ઓલપાડના MLAએ સ્મશાનમાં લાકડાં આપવાની ખાત્રી આપતા લોકોએ આડે હાથે લીધા


Updated: April 23, 2021, 10:48 PM IST
ઓલપાડના MLAએ સ્મશાનમાં લાકડાં આપવાની ખાત્રી આપતા લોકોએ આડે હાથે લીધા
ઓલપાડના MLAએ સ્મશાનમાં લાકડાં આપવાની ખાત્રી આપતા લોકોએ આડે હાથે લીધા

લોકો મરી જાય ત્યારબાદ લાકડા આપવાના બદલે લોકોને બેડ, ઈન્જેક્શન, ઓક્સિજન અને વેન્ટિલેટર પુરા પાડીને લોકોના જીવ બચાવવા જોઈએ તેવી કોમેન્ટો કરી રહ્યા છે

  • Share this:
સુરત : સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કોરોના મહામારી કહેર મચાવી રહી છે. હોસ્પિટલમાં બેડ પણ નથી મળતા જેન લઈને પ્રદેશ પ્રમુખ દરેક ધારાસભ્યને પોતાના વિસ્તારમાં કોવિડ સેન્ટર ઉભા કરી લોકોને મદદ કરવાની અપીલ કરી રહ્યા છે. ત્યારે ઓલપાડના ધારાસભ્યએ અંતિમ ક્રિયા માટે ઓલપાડના સ્મશાનના સંચાલકોને લાકડાની ટ્રક આપી વધુ લાકડા આપવાની ખાતરી આપતો મેસેજ ફરતો થતા ધારાસભ્યને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા ગુજરાતના ધારાસભ્યને પોતાના વિસ્તરમાં એક કોવિડ સેન્ટર ઉભું કરી દર્દીઓની મદદ કરવા માટે આગળ આવાની અપીલ કરવામાં આવી છે. ત્યારે કેટલાક ધારાસભ્ય પોતાના વિસ્તારમાં કોવિડ સેન્ટર ઉભું કરી લોકોની મદદ માટે આગળ આવ્યા છે. ત્યારે સુરત જિલ્લાના ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ કોવિડ સેન્ટર ખોલી લોકોના જીવ બચાવવના સ્થાને ઓલપાડ સ્મશાન ખાતે પહોંચ્યા હતા અને મરનાર લોકોની અંતિમ ક્રિયા માટે સ્મશાન સંચાલકોને લાકડાની એક ટ્રક આપી હતી અને વધુ લાકડાની જરૂર પડે તો તેની પણ વ્યવસ્થા કરી આપવાની બાંહેધરી આપી હતી.

ધારાસભ્યએ લાકડા આપવાની પોસ્ટ સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરતાં ટ્રોલ થઈ રહ્યાં છે. તેમના જ મત વિસ્તારના લોકોનો આક્રોશ ફાટી નિકળ્યો છે. લોકો મરી જાય ત્યારબાદ લાકડા આપવાના બદલે લોકોને બેડ, ઈન્જેક્શન, ઓક્સિજન અને વેન્ટિલેટર પુરા પાડીને લોકોના જીવ બચાવવા જોઈએ તેવી કોમેન્ટનો મારો થઈ રહ્યો છે. એક બાજુ ધારાસભ્ય, સાંસદ અને રાજકીય અગ્રણીઓ લોકોને સારવાર મળે તે માટે કોવિડ કોમ્યુનિટી અને આઈસોલેશન સેન્ટર ખોલી લોકોની સારવાર કરી રહ્યાં છે. ઓલપાડની હાલત કફોડી થઈ રહી છે. ઓલપાડ તાલુકામાં કોવિડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. આવી સ્થિતિ છતાં આ ધારાસભ્ય લોકોની મદદ કરી તેમના જીવ બચાવવાના સ્થાને તેમની મરણ ક્રિયાની તૈયારી કરી રહ્યા છે.

આ પણ વાંચો - મોરબી : દીકરીના જન્મદિવસે નવ કોવિડ સેન્ટરોને 99999 રૂપિયાની આર્થિક સહાય કરી બર્થ ડેની ઉજવણી કરીધારાસભ્યની પોસ્ટ પર આ પ્રકારની થઈ રહી છે કોમેન્ટ- લાકડા આપીને મદદ કરતાં કોઈનો જીવ બચે એ માટે દવા અને ઓક્સિજનની વ્યવસ્થા કરવાની જરૂર છે. આશા છે કે આપ સમજી શકો છો.

- જીવતા જોગ હોસ્પિટલમાં બેડ નહીં, ઈન્જેક્શન નહીં, વેન્ટિલેટર નહીં, ઓક્સિજન નહીં અને મર્યા પછી લાકડાં આપવા બદલ ધારાસભ્યશ્રીને ખુબ ખુબ અભિનંદન. જો આવા ધારાસભ્ય બધી જગ્યાએ મળી જાય તો જય શ્રી રામ

- ઓલપાડ તાલુકામાં એક પણ સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનની લાઈન, બાઈપેપ કે વેન્ટિલેટર હોય તો કહેજો, લાકડા તો મળી રહેશે અને મૃતદેહ લઈ જવા માટે લારી પણ. હલકી પ્રસિદ્ધિવાળી સ્મશાનમાં લાકડાની પોસ્ટ

- ઘણાં દેશદ્રોહીઓ તમારા આ સરાહનીય કાર્યનો વિરોધ કરી રહ્યાં છે જેથી કરીને તમે આ પોસ્ટને ડિલિટ કરી દો. પણ સાહેબ તમને પુ. આશારામ અને ચિન્મયાનંદના સોગંધ છે પોસ્ટ ડિલિટ કરી તો. હું કહું છું એક એક લાકડાં પર તમારો ફોટો અને નામ સાથેના સ્ટીકર લગાવો

- લાકડાનું ગૌરવ લેવા કરતાં લાકડાની જરૂર ન પડે તેવી વ્યવસ્થા ઉભી કરવી જોઈએ જેમ કે ઓક્સિજન બેડ અને વેન્ટીલેટરની
Published by: Ashish Goyal
First published: April 23, 2021, 10:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading