સુરત : સગા ભાણેજે જ મામીના ફોટા ઉપર અપશબ્દો લખીને ઇન્સ્ટાગ્રામમાં વાયરલ કર્યા, જાણો કેમ


Updated: September 27, 2021, 3:58 PM IST
સુરત : સગા ભાણેજે જ મામીના ફોટા ઉપર અપશબ્દો લખીને ઇન્સ્ટાગ્રામમાં વાયરલ કર્યા, જાણો કેમ
અમરોલી પોલીસે આ મામલે તપાસ કરતાં એક યુવકની સંડોવણી સામે આવી

Surat Crime News- પોલીસે તાત્કાલિક આ યુવકની અટકાયત કરી કરી હતી. યુવકને જોતા જ મહિલા ચોંકી ઉઠી હતી

  • Share this:
સુરત : સુરતના (Surat)અમરોલી વિસ્તારમાં રહેતા રત્નકલાકારની પત્નીને વોટ્સએપ (whatsapp) સ્ટેટસમાં ફોટા અપલોડ કર્યા હતો. જોકે ગણતરીની મિનિટોમાં ફોટા ઉપર ગાંડો લખીને ઇંસ્ટાગ્રામ (instagram) પર અપલોડ કરીને વાયરલ કર્યા હતા. જેથી અજાણ્યા યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પારિવારિક ઝઘડામાં ભાણેજે જ મામીના ફોટા વાયરલ (Photo viral)કર્યા હોવાની વિગતો સામે આવતા પોલીસે (Police)કાયદેસરની કાર્યવાહી કરી છે.

મૂળ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના ગારીયાધારના રહેવાસી અને હાલમાં સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા રત્નકલાકારની પત્ની તારીખ 11 ઓગસ્ટના રોજ ગુરૂ ભાઈ તથા તેના અન્ય મિત્રો સાથે સોમનાથ મહાદેવ ખાતે દર્શન કરવા માટે ગયા હતા. મંદિરમાં દર્શન કર્યા બાદ દરિયાકિનારે ફરવા ગયા હતા અને ગુરુભાઇ સહિત તમામ સાથે ફોટા પડાવ્યા હતા. મહિલાએ ફોટા પોતાના whatsapp સ્ટેટસમાં અપલોડ કર્યા હતા. જોકે ફોટા અપલોડ કરવાની 10 મિનિટમાં ફોટા ઉપર ગાળો લખી ઇસ્ટાગ્રામ પર કોઈ અજાણ્યા વ્યક્તિએ વાયરલ કરતા મહિલા ચોંકી ઉઠી હતી. આ પછી મહિલાએ સુરત આવ્યા બાદ તાત્કાલિક આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો - કોરોનાની મહામારી વચ્ચે સુરતની ખાનગી હોટલમાં DJ પાર્ટી, ગાઈડલાઈનના ઉડાવ્યા ઘજાગરા, videos Viral

અમરોલી પોલીસે આ મામલે તપાસ કરતાં એક યુવકની સંડોવણી સામે આવી હતી. પોલીસે તાત્કાલિક આ યુવકની અટકાયત કરી કરી હતી. યુવકને જોતા જ મહિલા ચોંકી ઉઠી હતી આ યુવક અન્ય કોઈ નહીં પણ આ મહિલાનો ભાણેજ હતો. પારિવારિક ઝઘડામાં મામીને બેન કિંજલ સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવત રાખીને ભાણેજ દ્વારા કૃત્ય આચરવામાં આવ્યું હતું. પોલીસની તપાસમાં આ યુવકે પોતે કરેલા ગુનાની કબુલાત કરી લેતાં પોલીસે યુવક સામે કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.

સુરતમાંથી ડ્ર્ગ્સ ઝડપાયું

સુરત શહેરમાંથી ગાંજાની હાઇબ્રિડ ગોળીઓ (Surat Couple Caught Selling Hybrid marijuana Tablets) વેચવાનું એક કૌભાંડ સામે આવ્યું છે. જોકે, વેચનાર કોઈ કુખ્યાત ડ્રગ પેડલરો નથી પરંતુ એક દંપતિ છે. સુરતમાં દિલ્હી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) અને સુરતી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સંયુક્ત ઓપરેશન દ્વારા આ કપલને ઝડપી પાડવામાં આવ્યું છે. રેસ્ટોરાં ચલાવતું દંપતિ આ ટેબ્લેટના વેચાણનો વેપલો કરતા ઝડપાયું છે. આ દંપતિ અડાજણ વિસ્તારમાં રહે છે અને વેસુ વિસ્તાર માંથી રેસ્ટોરન્ટ ચલાવે છે ત્યાંથી આ તમામ મુદામલ જપ્ત કરવામાં આવ્યો છે. આ દંપતી સુરતમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સનો વેપાર કરતું હતું જેથી તેમની પાસેથી NCBની ટીમ દ્વારા 1 કિલો 900 ગ્રામ હાઇબ્રિડ ગાંજાની ટેબ્લેટ મળી આવી જેની અંદાજીત કિંમત 16-17 લાખ થી વધુ થાય છે અને સાથે કેટલાક ગ્રામ સરચ અને LSD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે.
Published by: Ashish Goyal
First published: September 27, 2021, 3:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading