પાર્થ અને જયદિપની ઑડિયો ક્લિપે સોશિયલ મીડિયા ગાંડુ કર્યુ, વાતચીત Viral થયા બાદ હાહાકાર


Updated: September 30, 2021, 3:06 AM IST
પાર્થ અને જયદિપની ઑડિયો ક્લિપે સોશિયલ મીડિયા ગાંડુ કર્યુ, વાતચીત Viral થયા બાદ હાહાકાર
#રૂમનુંસેટિંગ ટ્વીટર પર ટ્રેન્ડ થયો, આ ક્લિપની વાસ્તવિકતા ભેદી પણ બહાર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો

#રૂમનુંસેટિંગ ટ્વીટર પર ટ્રેન્ડ થયો, આ ક્લિપની વાસ્તવિકતા ભેદી પણ બહાર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં પાર્થ (Parth) અને જયદિપની (Jaydip) ઑડિયો ક્લિપે (Audio clip)સોશિયલ મીડિયા ગાંડુ કર્યુ છે. ગત રાત્રીથી વાયરલ (Viral audio clip of parth and jaydip) થયેલી આ ઑડિયો ક્લિપ રાજયના મોટાભાગના સોશિયલ મીડિયા (social media) પેજીસ પર જોવા મળી છે. યૂટ્યૂબ, ફેસબુક અને ટ્વીટર પર પણ આ ક્લિપના કારણે હાહાકાર મચી ગયો છે. ઑડિયો ક્લિપ વાયરલ થયા બાદ આ ઘટના ગઈકાલે રાત્રે ટ્વીટરના નેશનલ ટ્રેન્ડમાં (Twiter trend) પણ હતી. જે લોકોએ આ ક્લિપ સાંભળી છે તેમના માટે ઘટના જૂની છે પરંતુ જેમને હજુ સુધી આ ઘટના વિશે માહિતી નથી તેવા લોકો અને ખાસ કરીને બહાર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ માટે આ ઘટના લાલબત્તી સમાન છે.

ગુરૂવારે રાતથી ટ્વીટર પર #રૂમનુંસેટિંગ નામનો એક ટ્રેન્ડ વાયરલ થઈ ગયો છે. આ ટ્રેન્ડના હેશેટગને સર્ચ કરતા તેમા જુદા જુદા મીમ અને એક વાયરલ ઑડિયો ક્લિપ મળી આવે છે. આ ઑડિયો ક્લિપમાં જયદિપ નામના મિત્રએ પાર્થ નામના મિત્રને કરેલા ફોનનું રેકોર્ડિંગ છે. ઘટનાની સત્યતા કે સાર્થકતા ચકાસી શકાતી નથી પરંતુ જો ઘટના સાચી હોય તો બહાર ભણતા વિદ્યાર્થીઓના વાલીઓએ પોતાના સંતાનોને આપેલી છુટછાટ અંગે વધુ એક વાર તપાસ કરી લેવાની જરૂર છે.

આ પણ વાંચો :  અમદાવાદ : 'મારા ઘર સુધી પહોંચવાની કોશિશ કેમ કરી?' ગિફ્ટ રિટર્ન કરવા આવેલી યુવતીને લાંફા ઝીંક્યા

શું છે વાતચીતમાં

આ વાયરલ ક્લિપમાં જયદિપ નામનો વ્યક્તિ પાર્થને ફોન કરે છે અને ત્યારબાદ તેની પાસે રાજકોટમાં એક રૂમની વ્યવસ્થા થઈ શકે કે કેમ તેની પૃચ્છા કરે છે. સામેની વ્યક્તિ કહે છે કે શા માટે રૂમની જરૂર છે ત્યારે જયદિપ કહે છે કે એક મિત્રને તેની પ્રેમિકા સાથે એકાંત માણવા માટે રૂમની જરૂર છે. ત્યારે સામેની વ્યક્તિ કહે છે કે તે પાર્થના પિતા બોલી રહ્યા છે. આ ઘટના બાદ તે વ્યક્તિ ફોન કરનારને ઠપકો આપે છે.

અહીંયા ટ્વીટમાં આપવામાં આવેલી વાતચીતમાં અશોભનીય અંશને મ્યૂટ કરવામાં આવ્યો છે.


'આવા ધંધા શરૂ કર્યા છે?'

જયદિપ : હેલ્લો પાર્થ?
સામેની વ્યક્તિ : કોણ બોલે છે?
જયદિપ : હું જયદિપ... બોલું છું
સામેની વ્યકતિ : હા બોલ..
જયદિપ : તારા જોગ એક કામ હતું... રાજકોટમાં રૂમની વ્યવસ્થા થઈ શકે, એક મિત્રને તેની પ્રેમિકા સાથે એકાંત માણવું છે.
સામેની વ્યક્તિ : એટલે પાર્થ આવા ધંધા કરે છે? હું પાર્થના પપ્પા બોલું છું.
જયદિપ : ના..નાના હું તો મજાક કરતો હતો. ઘણા દિવસોથી પાર્થ સાથે વાત થઈ નથી એટલે. અંકલ હું માફી માંગું છું.
સામેની વ્યક્તિ : એટલે મારે પાર્થને હવે બહાર ન મોકલવોને એ રાજકોટમાં આવા ધંધા કરે છે. તમે લોકો બહાર આવું કામ કરો છો
જયદિપ : ના હું સોરી કહું છું.. હું મજાક કરતો હતો.

આ પણ વાંચો :   સુરત : CA યુવતીના આપઘાતનો મામલો, પંછીલાને મજબૂર કરનારા 3 વ્યક્તિ વિરુદ્ધ 'દુષ્પ્રેરણા'નો ગુનો નોંધાયો

આ ઘટના ગંભીર શા માટે છે?

લોકો સોશિયલ મીડિયા પર આ ઘટનાની ઠેકડીઓ ઉડાડી રહ્યા છે અને વાયરલ ક્લિપને વધુ વાયરલ કરી રહ્યા છે. જોકે, બહાર અભ્યાસ કરતા વાલીઓને આ ઘટના બાદ ચિંતા થવી સ્વાભાવિક છે. જે વાલી પોતાના સંતાનને ઉચ્ચ અભ્યાસ માટે બહાર મોકલે છે તેને સપને પણ ખ્યાલ નથી હોતો કે સંતાનો મિત્રતામાં મર્યાદા ચુકીને શું કરી બેસતા હોય છે. જોકે, સગીર વિદ્યાર્થીના કિસ્સામાં તો આ ઘટના વધુ જોખમી છે.

(ન્યૂઝ 18 આ વાયરલ ઑડિયો ક્લિપ અને તેમાં ઉચ્ચારાયેલી વ્યક્તિઓની ખરાઈ કરતું નથી)
Published by: user_1
First published: July 10, 2020, 12:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading