સુરતમાં પોલીસ કમિશ્નરનું જાહેરનામું, 4થી વધારે વ્યક્તિના ભેગાં થવા પ્રતિબંધ

News18 Gujarati
Updated: March 29, 2021, 8:16 PM IST
સુરતમાં પોલીસ કમિશ્નરનું જાહેરનામું, 4થી વધારે વ્યક્તિના ભેગાં થવા પ્રતિબંધ
સુરતમાં પોલીસ કમિશ્નરનું જાહેરનામું, 4થી વધારે વ્યક્તિના ભેગાં થવા પ્રતિબંધ

આ જાહેરનામું 30 માર્ચથી 13 એપ્રિલ સુધી લાગુ રહેશે

  • Share this:
સુરત : ગુજરાતમાં કોરોના વાયસનો નો કહેર યથાવત્ છે. રાજ્યમાં સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ સુરત અને અમદાવાદમાં જોવા મળી રહી છે. સુરતમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિને જોતા શહેરમાં શાંતિ તેમજ કાયદા વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તેમજ કોરોનાનું સંક્રમણ પણ વધે નહીં તે માટે શહેરના પોલિસ કમિશ્નર અજયકુમાર તોમરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ જાહેરનામું 30 માર્ચથી 13 એપ્રિલ સુધી લાગુ કરવામાં આવશે.

સુરતમાં 4થી વધુ લોકો એકત્ર થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કોરોનાની મહામારીને ધ્યાને લઇ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય જાહેરમાં કોઇ સભા ભરવા પર તેમજ સરઘસ કાઢવા પર, જાહેરમાં ઉશ્કેરણી કરે અથવા તો અભદ્ર ભાષાનો પ્રયોગ કરવા પર તારીખ 30 માર્ચથી 13 એપ્રિલ સુધી પ્રતિબંધ લગાવી દેવાયો છે. જેમાં અપવાદ તરીકે સરકારી અને અર્ધસરકારી ફરજ સાથે સંકળાયેલા લોકો તેમજ સ્મશાનયાત્રા અને લગ્નના વરઘોડાને લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.

આ પણ વાંચો - રાજકોટ : લાખો રૂપિયાની ચોરી કરી ચોર બેઠો હતો બગીચામાં, પોલીસે આવી રીતે ઝડપી પાડ્યોરાજ્યમાં કોરોના વાયરસના કેસ ઘટવાનું નામ લઈ રહ્યા નથી. સોમવારે ધૂળેટીના દિવસે રાજ્યમાં કોરોનાના નવા 2252 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના વાયરસના કારણે 8 દર્દીઓનાં મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં 677 કેસ નોંધાયા છે. આજની સ્થિતિમાં રાજ્યમાં 12041 એક્ટિવ કેસ છે જ્યારે 149 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
Published by: Ashish Goyal
First published: March 29, 2021, 8:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading