સુરત : તહેવાર નિમિતે બની સોનાની મીઠાઈ, કિલોના ભાવ છે નવ હજાર રૂપિયા


Updated: August 16, 2021, 4:24 PM IST
સુરત : તહેવાર નિમિતે બની સોનાની મીઠાઈ, કિલોના ભાવ છે નવ હજાર રૂપિયા
સુરત : તહેવાર નિમિતે બની સોનાની મીઠાઈ, કિલોના ભાવ છે નવ હજાર રૂપિયા

Rakshabandhan- આ ભાવ સાંભળી તમે પણ ચોંકી જશો, આ વાત એકદમ સાચી છે

  • Share this:
સુરત : તહેવાર (Rakshabandhan festival)હોય કે પછી કોઈ પ્રસંગ દરેક પ્રસંગમાં મીઠાઈની (sweets)હાજરી તો અવશ્ય જોવા મળે છે. મીઠાઈ વડે જ્યાં સુધી મોઢું મીઠું ના કરે ત્યાં સુધી પ્રસંગનો સ્વાદ પણ ફિક્કો પડે છે. હમણાં સુધી તમે દરેક પ્રકારની મીઠાઈ અને કાજૂકતરી સામાન્ય રીતે ત્રણસો રૂપિયાથી લઈ નવસો રૂપિયા સુધીની કિંમતમાં ખરીદી કરી હશે. પરંતુ તમે નવ હજાર રૂપિયાની કિલો મીઠાઈના ભાવ ક્યાંક સાંભળ્યા છે. જી, હા આ ભાવ સાંભળી તમે પણ ચોંકી જશો, આ વાત એકદમ સાચી છે. સોનાની વરખથી ભરપૂર મીઠાઈના ભાવ નવ હજાર રૂપિયે કિલો છે. સુરતની(Surat) એક દુકાનમાં હાલ તેનું વેચાણ પણ થઈ રહ્યું છે.

સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં 24 કેરેટ્સ મીઠાઈની દુકાન આવેલી આ છે. આગામી દિવસોમાં રક્ષાબંધનનો પર્વ છે અને આ પર્વ દરમિયાન મીઠાઈની ભરપૂર માંગ રહેતી હોવાથી દુકાનદાર દ્વારા અવનવી મીઠાઈઓ બનાવવામાં આવી રહી છે. જેમાં ખાસ સોનાના વરખવાળી મીઠાઈનો પણ સમાવેશ થાય છે. આ મીઠાઈને ગોલ્ડ સ્વીટ્સ તરીકે ઓળખવામાં આવે છે. ગોલ્ડ સ્વીટ્સ મીઠાઈના એક કિલોનો ભાવ નવ હજાર રૂપિયા છે. જે સાંભળી તમે પણ ચોંકી ગયા હશો, પરંતુ આ વાત તદ્દન સાચી છે.

ગોલ્ડ સ્વીટ્સ મીઠાઈના એક કિલોનો ભાવ નવ હજાર રૂપિયા છે


આ પણ વાંચો - સુરત : અનોખો રેકોર્ડ! 15મી ઑગસ્ટે એકસાથે 15 બાળકોનો થયો જન્મ, રાષ્ટ્રગીત સાથે કરાઈ ઉજવણી

આ મીઠાઈ અને કાજૂકતરી પર સંપૂર્ણ સોનાની વરખ ચઢાવવામાં આવી છે. જેવી રીતે હમણાં સુધી અન્ય મીઠાઈઓ પર ચાંદીની વરખ ચઢાવવામાં આવતી હતી. તેવી રીતે આ મીઠાઈ અને કાજૂકતરી પર પણ સોનાની આરોગ્યપ્રદ વરખ ચઢાવવામાં આવી છે. જે લોકોના આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે તેવું અહીંના દુકાનદારનું માનવું છે. આગામી રક્ષા બંધનનો પર્વ છે ત્યારે કેટલાક ગ્રાહકો સૌથી મોંઘી આ મીઠાઈનો ઓર્ડર પણ આપી ચૂક્યા છે. આ મીઠાઈ મોંઘી છે ,પરંતુ બજારમાં ગ્રાહકોનો પ્રતિસાદ સારો પ્રાપ્ત થઈ રહ્યો છે. સુરત જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં આ એકમાત્ર મીઠાઈ હશે, જેનો ભાવ નવ હજાર રૂપિયા કિલો છે. જે સૌ કોઈને આશ્ચર્યમાં પાડી દે તેમ છે.
અહીં આવતા ગ્રાહકો પણ પહેલી નજરે આ ગોલ્ડ સ્વીટ્સને જોઈ અચંબામાં પડી જાય છે. રક્ષાબંધનને પણ હવે માંડ ગણતરીના દિવસો બાકી છે. ત્યાં મીઠાઈની ખરીદી કરવા આવતી મહિલાઓ અને યુવતીઓ પણ આ વખતે પોતાના ભાઈને કંઈક અલગ જ પ્રકારની મીઠાઈ આપવા ગોલ્ડ સ્વીટ્સની પસંદગી કરી રહી છે. દર વર્ષે રક્ષાબંધનના પર્વ દરિયાન બહેન મીઠાઈ વડે તો પોતાના ભાઈનું મોઢું મીઠું કરાવતી જ હોય છે, પરંતુ આ વખતે પોતાના ભાઈને કંઈક સ્પેશિયલ મીઠાઈ ગિફ્ટ કરવા પણ તેઓ આગળ આવી રહી છે. જે નવ હજાર કિલોના ભાવની અલગ અલગ વેરાયટીઝની મીઠાઈનો ઓર્ડર આપી પણ આપી રહી છે.
Published by: Ashish Goyal
First published: August 16, 2021, 4:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading