સુરત : વરસતા વરસાદ વચ્ચે સિટી બસમાં લાગી ભીષણ આગ, જુઓ ઘટનાનો વીડિયો


Updated: September 24, 2021, 5:27 PM IST
સુરત : વરસતા વરસાદ વચ્ચે સિટી બસમાં લાગી ભીષણ આગ, જુઓ ઘટનાનો વીડિયો
સુરત : સિટી બસમાં ભીષણ આગ લાગી

City bus fire in Surat- બસમાં સવાર મુસાફરોમાં ચીચીયારી મચી ગઈ, પોતાનો જીવ બચાવવા બસનો ડ્રાઇવર બસમાંથી કૂદી ગયો

  • Share this:
સુરત : શહેરમાં (Surat)એક બાજુ ભારે વરસાદ (Rain)વરસી રહ્યો હતો. વરસતા વરસાદ (Rain in Surat)વચ્ચે ઘોડદોડ રોડ ખાતે એક સિટી બસમાં આગ લાગી (City bus fire in Surat)હતી. એટલું જ નહીં આગ (fire in Surat)એટલી ભીષણ હતી કે આખી બસને લપેટામાં લઇ લીધી હતી. જેના કારણે સ્થળ ઉપર અફરાતફરી મચી ગઈ હતી. પોતાનો જીવ બચાવવા બસનો ડ્રાઇવર બસમાંથી કૂદી ગયો હતો. જયારે અંદર બેઠેલા 15 જેટલા મુસાફરો પણ સમયસર બસની નીચે ઉતરી જતા મોટી જાનહાની ટળી ગઈ હતી. ઘટના અંગે જાણ કરવામાં આવતા ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગને કાબુમાં કરવાનો પ્રયત્ન કર્યો હતો.

સુરતના ઘોડદોડ રોડ પર રંગીલા પાર્ક સામે વરસતા વરસાદમાં એક મુસાફરોથી ભરેલી સિટી બસમાં આગ લાગી જતા ભાગદોડ મચી ગઇ હતી. બસમાં સવાર મુસાફરોમાં ચીચીયારી મચી ગઈ હતી. જેથી તાત્કાલિક મુસાફરોને સલામત રીતે નીચે ઉતારી દેવાયાં હતાં. બપોરે 12.30 વાગ્યાની આસપાસ એક સિટી બસ ઘોડદોડ રોડ પાસેથી પસાર થઇ રહી હતી ત્યારે બસમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો અને કાંઈક બળવાની વાસ આવવા લાગી હતી ત્યારે ડરાઇવર પ્રમોદ પાટિલે બસમાં સવાર 15 જેટલા મુસાફરોને તાત્કાલિક નીચે ઉતરી જવાનું કહ્યું હતું.

આ પણ વાંચો - સુરત : વેપારીની હત્યાનો ભેદ ઉકેલાયો, 500 રૂપિયાની લેતીદેતીમાં પાડોશીએ જ કર્યું હતું મર્ડરએક બાજુ ઘબરાયેલા મુસાફરો બસમાંથી - ઉતરવા લાગ્યા હતા ત્યારે આગ ભીષણ બની જતા ડ્રાઇવર પણ બસમાંથી કૂદી ગયો હતો. ઘટનાના પગલે સ્થળ ઉપર ભારે ભાગદોડ મચી ગઈ હતી. ઘટના અંગે જાણ કરવામાં આવતા ફાયર કર્મીઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળવવાની કામગીરી શરુ કરી હતી. અડધા કલાક જેટલા સમયની ભારે જહેમત બાદ આગ ઓલાવવામાં આવી હતી.

આ પણ વાંચો - વલસાડ : ધડોઇ ડેમ નજીક નદીમાં પ્રેમી યુગલ ફસાયું, પથ્થર પર એકાંતની પળો માણી રહ્યા હતા

જાણવા મળ્યા મુજબ ડ્રાયવરે સમયસૂચકતા વાપરી મુસાફરોને નીચે ઉતરી જવાનું કહ્યું હતું તેમજ પોતે પણ કૂદી ગયો હતો જેથી મોટી જાનહાની ટળી ગઈ હતી.
Published by: Ashish Goyal
First published: September 24, 2021, 5:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading