સુરતના યુવાને લગ્નની લાલચ આપીને છત્તીસગઢની યુવતી પર આચર્યું દુષ્કર્મ, ઝડપાયો


Updated: June 9, 2022, 3:50 PM IST
સુરતના યુવાને લગ્નની લાલચ આપીને છત્તીસગઢની યુવતી પર આચર્યું દુષ્કર્મ, ઝડપાયો
આરોપી ઝડપાયો

Surat News: ઈમરાન યુવતીને મળવા હોટલમાં ગયો હતો અને તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. યુવતી બાદમાં વતન પાછી ચાલી ગઈ હતી.

  • Share this:
સુરત : ફેસબુક પર સંપર્કમાં  આવી મિત્રતા કરનારી યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. છતીસગઢની યુવતીને લગનની લાલચ આપી સુરતના ટીનેજરે બોલાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જોકે, યુવતીએ આ મામલે યુવકની સુરતના મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધરપકડ કરી છે.

આજના ઝડપી યુગમાં યુવકો યુવતીને ફેસબુકના માધ્યમથી મળતા હોય છે. જોકે, યુવક અને યુવતી એક બીજાના સંપર્કમાં આવ્યા બાદ તેમને પ્રેમ થતો હોય છે. આ પ્રેમને લઈને તેઓ એકબીજા સાથે લગ્ન કરવા માટે ભાગી જવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. ત્યારે ફેસબુકની મિત્રતા બાદ યુવતીને લગ્નની લાલચ આપી ભગાડી જતી યુવતીઓ માટે સુરતમાં લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.

આ પણ વાંચો:  સુરતના ATMની અંદર ચપ્પૂની અણીએ લૂંટાયો યુવક, જુઓ CCTV ફૂટેજ

સુરતના ફૂલવાડી ભરીમાતા રોડ નરમાવાલા કોટેજીસ એ/37 રો 3 ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા અને ટાઇલ્સનું કામ કરતા 19 વર્ષીય મો.ઈમરાન રાઝા અજમુલ્લાહ રાઈનની facebook ના માધ્યમથી છત્તીસગઢની 19 વર્ષીય યુવતી સાથે મિત્રતા થઈ હતી. જોકે, આ યુવતીને આઠ મહિનાની યુવક સાથેની મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થઇ હતી. ઈમરાને યુવતીને લગ્નનો વાયદો કરી સુરત બોલવતા તે પરિવારને જાણ કર્યા વિના ગત 1 એપ્રિલના રોજ સુરત આવી હતી અને સ્ટેશન વિસ્તારની એક હોટલમાં રોકાઈ હતી. ઈમરાન યુવતીને મળવા હોટલમાં ગયો હતો અને તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. યુવતી બાદમાં વતન પાછી ચાલી ગઈ હતી.

આ યુવાને યુવતીને લગ્નની લાલચ આપી ફરી વખત ૧૫મી મેના રોજ સુરત બોલાવી હતી અને તે સંસ્થાની હોટલમાં રોકાયા હતા. આ સમયે પણ આ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા અને પછી તેણે યુવતીને કહ્યું હતું કે, આપણી વચ્ચે કોઇ સંબંધ નથી. ફોનમાંથી ફોટા અને ચેટ ડિલીટ કરી દે. તે યુવતી સાથે શારીરિક સંબંધ બાંધી તરછોડી દેતા યુવતીએ યુવક વિરુદ્ધ સુરતના મહિધરપુરા પોલીસ મથકના બળાત્કારની ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી બળાત્કાર ગુજારનાર નરાધમની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Published by: Kaushal Pancholi
First published: June 9, 2022, 3:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading