અમદાવાદ : પત્ની પ્રેમમાં બની પાગલ, પ્રેમી સાથે મળી પતિ બીપીનચંદ્ર પટેલની કરી હત્યા


Updated: October 15, 2021, 4:40 PM IST
અમદાવાદ : પત્ની પ્રેમમાં બની પાગલ, પ્રેમી સાથે મળી પતિ બીપીનચંદ્ર પટેલની કરી હત્યા
ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch)તપાસ કરી હત્યા થઈ હોવાનો ખુલાસો કર્યો

Murder News- બન્ને આરોપીઓએ ભેગા મળીને બિપિન ભાઈને ઊંઘની ગોળીઓ આપ્યા બાદ ઓશિકાથી મોઢું દબાવીને હત્યા કરી દીધી, હત્યા કર્યા બાદ કુદરતી મોત જાહેર કરી અંતિમ વિધિ પણ કરી નાખી

  • Share this:
અમદાવાદ : અમદાવાદના (Ahmedabad)રામોલ વિસ્તારમાં પત્ની દ્વારા પ્રેમી સાથે મળી પતિની હત્યા (Murder)કરી દેવાનો મામલો સામે આવ્યો છે. મહત્વનું છે કે પત્નીએ હત્યા કર્યા બાદ કુદરતી મોત જાહેર કરી દીધું હતું પરંતુ ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch)તપાસ કરી હત્યા થઈ હોવાનો ખુલાસો કર્યો છે. અમદાવાદના રામોલ (Ramol)વિસ્તારમાં આવેલ વસ્ત્રાલમાં ગત ઓગસ્ટ મહિનામાં બીપીનચંદ્ર પટેલ નામના એક વ્યક્તિનું મોત થયેલ અને જેમાં પોલીસ ગિરફતમાં આવેલી તેની પત્ની દીપ્તિ પટેલે તેના પતિને હાર્ટ અટેક આવવાથી મોત થયેલ હોવાનું જાહેર કરેલ પરંતુ આ મોત શંકાસ્પદ હોવાથી ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી.

તપાસમાં સામે આવ્યું કે આરોપી પત્ની દીપ્તિ અને તેમની સોસાયટીમાં રહેતા આરોપી સૌરભ સુથાર વચ્ચે અનૈતિક સંબંધ હતા અને જેની જાણ 5 મહિના પહેલા બિપિન ભાઈને થઈ ગઈ હતી. જેથી બન્ને આરોપીઓએ ભેગા મળીને બિપિન ભાઈને ઊંઘની ગોળીઓ આપ્યા બાદ ઓશિકાથી મોઢું દબાવીને હત્યા કરી દીધી હતી.

આ પણ વાંચો - અમદાવાદ : સ્પામાં કામ કરતી યુવતી પોતાના નવજાત શિશુને મુકી ફરાર થતા જતી હતી, લોકોએ પકડી પાડી

પોલીસે તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું છે કે બન્ને આરોપીઓ વચ્ચે વર્ષ 2018થી પ્રેમ સંબંધ હતો અને બિપિન ભાઈને તેની જાણ 5 મહિના પહેલા થઈ હતી. જેથી બન્ને એક બીજાને મળી શકતા ન હતા. બન્ને આરોપીઓ એક બીજા વગર રહી પણ શકતા ન હતા. જેથી તેમણે બિપિનભાઈની હત્યાનો પ્લાન બનાવ્યો હતો.

આ પણ વાંચો - અમદાવાદ : દિવાળીના બોનસ પેટે 10 હજાર રૂપિયા માંગવા પીઆઈને ભારે પડ્યા


આરોપી સૌરભની સાથે કામ કરતા જતીન પંડ્યાની પત્ની નર્સ તરીકે કામ કરે છે જેથી આરોપીઓએ જતીન પાસેથી તેની પત્નીને કહી ઊંઘની ગોળીઓ મંગાવી લીધી હતી અને ગત 19-8-21ના રોજ બિપિન ભાઈને દૂધમાં 4 ગોળીઓ આપી દીધી હતી. નોંધનીય છે કે આ પ્રકારના કિસ્સાઓ વારંવાર સામે આવી રહ્યા છે અને જે સમાજ માટે ખૂબ ચિંતાજનક છે. હાલ તો ક્રાઈમ બ્રાન્ચે આરોપીને રામોલ પોલીસને સોંપવા કામગીરી કરી રહી છે. આ ગુનામાં અન્ય કોઈ આરોપી સામેલ છે કે કેમ તેની પણ તપાસ ચાલુ છે.
Published by: Ashish Goyal
First published: October 15, 2021, 4:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading