સુરત : યુવતીના પ્રેમમાં પાગલ કાકાનું કારસ્તાન, બે ભત્રીજાઓની હત્યા કરવાનો કર્યો પ્રયાસ


Updated: October 11, 2021, 5:54 PM IST
સુરત : યુવતીના પ્રેમમાં પાગલ કાકાનું કારસ્તાન, બે ભત્રીજાઓની હત્યા કરવાનો કર્યો પ્રયાસ
પાંડેસરા પોલીસે આ મામલે આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે

Surat Crime- યુવતીના પ્રેમમાં પ્રેમાંધ કાકાએ બે માસૂમ ભત્રીજાઓને ત્રીજા માળેથી ઝાંડી ઝાંખરામાં ફેંકી દીધા

  • Share this:
સુરત : સુરતના (Surat)પાંડેસરામાં પ્રેમમાં પાગલ કાકાએ બે ભત્રીજાઓની હત્યા (Murder)કરવાનો પ્રયાસ કરતા સનસનાટી ફેલાઈ જવા પામી છે. યુવતીના પ્રેમમાં પ્રેમાંધ કાકાએ બે માસૂમ ભત્રીજાઓને ત્રીજા માળેથી ઝાંડી ઝાંખરામાં ફેંકી દીધા હતા. જોકે સદનસીબે બંને ભત્રીજાનો જીવ બચી ગયો છે હાલ બન્ને બાળકોને ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital)સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં તાત્કાલિક ઓપરેશન કરીને તેમના જીવ બચાવી લેવામાં આવ્યા છે. બીજી તરફ પાંડેસરા પોલીસે આ મામલે આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.

સુરતમાં એક પ્રેમમાં પાગલ કાકાની ચોકાવનારી ઘટના સામે આવી છે. જેને સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો. પ્રેમમાં પાગલ લોકો શું શું કરી શકે છે અને કેટલી હદે એ તમે ઘણીવાર જોયું હશે પણ આ પ્રકારનું કૃત્ય તમે ભાગ્યે જ જોયું હશે. સુરતના પાંડેસરામાં કાકાએ એક પછી એક બન્ને ભત્રીજાઓને ત્રીજા માળેથી ઝાડી-જંગલમાં ફેંકી હત્યાનો પ્રયાસ કરતાં ખળભળાટ મચી ગયો છે. ભત્રીજાઓની હત્યાનો પ્રયાસ કર્યા બાદ નાગેન્દ્રએ ભાઈને ખાતા પર મળી ગામ જઇ રહ્યો હોવાનું નાટક રચી ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું છે. એક કલાક બાદ ભાનમાં આવેલા બે પૈકી એક ભાઈએ ઇજાગ્રસ્ત હાલતમાં ઘરે આવી કાકાની હેવાનિયતનો ભાંડો ફોડતાં બન્ને ભાઈને ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ લવાતાં તાત્કાલિક ઓપરેશન કરી બચાવી લેવાયા છે.

આ પણ વાંચો - સુરતઃ ડીંડોલીમાં માતા-પિતાને ઘેની દવા પીવડાવી પ્રેમી સાથે ફરાર થઇ ગયેલી પુત્રી પકડાઈ

પીડિતના પિતાએ કહ્યું હતું કે નશામાં ધૂત રહેતા ભાઈ નાગેન્દ્રને ઠપકો આપતાં ગાળાગાળીની અદાવતમાં બન્ને દીકરાને મારી નાખવાનો પ્રયાસ કર્યો છે. ભત્રીજાઓની હત્યા પાછળ કાકાનું પ્રેમ પ્રકરણ હોવાનું કહેવાય રહ્યું છે. આદિત્ય ધોરણ-4 અને મુકુંદ ધોરણ-5નો વિદ્યાર્થી છે. મૂળ તે યુપીના રહેવાસી છે. 7 વર્ષથી સુરતમાં રોજગારી મેળવી પરિવાર સાથે ગુજરાન ચલાવી રહ્યા છે. નાગેન્દ્ર નશાનો બંધાણી છે. 6 વર્ષ પહેલાં તેને રોજગારી માટે સુરત લઈ આવ્યો હતો. થોડા દિવસ પહેલાં મારો તેની સાથે ઝઘડો થયો હતો. ભાઈઓ વચ્ચે જોરદાર ગાળાગાળી થઈ હતી, જેની અદાવતમાં મારા બન્ને દીકરાઓની હત્યાની કોશિશ કરાઈ કરી નાગેન્દ્ર ભાગી ગયો છે. બે સગા ભત્રીજાઓની હત્યાના પ્રયાસ પાછળ યુવતી સાથેનો પ્રેમ અને ભાઈઓની નારાજગી કારણભૂત હોવાનું બહાર આવ્યું છે.

એટલું જ નહીં વતન યુપીમાં પણ નાગેન્દ્રએ પિતાનું ગળું દબાવી હત્યાનો પ્રયાસ કર્યો હોવાનું પીડિત ભાઈ જયપ્રકાશે જણાવ્યું છે. જાન્યુઆરી 2021માં નાગેન્દ્ર કોઈ યુવતીને ભગાડીને લઈ આવ્યો હતો. એ બાબતે ચાર ભાઈએ વિરોધ કરી સમાજમાં બદનામી થશે, યુવતીને છોડી આવવાનું કહેતાં ઝઘડા થયા હતા. નાગેન્દ્ર યુવતીને લઈ વતન યુપી ચાલી ગયો હતો. જ્યાં પરિવારે સહકાર ન આપતાં તેણે પિતાનું ગળું દબાવી મારી નાખવાનો પ્રયાસ કરી ફરી સુરત ભાગી આવ્યો હતો. સુરત આવ્યા બાદ રહેવા માટે એક ભાઈના ઘરેથી બીજા ભાઈના ઘરે ધક્કા ખાતા નાગેન્દ્રને પ્રેમિકાને છોડવાની ન હોવાથી ભાઈઓ સાથે ઝઘડો કરતો હતો. ચાર દિવસથી જ મારા ઘરે આવ્યો હતો. પ્રેમિકાને એના મામાને ત્યાં છોડી આવવાનો ઠપકો આપ્યો હતો. તેની અદાવતમાં તેણે મારા બન્ને માસૂમ દીકરાઓને પતાવી દેવાની કોશિશ કરી છે, એમ બાળકોના પિતાએ જણાવ્યું હતું.
Published by: Ashish Goyal
First published: October 11, 2021, 5:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading