સુરત : પૂર્વ પ્રેમીનું કારસ્તાન, સગીરાની તસવીરો અને VIDEOS ફેક આઇડી બનાવી ઇન્સ્ટા પર અપલોડ કરી દીધા


Updated: September 4, 2020, 4:12 PM IST
સુરત : પૂર્વ પ્રેમીનું કારસ્તાન, સગીરાની તસવીરો અને VIDEOS ફેક આઇડી બનાવી ઇન્સ્ટા પર અપલોડ કરી દીધા
પ્રતિકાત્મક તસવીર

સગીરાને સંબંધ રાખ્યા બાદ જાણવા મળ્યું કે પ્રેમી પરિણીત છે અને એક સંતાનનો પિતા છે, આથી તેણે સંબંધ તોડી નાંખ્યો હતો.

  • Share this:
અડાજણ (Adajan Surat) વિસ્તારમાં રહેતી એક સગીરાના પૂર્વ પ્રેમીએ (Ex lover) ફરીથી પ્રેમ સંબંધ રાખવા માટે ધાક ધમકી આપી ઇન્સ્ટાગ્રામ (Fake instagram id) પર ફેક આઇડી બનાવી તેણીના ફોટા અને વિડીયો અપલોડ (Photos videos) કરી દીધા હતા. જેને લઇને અડાજણ (Adajan police surat) પોલીસે ગુનો નોંધી પૂર્વ પ્રેમીની ધરપકડ કરી છે.

આ કિસ્સો તમામ વાલીઓ માટે ચેતવણીરૂપ છે જેના સંતાનો સગીર વયમાં સોશિયલ મીડિયાની જાળમાં ફસાય છે, પ્રેમ સંબંધોમાં ઉતરે છે અને ત્યારબાદ પસ્તાય છે. જોકે, આ મામલે સુરતના અડાજણ પોલીસે કાર્યવાહી કરી છે.

બનાવની વિગત એવી છે કે સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી અને ધોરણ 12માં અભ્યાસ કરતી યુવતીનો પરિચીત અને નવસારી ગણદેવી તાલુકાના દેવધા ગામમાં રહેતો પડોશીના સંબંધી વિનોદ ઉર્ફે આલોખ ભાણાભાઇ હળપતિ સાથે થયો હતો. શરૂઆતના પરિચય બાદ બંન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો અને તેઓ વચ્ચે મુલાકાત પણ થતી હતી અને સાથે ફરવા પણ જતા હતા.

આ પણ વાંચો :  સુરત : Coronaના દર્દીઓઓનો રિકવરી રેટ 85% થયો, બપોર સુધીમાં 110 નવા કેસ નોંધાયા

જોકે એક દિવસ સગીરાને તેનો પ્રેમી  વિનોદ પરિણીત અને એક સંતાનનો પિતા હોવાનું  સગીરાને જાણવા મળતા પ્રેમસંબંધ તોડી નાંખ્યો હતો. જેથી વિનોદે જબરજસ્તી પ્રેમસંબંધ રાખવા ધાક-ધમકી આપતો હતો. તેમ છતા સગીરા તેના વશમાં થઈ ન હતી જેને લઇને સગીરાના પ્રેમમાં પગલાં થયેલા વિનોદે પ્રેમિકા સગીરાને સબક શીખવાડવા માટે તેના નામનું એક ફેક  ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેના પર સગીરાના ફોટા મૂકીને તેને બદનામ કરવાનું શરૂ કર્યું હતું.
જોકે તેના નામનું એકાઉન્ટ હોવાની સગીરાને ખબર પડી હતી જેને લઈને તેણે ચેક કરતા તેના નામનું ફેક આઈડી હોવાનું માલુમ પડતા આ મામલે સગીરા દ્વારા અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે પોલીએ સાયબર ક્રાઇમની ટીમ ની મદદથી આ યુવાન શોધી લાવી હતી અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેની ધરપકડ કરીને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :   દાહોદ : એક જ પરિવારના 5 સભ્યોએ આત્મહત્યા કરી,પરિવારના મોભીએ કર્યો ગંભીર આરોપ
Published by: Jay Mishra
First published: September 4, 2020, 4:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading