સુરત : કોરોનાથી મૃત્યુ પામતા લોકોની અંતિમવિધિ કરતા એકતા ટ્રસ્ટની મદદ માટે કિન્નર સમાજ આગળ આવ્યો


Updated: April 12, 2021, 9:56 PM IST
સુરત : કોરોનાથી મૃત્યુ પામતા લોકોની અંતિમવિધિ કરતા એકતા ટ્રસ્ટની મદદ માટે કિન્નર સમાજ આગળ આવ્યો
સુરત : કોરોનાથી મુત્યુ પામતા લોકોની અંતિમવિધિ કરતા એકતા ટ્રસ્ટની મદદ માટે કિન્નર સમાજ આગળ આવ્યો

કપરા સમયમાં એક્તા ટ્રસ્ટને આર્થિક રીતે મજબૂત બનાવવા કિન્નર સમાજની પહેલ આવકાર દાયક છે

  • Share this:
સુરત : સુરતમાં કોરોનાથી મૃત્યુ પામતા લોકોની અંતિમક્રિયા માટે એકતા ટ્રસ્ટ છેલ્લા એક વર્ષથી સતત મહેનત કરી રહ્યું છે. ત્યારે સાચા અર્થમાં કોરોના વોરિયર્સ એવા અને દરેક જાતિના લોકોની અંતિમક્રિયા કરી સમાજને એકતાનું ઉદાહરણ પૂરું પડતા આ કામને રોકડ દાન આપવા આજે સુરતમાં કિન્નર સમાજ આગળ આવીને 56 હજારનું દાન આપીને સમાજને એક નવી રાહ ચીંધી છે

કોરોના મહામારી છેલ્લા એક વર્ષથી ચાલી રહી છે ત્યારે કોરોનામાં મૃત્યુ પામતા લોકોની અંતિમક્રિયા સુરતના એકતા ટ્રસ્ટના નેજા હેઠળ કરવામાં આવે છે. આ ટ્રસ્ટ મુસ્લિમ આગેવાન દ્વારા ચાલવા આવે છે. ત્યારે પોતાના જીવની પરવા કર્યા વગર સતત એક વર્ષથી કોઈ પણ ધર્મના લોકોની તેમની લાગણી ના દુભાય તે રીતે તેમના રીતિ રિવાજ પ્રમાણે અંતિમ ક્રિયા કરી સમાજમાં એકતાનો સંદેશો આ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવ્યો છે. સાચા અર્થમાં કોરોના વોરિયર્સ એવા આ ટ્રસ્ટના આગેવાન અબ્દુલ મલબારી એક્તા ટ્રસ્ટ 35 વર્ષથી બિનવારસી લાશોની અંતિમવિધિ સાથે બિનવારસી દર્દીઓની સેવામાં કામ કરી રહી છે. 9 જેટલી એમ્બ્યુલન્સ સમાજ દ્વારા ફાળવવામાં આવી છે. અનેક સમાજ અને સંસ્થાઓની આર્થિક મદદથી આ કાર્યો પૂરા થઈ રહ્યા છે. ત્યારે આવા કાર્ય માટે મદદ કરવા સુરતનો કિન્નર સમાજ આગળ આવ્યો છે. 56 હજારનું દાન આપીને માનવતા મહેકાવી છે.

આ પણ વાંચો - રાજકોટ : કોરોનામાં સ્વજનોની અંતિમવિધિમાં પરિવારજનો સ્મશાને જતા નથી, ત્યારે RSSના સ્વયંસેવકો બજાવે છે ફરજ

કિન્નર સમાજના આગેવાને કહ્યું હતું કે આવી મહામારીમાં જ્યારે પરિવાર મૃતક સ્વજનોની અંતિમવિધિ નથી કરી શકતો. આવા સમયમાં એક્તા ટ્રસ્ટ અંતિમવિધિ કરી કરવાનું કામ કરી રહ્યું છે. જે લોકો સમાજનું ધ્યાન રાખતા હોય એમનું ધ્યાન રાખવાની જવાબદારીના ભાગ રૂપે અમે એક્તા ટ્રસ્ટને આર્થિક મદદ કરી છે.

કચ્છનો ભૂકંપ હોય કે કેદારનાથ-બદ્રીનાથની દુર્ઘટના, સુરતના પુર હોય કે હાલ ચાલી રહેલી કોરોનાની માહામારીના સમયમાં સતત રાત-દિવસ કામ કરતી એક્તા ટ્રસ્ટની કામગીરી સરાહનીય છે. આવા કપરા સમયમાં એક્તા ટ્રસ્ટને આર્થિક રીતે મજબૂત બનાવવા કિન્નર સમાજની પહેલ આવકાર દાયક છે.
Published by: Ashish Goyal
First published: April 12, 2021, 9:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading