રાજ્ય સભાના ડેપ્યૂટી ચેરમેન પોસ્ટ માટે કોંગ્રેસે માંગી મમતાની મદદ

News18 Gujarati
Updated: June 18, 2018, 10:52 AM IST
રાજ્ય સભાના ડેપ્યૂટી ચેરમેન પોસ્ટ માટે કોંગ્રેસે માંગી મમતાની મદદ
સોનિયા, રાહુલ અને મમતાની ફાઇલ તસવીર

  • Share this:
રાજ્ય સભાના ઉપલી ગૃહમાં ડેપ્યૂટી ચેરમેનની ચૂંટણીમાં ફરી એક વખત વિપક્ષની એકતા જોવા મળી શકે છે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર તેમજ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે રવિવારે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે મુલાકાત કરી હતી. પટેલ આ મુદ્દે પોતાની પાર્ટીના ઉમેદવાર માટે સમર્થન માંગવા માટે તેમને મળ્યા હતા.

ન્યૂઝ 18ને મળેલી માહિતી પ્રમાણે અહેમદ પટેલે રવિવારે સાંજે નવી દિલ્હી ખાતે તૃણમુલ કોંગ્રેસના નેતા તેમજ બંગાળના સીએમ મમતા સાથે એક કલાક બેઠક કરી હતી. મુલાકાત દરમિયાન પટેલે તેમની પાર્ટીના ઉમેદવાર માટે મમતાનું સમર્થન માંગ્યું હતું.

હાલમાં આ પોસ્ટ પર કેરળમાંથી કોંગ્રેસના સાંસદ પીજે કુરિયન બિરાજમાન છે. નોંધનીય છે કે કોંગ્રેસ આ પદ માટે કુરિયનને રિપિટ કરવા માંગતી નથી, તેમજ આ પદ માટે તેમની પાર્ટીના બીજા કોઈ ઉમેદવારની પસંદગી કરવા માંગે છે.

રાજ્યસભાના ચેરમેન પદે ઉપ-રાષ્ટ્રપતિ બેસે છે. આ માટે રાજ્યસભા અને લોકસભાના સભ્યો મળીને ચેરમેનની પસંદગી કરે છે. જોકે, ડેપ્યૂટી ચેરમેનની પસંદગી ફક્ત રાજ્ય સભાના સભ્યો દ્વારા જ કરવામાં આવે છે.

રાજ્ય સભામાં સૌથી મોટી પાર્ટી એવી બીજેપી આ પદ માટે પોતાનો ઉમેદવાર ઉભો રાખવા માંગે છે. જ્યારે કોંગ્રેસ ઇચ્છે છે કે આ પદે તેમનો જ ઉમેદવાર રહે. બીજી તરફ એવા પણ સમાચાર મળી રહ્યા છે કે બીજેપી વિરુદ્ધ એક થયેલી સ્થાનિક પાર્ટીઓ નવીન પટનાયકની બીજુ જનતા દળ (બીજેડી) પાર્ટીને આગળ કરવા માંગે છે. નવ સભ્ય સાથેની બીજેડી અને છ સભ્યો સાથેની ટીઆરએસ પહેલા જ કહી ચુકી છે કે તેઓ કોંગ્રેસના ઉમેદવારનું સમર્થન નહીં કરે. એવું પણ સાંભળવામાં આવ્યું છે કે એક ક્ષત્રપ નીચે એકઠી થયેલી સ્થાનિક પાર્ટીઓ રાજ્ય સભાના ડેપ્યૂટી ચેરમેન પદ માટે બીજેડીનું સમર્થન કરી રહી છે.
Published by: Vinod Zankhaliya
First published: June 18, 2018, 10:51 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading