લગ્ન પ્રસંગમાં કંઈ પણ જમતા પહેલા 100 વખત વિચારજો, સુરતમાં જમણવાર બાદ મહેમાનોની તબિયત લથડી

News18 Gujarati
Updated: May 25, 2022, 9:57 AM IST
લગ્ન પ્રસંગમાં કંઈ પણ જમતા પહેલા 100 વખત વિચારજો, સુરતમાં જમણવાર બાદ મહેમાનોની તબિયત લથડી
કતારગામમાં લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ મહેમાનોન ફૂડ પોઇઝનિંગ થયું છે.

Surat latest news: નિત્યાનંદ ફાર્મમાં લગ્ન પ્રસંગ હતો જેમાં આશરે 1500 લોકોએ ભોજન લીધું હતું. લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ આમંત્રિત મહેમામોની તબિયત બગડવા લાગી હતી

  • Share this:
સુરત: રાજ્યમાં હાલ લગ્નનો (marriage in Surat) માહોલ જામ્યો છે ત્યારે જમણવારમાં ફૂડ પોઇઝનિંગના (food poisoning in Surat) કિસ્સા પણ સામે આવી રહ્યા છે. શહેરના (Surat news) કતારગામમાં લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ 500 જેટલા લોકોને ફૂડ પોઇઝનિંગ થયું છે. જેમાંથી 92 લોકોને સારવાર આપવામાં આવી છે. જેમાથી 46 લોકોને વિવિધ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય 46 લોકોને ઘરમાં જ સારવાર અપાઇ રહી છે. હાલ તમામ લોકોની સ્થિતિ સામાન્ય છે.

આરોગ્ય વિભાગ પણ દોડતું થયુ

આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરના કતારગામ ઘનશ્યામ પાર્કમાં લગ્ન પ્રસંગ યોજાયો હતો. નિત્યાનંદ ફાર્મમાં લગ્ન પ્રસંગ હતો જેમાં આશરે 1500 લોકોએ ભોજન લીધું હતું. લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ આમંત્રિત મહેમામોની તબિયત બગડવા લાગી હતી. જેમા 500 લોકો ફૂડ પોઈઝનિંગના શિકાર બન્યા હતા. આ ઘટનાની જાણ થતા આરોગ્ય વિભાગ પણ દોડતું થઈ ગયુ હતું.

આ પણ વાંચો: સુરતમાં કચરાપેટીમાંથી આવતો હતો વિચિત્ર અવાજ, પ્લાસ્ટિકની બેગ ખોલતા જ પોલીસ બોલાવી

જમણવારમાં હતી રબડી

આ અંગે જે ઘરે લગ્ન પ્રસંગ હતો તેમના પરિવારના માલવિયા પરેશે માહિતી આપી હતી કે, અમારે 23 તારીખે સાંજના લગ્ન હતા. જેમાં અનેક લોકોને જમ્યા બાદ તબિયત બગડી હતી. લોકોને ઝાડા ઉલ્ટી અને તાવ આવતો હતો. કોઇને દવા લેવાથી સારું થઇ ગયુ તો કોઇને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. કૃણાલભાઇના રાજ કેટરર્સ જમવાનો ઓર્ડર આપ્યો હતો. લગ્ન પ્રસંગમાં રબડી રાખવામાં આવી હતી, જેના કારણે આ થયુ હોય શકે છે.આ પણ વાંચો: ગુજરાતના વાતાવરણમાં આવ્યો પલટો, બે દિવસ વરસાદની આગાહી

વાનગીઓના નમૂના લઈ ટેસ્ટિંગ માટે મોકલાયા

એસએમસીની આરોગ્ય વિભાગની ટીમે ઘરે જઈને તાત્કાલિક ઓપીડી શરૂ કરી હતી. આરોગ્ય અધિકારી સ્થળ પર દોડી ગયા હતા. ભોજન સમારંભમાં વાનગીઓના નમૂના લઈ ટેસ્ટિંગ માટે મોકલાયા હતા. 92 લોકોને ફૂડ પોઇઝનિંગ થયું, જે પૈકી 42 લોકોને અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.


આ અંગે મેયર હેમાલી બોઘાવાલાએ કહ્યુ કે, આરોગ્યની ટીમ દ્વારા આ મામલે તપાસ કરાઈ રહી છે. જવાબદાર લોકો સામે પગલા લેવાશે. તંત્ર ખડેપગે સારવારની કામગીરીમાં લાગી ગયુ છે.
Published by: Kaushal Pancholi
First published: May 25, 2022, 9:47 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading