રોજગારી માટે સુરત આવેલા પરપ્રાંતિય યુવકને મળ્યું મોત, લોકોએ ચોર સમજીને મારી નાખ્યો

News18 Gujarati
Updated: November 24, 2021, 1:00 PM IST
રોજગારી માટે સુરત આવેલા પરપ્રાંતિય યુવકને મળ્યું મોત, લોકોએ ચોર સમજીને મારી નાખ્યો
ચોર સમજીને થાંભલે બાંધીને માર મારતા યુવકના મોત ને પગલે સુરતની સચિન પોલીસે સાત લોકો વિરૂદ્ધ હત્યાનો ગુનો કર્યો

ચોર સમજીને થાંભલે બાંધીને માર મારતા યુવકના મોત ને પગલે સુરતની સચિન પોલીસે સાત લોકો વિરૂદ્ધ હત્યાનો ગુનો કર્યો

  • Share this:
સુરત: શહેરના (Surat) સચિન વિસ્તારમાં એક યુવકને તાલીબાની સજા (Talibani punishment to man in Surat) આપવામાં આવી છે. રોટીની તલાશમાં આવેલા મહારાષ્ટ્રના યુવકને ચોર સમજી થાંભલે બાંધીને માર મારવામાં આવ્યો હતો. તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતુ. જોકે, પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી સાત લોકો વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.

લોકોએ યુવકને તાલિબાની સજા આપી 

સુરતમાં જાહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ વખતે સુરતના લોકોએ કાયદો હાથમાં લઇ એક યુવકને તાલીબાની સજા આપી છે. સુરતના સચિન વિસ્તારમાં આવેલા શ્રીરામ નગર ખાતે ગતરોજ એક યુવકને સ્થાનિક લોકોએ ચોર સમજીને પકડી લીધો હતો. આ યુવક કાંઈ બોલે તે પહેલા લોકોએ તેને થાંભલે બાંધીને લાકડીના ફટકા અને મુક્કાઓનો વરસાદ કર્યો હતો. જેના કારણે યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું.

આ પણ વાંચો - 'હું પત્નીથી છુપાઇને પાટણ આવ્યો છું', ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કેમ કહ્યું આવુ?

યુવક કામની શોધમાં હતો

પોલીસને આ ઘટનાની જાણકારી મળતા તે તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ મામલે તપાસ શરૂ કરી હતી. ત્યારે મરનાર યુવક મહારાષ્ટ્રથી રોજીરોટીની તલાશમાં સુરતના સચિન ખાતે આવ્યો હતો. મૃતક મિલમાં મજૂરી કરી પોતાના પરિવારને આર્થિક મદદ કરવાનું વિચારી રહ્યો હતો. જોકે, યુવક આવીને કામ ધંધાની શોધ કરે તે પહેલા જ લોકોએ તેને ચોર સમજીને પકડી પાડી માર મારતાં તેનું મોત થયું હતું.ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

પોલીસે આ મામલે યુવકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપી હત્યાનો બનાવનો ગુનો દાખલ કરી લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. આ લોકને પકડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.જોકે, યુવકના મોતના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. નોંધનીય છે કે, સુરતમાં લોકો અલગ-અલગ રાજ્યોમાંથી આવી અને અહીંયા વસતા હોય છે ત્યારે આ યુવક રોજીરોટીની તલાશમાં તો આવ્યો પણ અહીંયા તેને રોજીરોટી નહીં પણ મોત મળ્યું. જોકે સમગ્ર મામલાને લઇને પોલીસ ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરશે તેમ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.
Published by: Kaushal Pancholi
First published: November 24, 2021, 12:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading