મુંબઇથી ડ્રગ્સ લાવી ત્રણ ગઠિયા સુરતમાં વેચવતા હતા, પોલીસથી બચવા અપવાની હતી આવી ટ્રિક


Updated: September 25, 2021, 7:24 AM IST
મુંબઇથી ડ્રગ્સ લાવી ત્રણ ગઠિયા સુરતમાં વેચવતા હતા, પોલીસથી બચવા અપવાની હતી આવી ટ્રિક
આરોપીઓની ધરપકડ

Surat News: મુંબઈથી ખરીદી સુરતમાં આવી કારમાં MD ડ્રગ્સ છૂટક વેચાણ કરતા હોવાની કબુલાત.

  • Share this:
સુરત : શહેરમાં (Surat) MD ડ્રગ્સના (MD Drugs in Surat) વઘી ગયેલા દુષણને ડામી દેવા કડક અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે સુરતના કડોદરા ન્યુ ચેકપોસ્ટ પાસેથી કારમાં ગેરકાયદેસર એમડી ડ્રગ્સના જથ્થા સાથે ક્રાઈમ બ્રાન્ચે (Surat Crime branch) ત્રણ જણને ઝડપી પાડયા છે. પોલીસે તેઓની પાસેથી 19 લાખની કિંમતનું 196 ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કર્યું હતું. પોલીસ આરોપીની પૂછપરછ કરતા તેઓ મુંબઈથી (Mumbai) ખરીદી કારમાં MD ડ્રગ્સ સુરતમાં આવીને છૂટક વેચાણ કરતા હતા. જોકે પોલીસે આરોપીની ધરપકડ કરી આ ડ્રગ્સ શહેરમાં કોને કોને આપવાના હતા તે અંગેની પૂછપરછ હાથ ધરી છે.

કારમમાં હતો એમડી ડ્રગ્સનો જથ્થો 

સુરતનું યુવાધનને નશાની ટેવ પડી રહી છે ત્યારે સુરતમાં ચાલતા નશાના કારોબારને નાબૂદ કરવા માટે સુરત પોલીસ દ્વારા ” NO DRUGS IN SURAT CITY” અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત સુરત ક્રાઈમ બ્રાન્ચે કડોદરા નિયોલ ચેકપોસ્ટ પાસેથી ગેરકાયદેસર MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડયો હતો. સુરત શહેર ક્રાઇમબ્રાંચની ટીમને મળેલી બાતમીનાં આધારે સુરત કડોદરા રોડ ઉપર નિયોલ ચેક પોસ્ટ ઉપર વોચ ગોઠવી એક કારને ઝડપી પાડી હતી.  કારમાં તપાસ કરતા તેમાંથી ગેરકાયદેસર એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે કારમાં સવાર ઇમરાન અબ્દુલ રશીદ શેખ, ઇમરાન ઉર્ફે બોબા ફકરૂદીન ખાન અને મુઆઝ ઉર્ફે માજ ઇબ્રાહીમ સૈયદને ઝડપી પાડ્યા હતા.

૨૮.૪૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો

પોલીસે તેઓની પાસેથી ૧૯૬.૨ ગ્રામનું ૧૯.૬૨ લાખની કીમતનું ડ્રગ્સ, કાર અને મોબાઈલ મળી ૨૮.૪૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા તેઓ આ એફેડ્રોન નાર્કોટિક્સ ડ્રગ્સનો જથ્થો મુંબઇ નાલાસોપારા ખાતેના એક ઇસમ પાસેથી ખરીદ કરી ફોરવ્હીલર ગાડીમાં સુરત લાવી શહેરના વિસ્તારમાં છૂટકમાં વેચાણ કરતા હોવાનું જણાવ્યું હતું. જોકે પોલીસે આ મામલે આરોપીઓ સુરત શહેરમાં કોણે કોણે એમ.ડી.ડ્રગ્સનો જથ્થો આપવાના હતા તે અંગે કોઈ વાત જણાવી ન હતી.

આ પણ વાંચો - ઉપલેટા બ્લાસ્ટ : જે ભંગારના ડેલાએ રોજીરોટી આપી ત્યાં જ પિતા-પુત્રને મળ્યું મોત! હચમચાવી નાખતી ઘટનાઆરોપીઓ અગાઉ અનેક ગુનામાં પોલીસનાં હાથે ઝડપાઈ ચુક્યા છે

જેથી પોલીસે આ આરોપીઓની તે દિશામાં પૂછપરછ હાથ ધરી છે. જોકે આ આરોપીઓ અગાઉ અનેક ગુનામાં પોલીસનાં હાથે ઝડપાઈ ચુક્યા છે. જે પૈકી આરોપી ઇમરાન ઉર્ફે બોબા ફકરૂદ્દીન ખાન હત્યાના પ્રયાસનાં ગુનામાં ૨૨ મહિના જેલમાં વિતાવીને બહાર આવ્યો છે. જોકે હાલ પોલીસે આ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં આ અગાઉ પણ કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાઈ ચુક્યું છે.
Published by: Kaushal Pancholi
First published: September 25, 2021, 7:11 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading