સુરત : ફેસબુક ફ્રેન્ડે બે વખત યુવતીની સગાઇ તોડાવી, લોકો માટે ચેતવા જેવો કિસ્સો


Updated: July 26, 2021, 5:16 PM IST
સુરત : ફેસબુક ફ્રેન્ડે બે વખત યુવતીની સગાઇ તોડાવી, લોકો માટે ચેતવા જેવો કિસ્સો
પ્રતિકાત્મક તસવીર

Surat Crime Latest News - યુવતીની સગાઈ થાય ત્યાં પોતાનાં પ્રેમ સંબંધની જાણ કરી દેતો હતો, યુવકની ધરપકડ

  • Share this:
સુરત : શહેરમાં (Surat Crime Latest News) ઓનલાઈન ટ્રેડીંગનું કામ કરતા યુવાને ફેસબુક (Facebook) ફ્રેન્ડને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી. જોકે યુવતીએ પરિવારની સંમતિ લઈને યુવાન સાથેની મિત્રતા તોડી નાખી હતી. પરંતુ બાદમાં યુવાને પોતાનું પોત પ્રકાશ્ય હતું. તેણે બે વાર યુવતીની સગાઇ તોડાવી નાખી હતી. તેનો પીછો કરીને યુવતીને હેરાન પરેશાન કરીને તેના પિતાને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી યુવતીએ અઠવાલાઈન્સ પોલીસ મથકમાં યુવાન સામે ફરિયાદ નોંધાવી હતી.

સુરતના (Surat)ગોપીપુરા નાની છીપવાડમાં રહેતો સોહન ઉર્ફે સની રાજુભાઈ સુરાના ટેક્ષટાઈલમાં ઓનલાઈન ટ્રેડિંગ કરે છે. થોડા સમય અગાઉ તે બીસીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતી 21 વર્ષીય યુવતીના સંપર્કમાં આવ્યો હતો. ફેસબુક પર બન્ને વચ્ચે મિત્રતા થઇ હતી. આ પહેલા બંને એક જ સોસાયટીમાં રહેતા હોવાથી એકબીજાના પરિચયમાં તો હતા. અને વધારે નીકટ આવતા બંને વચ્ચે મિત્રતા થઈ હતી. બંનેના સંબંધ વિશે એકાદ વર્ષ પહેલા યુવતીના માતા-પિતાને જાણ થતા મિત્રતા તોડાવી નાખી હતી અને ફરી નહીં મળવા અને વાતચીત નહીં કરવાનું નક્કી થયું હતું.

આ પણ વાંચો - અમદાવાદ મનપાએ પીપીપી ધોરણે ઇ-રિક્ષા સેવાનો નવતર પ્રયોગ કર્યો, જાણો શું છે આ પ્લાન

તે પછી થોડા દિવસમાં યુવતીની સગાઈ નક્કી થઈ હતી. જોકે તે પછી સની યુવતીના ભાવિ સસરાને જઈને મળ્યો હતો અને બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું કહ્યું હતું. બન્નેના ફોટા બતાવતા યુવતી સાથેની સગાઈ તોડી નાખી હતી. ત્યારબાદ ગયા જૂન મહિનામાં પણ યુવતીની બીજી વખત બીજા યુવાન સાથે સગાઈ નક્કી થઈ હતી. ત્યાં પણ યુવતીના પ્રેમ સંબંધ વિશે જાણ થતા સગાઈ તુટી ગઈ હતી.

સની બીજી સગાઈ વખતે તેના ફોઈના દિકરાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર મેસેજ કરી માહિતી મેળવવા પ્રયાસ કરતો હતો. દરમિયાન સની સતત યુવતીનો પીછો કરતો અને તેની સાથે સંબંધ રાખવા પરેશાન કરતો હતો. સની યુવતીના પિતાને તથા યુવતીને મારી નાખવાની ધમકી આપતો હતો. આ બાબતે યુવતીએ આખરે સની સુરાનાની સામે અઠવાલાઈન્સ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી છે.
Published by: Ashish Goyal
First published: July 26, 2021, 5:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading