સુરત : જેલવાસમાં ભાઈબંધ બનેલા શખ્સનો બે યુવકો પર જીવલેણ હુમલો, ચપ્પાના 15થી વધુ ઘા ઝીંકતા એકનું મોત


Updated: October 16, 2021, 3:19 PM IST
સુરત : જેલવાસમાં ભાઈબંધ બનેલા શખ્સનો બે યુવકો પર જીવલેણ હુમલો, ચપ્પાના 15થી વધુ ઘા ઝીંકતા એકનું મોત
પોલીસે (police)ગુનો નોંધી તપાસ હાથ ધરી

Murder in Surat- યુવકને પેટ, ગળા તથા શરીરના અન્ય ભાગો ઉપર ચપ્પુના 15 ઘા માર્યા

  • Share this:
સુરત : સુરતના (Surat)ડિંડોલીમાં ગરબા (Garba)રમી સોસાયટીના નાકે ઉભા રહી મિત્ર સાથે વાત કરી રહેલા યુવકને ચપ્પાના 15થી વધુ ઘા ઝીંકી મોતને (Murder)ઘાટ ઉતારી દેવાતા ચકચાર મચી ગઇ છે. મૃતકના જેલવાસમાં ભાઈબંધ બનેલા શખ્સે જ ચપ્પાના ઉપરા છાપરી ઘા મારી ઢીમ ઢાળી હતું. બનાવ અંગે પોલીસે (police)ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ડિંડોલીમાં ખરવાસા રોડ પર જલારામ નગર, સોસાયટીમાં રહેતો ગણેશ રાજેન્દ્ર કુમાવત સિલાઇના કારખાનામાં જોબ કરે છે. ગત 14મીએ રાત્રે મિત્ર સુજીત ઉર્ફે સોનુ છપરી સાથે સોસાયટીમાં ગરબા રમવા ગયો હતો. ગરબા રમી સોસાયટીમાં નાસ્તો અને આઇસ્ક્રીમ ખાધા બાદ મોડીરાત્રે 1 વાગ્યે તેઓ સોસાયટી પાસેની ખુલ્લી જગ્યામાં ઉભા રહી વાતો કરતા હતા. ત્યારે નજીકમાં રહેતો સાહિલ પ્રદિપ બોકરેજ, ગુરૂપ્રિતસિંગ ઉર્ફે અમન પાજી પણ ત્યાં હાજર હતા. આ દરમિયાન સુજીત અને અમન પાજી એકબીજાના પરિચયમાં હોય તેઓ બંને પણ સાઇડ પર વાતો કરવા લાગ્યા હતા. આ દરમિયાન અચાનક તેઓ વચ્ચે ઝઘડો થયો હતો. અમને ચપ્પુ કાઢી સુજીતને ચપુના ઘા ઝીંકી દીધા હતા. ત્યારબાદ સાહિલે પણ સુજીત પર ચપ્પાથી હુમલો કર્યો હતો. બંનેએ આડેધડ ચપ્પાના ઘા ઝીંકતા હોવાથી ગણેશ વચ્ચે બચાવવા પડ્યો હતો. જોકે ગણેશ ઉપર પણ હુમલો થતા ગભરાઇને ગણેશ દોડી ગયો હતો.

આ પણ વાંચો - વલસાડ : ‘હું તમને નોકરીમાં ખુશ રાખીશ, તમે મને ખુશ રાખો, નહી તો નોકરીમાંથી કાઢી મુકીશ

સોસાયટીના લોકો દોડી આવતા અમન અને સાહિલ ભાગી છૂટ્યા હતા. લોહીલુહાણ હાલતમાં પડેલા સુજીતનું સ્થળ પર જ મોત થઇ ગયું હતુ. ગણેશને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. મરનાર સુજીત ઉર્ફે સોનુ છપરી અને હત્યારો અમન પાજી નામનો યુવાન જેલવાસ દરમિયાન પરિચયમાં આવ્યા હતા. આ હુમલામાં મિત્ર સુજીતને બચાવવા જતા ગણેશ નામનો યુવાન પણ ઘવાયો હોવાનું જાણવા મળ્યું છે.

બનાવ અંગે ગણેશ કુમાવતે ફરિયાદ આપતા ડિંડોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી સાહિલ પ્રદિપ અને ગુરૂપ્રિતસીંગ ઉર્ફે અમન પાજી સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. બંને આરોપી પોલીસની રડારમાં આવી ગયા હોવાનું જાણવા મળે છે. પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક અને આરોપી બંને ગુનાઇત ઇતિહાસ ધરાવે છે. સુજીત ઉર્ફ સોનુ હની ટ્રેપના ગુનામાં જેલમાં ગયો હતો તો અમન પાજી દુષ્કર્મનો આરોપી છે. જેલમાં બંને વચ્ચે મિત્રતા થઇ હતી. જામીન પર છૂટી બંને બહાર આવ્યા હતા. ગત રાત્રે પણ બંને વચ્ચે જેલની વાતો ચાલી રહી હતી ત્યારે અચાનક કોઇક મુદ્દે રકઝક થયા બાદ ખૂની ખેલ ખેલાયો હતો.
Published by: Ashish Goyal
First published: October 16, 2021, 3:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading