પીએમ નરેન્દ્ર મોદી સોમવારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુરત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિપુજન કરશે


Updated: January 17, 2021, 11:29 PM IST
પીએમ નરેન્દ્ર મોદી સોમવારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુરત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિપુજન કરશે
પીએમ મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુરત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિપુજન કરશે

સુરત મેટ્રો પ્રોજેકટ ફેઝ-1અંતર્ગત સરથાણાથી ડ્રીમ સિટી 21.61 કિ.મી. વિસ્તારમાં 20 જેટલા સ્ટેશનોનું નિર્માણ થશે.

  • Share this:
સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 18મી જાન્યુઆરીના રોજ સવારે 9.30 વાગે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુરત મેટ્રો ટ્રેન પ્રોજેકટનું ભૂમિપુજન કરશે. આ વેળાએ સુરત ખાતેના ડાયમંડ બુર્સ ખાતે આયોજીત કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વર પરમાર, આરોગ્યમંત્રી કિશોર કાનાણી, સાંસદ દર્શનાબેન જરદોશ, સાંસદ સી.આર.પાટીલ, પ્રભુભાઈ વસાવા, ધારાસભ્યઓ ઉપસ્થિત રહેશે.

ડાયમંડ સિટી સુરત ખાતે મેટ્રો ટ્રેન પ્રોજેકટ કુલ 12020 કરોડ રૂપિયા કરોડના ખર્ચે સાકારિત થશે. જેમાં સુરત મેટ્રો પ્રોજેકટ ફેઝ-1અંતર્ગત સરથાણાથી ડ્રીમ સિટી 21.61 કિ.મી. વિસ્તારમાં 20 જેટલા સ્ટેશનોનું નિર્માણ થશે. સરથાણાથી નેચર પાર્ક, વરાછા ચોપાટી ગાર્ડન, સ્વામિનારાયણ મંદિરના સ્ટેશનો એલીવેટેડ જયારે કાપોદ્રાથી લાભેશ્વર ચોક, સેન્ટ્રલ વેરહાઉસ, સુરત રેલ્વે સ્ટેશન, મસ્કતી હોસ્પિટલ, ચોકબજાર સુધીના અંડરગ્રાઉન્ડ સ્ટેશનો બનશે. આગળ જતા કાદરશાની નાળ, મજુરાગેટ(ઈન્ટર કનેકટેડ સેન્ટર), રૂપાલી કેનાલ, અલથાણ ટેનામેન્ટ, વી.આઈ.પી. રોડ, વુમન આઈ.ટી.આઈ., ભીમરાડ, કન્વેન્શન સેન્ટર તથા ડ્રીમ સિટી સુધી એલીવેટેડ સ્ટેશનો બનશે.

આ પણ વાંચો - ભારત પાસેથી કોરોના વેક્સીન લેશે નેપાળ, સપ્લાઇની જાહેરાત આગામી સપ્તાહે સંભવ

કાપોદ્રાથી ગાંધીબાગ સુધીના 6.47 કિ.મી.ના છ જેટલા અન્ડર ગ્રાઉન્ડ સ્ટેશનો બનશે. જેમાં પ્રથમ ફેઝની ડ્રીમ સિટી ખજોદથી કાદરશાની નાળ સુધી 11.6 કિ.મી. માટે 779 કરોડ રૂપિયાનું ટેન્ડર મંજૂર થયું છે જયારે કાપોદ્રાથી સુરત રેલ્વે સ્ટેશન સુધી 3.55 કિ.મી. સુધી 1073 કરોડના ખર્ચે તથા રેલ્વે સ્ટેશનનાથી ચોકબજાર સુધી 3.46 કિ.મી. સુધી 941 કરોડ રૂપિયાના ખર્ચે ટેન્ડરો મંજૂર કરવામાં આવ્યા છે.

મેટ્રો ટ્રેનના બીજા ફેઝમાં ભેસાણથી સારોલી સુધીના 18.74 કિ.મી.ના વિસ્તારમાં 18 સ્ટેશનોનું નિર્માણ થશે. જેમાં ભેસાણ, બોટનિકલ ગાર્ડન, ઉગત વારીગૃહ, પાલનપુર રોડ, એલ.પી.સવાણી રોડ, પરફોર્મિંગ આર્ટ સેન્ટર, અડાજણ ગામ, એકવેરીયમ, બંદરીનારાયણ મંદિર, અઠવા ચોપાટી, મજુરાગેટ, ઉધના દરવાજા, કમેલા દરવાજા, આંજણા ફાર્મ, મોડલ ટાઉન, મગોબ, ભરત કેન્સર હોસ્પિટલથી સારોલી સુધી મેટ્રો ટ્રેનનું નિર્માણ થશે. મેટ્રો ટ્રેનનું નિર્માણ થવાથી લોકોને યાતાયાતની સગવડામાં વધારાની સાથે નિયત સમયમર્યાદામાં ગતવ્ય સ્થાનો પર પહોચી શકશે.
Published by: Ashish Goyal
First published: January 17, 2021, 11:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading