ચૂંટણીની ચિંતા! કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાનું પદ મેળવવા સોગઠા બાજી શરૂ


Updated: August 3, 2021, 4:16 PM IST
ચૂંટણીની ચિંતા! કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાનું પદ મેળવવા સોગઠા બાજી શરૂ
Gujarat Assembly Election 2022- એક તરફ ભાજપે 2022ની (BJP)વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Election 2022) તૈયારી શરૂ કરી દીધી છે. બીજી તરફ કોંગ્રેસમાં (Congress)પ્રભારી, પ્રદેશ પ્રમુખ, નેતા વિપક્ષનું કોકડૂં ઉકેલાયું નથી

Gujarat Assembly Election 2022- એક તરફ ભાજપે 2022ની (BJP)વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Election 2022) તૈયારી શરૂ કરી દીધી છે. બીજી તરફ કોંગ્રેસમાં (Congress)પ્રભારી, પ્રદેશ પ્રમુખ, નેતા વિપક્ષનું કોકડૂં ઉકેલાયું નથી

  • Share this:
ગાંધીનગર : એક તરફ ભાજપે 2022ની (BJP)વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Election 2022) તૈયારી શરૂ કરી દીધી છે. બીજી તરફ કોંગ્રેસમાં (Congress)પ્રભારી, પ્રદેશ પ્રમુખ, નેતા વિપક્ષનું કોકડૂં ઉકેલાયું નથી. પ્રદેશ કોંગ્રેસના પાટીદાર નેતાઓ અને ઓબીસી સમાજના નેતાઓ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાનું પદ મેળવવા સોગઠા બાજી કરી રહ્યા છે ત્યારે કેવા પ્રકારના રચાશે સમીકરણો જુઓ અમારો વિશેષ અહેવાલ.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધનાણીએ વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં હારનો સામનો કર્યા બાદ પાર્ટી હાઈકમાન્ડને રાજીનામાં આપી દીધા હતા. એમ છતાં હજુ સુધી નવા પ્રદેશ પ્રમુખ કે વિપક્ષના નેતાની નિમણુંક કરવામા આવી નથી. તો પ્રદેશ પ્રભારી રાજીવ સાતવનું કોરોના કાળમાં દુઃખદ અવસાન થતાં તેમની જગ્યા પણ ખાલી પડી છે. તેવામાં આ તમામ નિમણુંક કરવા પ્રદેશ કોંગ્રેસના કેટલાક નેતાઓ 14 જુલાઈએ દિલ્હી જઈને આવ્યા પણ હજુ કોઈ સમાધાન આવ્યું નથી. કે.સી. વેણુગોપાલે જલ્દી પ્રદેશ પ્રભારી આપવાનું આશ્વાસન આપ્યું હતું જેને પણ અનેક દિવસ થઈ ગયા છે. બીજી તરફ આમ આદમી પાર્ટી સહિત અનેક નાની સ્થાનિક પાર્ટીઓએ પણ હવે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો - ભારતીય ઓલિમ્પિક ખેલાડી હશે 15 ઓગસ્ટ પર ખાસ મહેમાન, પીએમ મોદી કરશે લાલ કિલ્લા પર આમંત્રિત

વર્ષે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ઓબીસી મતદારો પણ મહત્વની ભૂમિકા ભજવાના છે. તેવામાં અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદેથી કુંવરજી બાવળિયાએ રાજીનામું આપ્યું છે. કોળી સમાજ 2022માં મુખ્યમંત્રી પદની માંગ કરી ચૂક્યું છે. કોળી સમાજનું કહેવું છે કે, તે રાજ્યનો સૌથી મોટો સમાજ છે, તો પછી કોળી સમાજનો મુખ્યમંત્રી કેમ ન હોઇ શકે ?ગુજરાતમાં આજે 55 બેઠકો એવી છે જયા કોળી મતદારોનું પ્રભુત્વ છે. અગાઉ પાટીદાર, ઠાકોર સમાજ પણ મુખ્યમંત્રી પદની માંગ કરી ચૂક્યા છે.

ભાજપ કોંગ્રેસની પરંપરાગત ગણાતી ઓબીસી વોટબેન્કને કબજે કરવા કુંવરજી બાવળિયાને લાવ્યું હતું. ત્યારે હવે બાવળિયાના સમાજના પ્રમુખ પદેથી રાજીનામાની કેવી અસર પડશે તે પણ જોવું રહ્યું. એટલે કે એક તરફ કોંગ્રેસ હજુ પણ શૂન્ય અવકાશમાં જીવી રહી છે તો બીજી તરફ ઓબીસી સમાજ પણ મુખ્ય મંત્રીપદનો દાવો કરી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહશે કે પોતાની પરંપરાગત ગણાતી ઓબીસી વોટબેંકને કોંગ્રેસ ફરી કેવી રીતે કબજે કરે છે.
Published by: Ashish Goyal
First published: August 3, 2021, 4:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading