે.

અમદાવાદમાંથી જે પ્રકારે પાણીમાંથી કોરોનાના અંશ મળી આવ્યા છે, તેને જોતા રાજ્ય સરકાર હરકતમાં આવી છે. પાલિકા તંત્ર હાલ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. સુરતમાં કોરોનાના કેસો ઘટતા પ્રથમ લિંબાયત ઝોન કોરોના મુક્ત ઝોન બન્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાની થર્ડ વેવની આગાહી કરવામાં આવી છે. જેને લઈ તંત્ર દ્વારા હમણાંથી અગમચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે. સુરત તાપી નદીમાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે તેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો - બનાસકાંઠામાં જૈન સમાજ વિરુદ્ધ ઝેર ઓકતા અનુપ મંડળ સામે કાર્યવાહી કરવાની માંગ

દેશની નદીઓ સાથે અમદાવાદની સાબરમતી નદીમાં કોરોનાનો વાયરસ મળી આવ્યો હતો. તેને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારના કાર્યવાહી કરવામાં આવી છે. ખાસ કરીને સુરતની તાપી નદી સાથે આજુબાજુના વિસ્તારોમાં આવેલા જળાશયોના સેમ્પલ પણ આગામી દિવસમાં લેવામાં આવશે.

સુરત મહાનગરપાલિકાએ આગોતરું આયોજન કર્યું છે ત્યારે જોવાનું રહ્યું કે સુરતમાં લીધેલા સેમ્પલમાં કયા પ્રકારના રિપોર્ટ આવે છે અને ત્યાર બાદ મનપા દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે.
Published by: Ashish Goyal
First published: June 22, 2021, 3:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading