સુરત : NRI યુવતી સાથે વાત કરી ખુશ રાખવાની લાલચ આપી રૂપિયા પડાવતા 2 ઝડપાયા


Updated: July 30, 2021, 3:36 PM IST
સુરત : NRI યુવતી સાથે વાત કરી ખુશ રાખવાની લાલચ આપી રૂપિયા પડાવતા 2 ઝડપાયા
સુરત : NRI યુવતી સાથે વાત કરી ખુશ રાખવાની લાલચ આપી રૂપિયા પડાવતા 2 ઝડપાયા

Surat crime news- છેતરપિંડી કરનારા ઠગબાજોને પોલીસે મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડ્યા

  • Share this:
સુરત : સુરતમાં એન.આર.આઈ યુવતીઓ સાથે મુલાકાત (Surat crime news)કરાવી તેઓ સાથે બે કલાક વાત કરવા અને તેઓને ખુશ રાખવાથી રૂપિયા 25 હજારથી 30 હજાર રૂપિયા મળશે તેવી લોભામણી લાલચ આપી અલગ અલગ ચાર્જીસના નામે યુવક પાસેથી રૂપિયા પડાવી લઈ છેતરપિંડી કરનાર મહિલા સહિત બે આરોપીઓને સુરત સાયબર ક્રાઇમની (Surat Police)ટીમે મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડી તપાસ શરૂ કરી છે.

સુરતમાં એક યુવક જાહેર ખબરના માધ્યમથી છેતરપિંડીનો ભોગ બન્યો છે. જોકે છેતરપિંડી કરનારા ઠગબાજોને પોલીસે મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડ્યા છે .ઘટનાની વિગત જોઈએ તો સુરતના અલગ અલગ જાહેર છાપાઓમાં આવતી જાહેર ખબર વાંચી યુવક ભરમાયો હતો. સુરતના યુવકે એક છાપામાં જાહેર ખબર જોઈ હતી. જેમાં બ્યુટી પાર્લર નામથી જાહેરાત અજાણ્યા વ્યક્તિએ દ્વારા આપવામાં આવી હતી. જે જાહેરાતમાં યુવતીઓ સાથે મિત્રતા કરાવવા, ચેટિંગ કરવા તેમજ રૂબરૂ મુલાકાત કરવાથી મહિને 25 થી 30 હજાર રૂપિયા મળશે તેવી લોભામણી અને લલચામણી જાહેર ખબર આપી હતી.

જે લોભામણી જાહેરાતમાં આપવામાં આવેલા મોબાઇલ નંબરના આધારે બાબુભાઈ અને સોનિયા નામની યુવતીનો સંપર્ક કર્યો હતો. બંનેએન યુવકને પોતાની વાતોમાં અને વિશ્વાસમાં લઇ એન.આર.આઈ યુવતીઓ સાથે મુલાકાત કરાવી, તેઓ સાથે બે કલાક વાત કરવા અને તેઓને ખુશ રાખવાથી મહિને 25000 રૂપિયા મળશે તેવી લલચામણી વાતોમાં ફોસલાવ્યો હતો. જોકે તે પહેલા અલગ-અલગ ચાર્જીસના નામે યુવક પાસેથી ગુગલ પે એકાઉન્ટ પર રૂપિયા 69 હજાર 410 રૂપિયા જેટલી રકમ બંને ઠગબાજોએ પડાવી લીધી હતી. રૂપિયા પડાવી લીધા હોવા છતાં પણ સુરતના યુવકને એન.આર.આઈ યુવતીઓ સાથે મુલાકાત પણ કરાવવામાં આવી ન હતી કે ટેલિફોનિક સંપર્ક પણ કરાવ્યો ન હતો. જ્યાં પોતે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનો અહેસાસ થતા યુવકે આ અંગેની ફરિયાદ સુરત સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાવી હતી.

આ પણ વાંચો - અમદાવાદ : પ્રેમીને કિંમતી વસ્તુઓની ભેટ આપવા પરિણીતાએ કરી ઘરમાં ચોરી, આવી રીતે પકડાઇ

જે ફરિયાદના આધારે સાઇબર ક્રાઇમની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સાયબર ક્રાઇમની ટીમે ઇન્ટેરિયર કોન્ટ્રાક્ટર આરોપી રામ આશિષ સીયારામ પાસવાન અને સુષ્મા રમેશ ચલુંવૈયા શેટ્ટી નામની મહિલાને મહારાષ્ટ્રના પાલઘર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા હતા. મહિલા સહિત બંને આરોપીઓની ધરપકડ કરી સાઇબર ક્રાઇમની ટીમ સુરત લઈ આવી હતી. જ્યાં ઊંડાણપૂર્વકની પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું કે આરોપી રામ આશિષ સીયારામ પાસવાન દ્વારા અલગ-અલગ બેંકોના કુલ 11 બેન્ક એકાઉન્ટ આ ગુનાની અંદર ઉપયોગ કરવામાં આવ્યા છે. જે બેંક એકાઉન્ટની સાઇબર ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવતા તેમાં 1 કરોડ 67 લાખ અને ચાર હજાર રૂપિયાનું ટ્રાન્જેક્શન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જે બેંક એકાઉન્ટની પણ સાઇબર ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

આરોપીએ પોતાની પૂછપરછમાં જણાવ્યું છે કે પોતે વર્ષ 2009થી આ પ્રકારના ગુના આચરતા આવ્યો છે. એટલું જ નહીં પરંતુ સુરત ,વડોદરા, અમદાવાદ ,મુંબઈ ,બેંગલોર ચેન્નાઈ ,હૈદરાબાદ,સહિત દિલ્હીમાં અલગ-અલગ જાહેર છાપાઓમાં આ પ્રમાણેની મોટી મોટી જાહેરાતો છપાવડાવી હતી. આરોપીઓની તપાસ દરમિયાન સાઇબર ક્રાઇમને 6 મોબાઈલ, અલગ-અલગ બેંકની નવ ચેક બુક સહિત પાંચ જેટલા બેંકના એટીએમ સહિત મુદ્દામાલ પણ મળી આવ્યો છે.

સાયબર ક્રાઇમની ટીમે આરોપીઓની આ વિશે સઘન પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપીઓ યુવતીઓ સાથે મિત્રતા કરાવવા અને ચેટિંગ કરવા સહિત રૂબરૂ મુલાકાત કરવાની લોભામણી લાલચ આપી મહિને 30 હજાર રૂપિયા જેટલી કમાણીની સ્કીમ લોકોને બતાવતા હતાં. ત્યારબાદ ફ્રેન્ડશિપ ક્લબમાં જોડાવાના બહાને અલગ અલગ ચાર્જ વસુલ કરતા હતા. જેમાં રજિસ્ટ્રેશન ફી, ગેટ પાસ, ગેસ્ટ હાઉસ બુકિંગના ચાર્જ સહિત અલગ અલગ ચાર્જના બહાના હેઠળ રૂપિયા પડાવી લઇ બાદમાં છેતરપિંડી આચરતા હતા. જેમાં સુરતનો યુવક પણ આ ઠગ ટોળકીનો શિકાર બન્યો હતો.
Published by: Ashish Goyal
First published: July 30, 2021, 3:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading