આ વ્યક્તિએ કરફ્યુમાં ગર્લફ્રેન્ડને મળવા મુંબઇ પોલીસને કરી વિનંતી, મળ્યો જોરદાર જવાબ

News18 Gujarati
Updated: April 22, 2021, 7:10 PM IST
આ વ્યક્તિએ કરફ્યુમાં ગર્લફ્રેન્ડને મળવા મુંબઇ પોલીસને કરી વિનંતી, મળ્યો જોરદાર જવાબ

  • Share this:
મુંબઇ: દેશમાં કોરોના વાયરસની બીજી લહેરમાં લાખો લોકો તેની ચપેટમાં આવ્યા છે. જેની સૌથી વધારે અસર મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે. જેના કારણે સરકારે કોરોના વાયરસને અટકાવવા માટે અનેક પાબંદિઓ લગાવીઓ દીધી છે. એવામાં સામાન્ય લોકોનો વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં કેટલાક યુવાનો પણ છે. જે છેલ્લા કેટલાક સમયથી તેમના મિત્રોને નથી મળ્યા જેથી ટ્વિટર પર અનેક લોકો તેમના મિત્રો અને ગર્લફ્રેન્ડને મળવા માટે મુંબઇ પોલીસ માટે રજા માંગી રહ્યા છે.

આવો જ એક કિસ્સો જોવા મળ્યો જ્યારે ટ્વિટર પર એક વ્યક્તિએ મુંબઇ પોલીસ સમક્ષ વિનંતી કરી કે તેને તેની ગર્લફ્રેન્ડને મળવાની છૂટ આપવામાં આવે. અશ્વિન વિનોદ નામના વ્યક્તિએ ટ્વિટર પર મુંબઇ પોલીસને ટેગ કરતા લખ્યું કે, 'ઘરની બહાર નીકળીને મારી ગર્લફ્રેન્ડને મળવા જવા માટે મારે કયા સ્ટીકરનો ઉપયોગ કરવો જોઈએ? હું તેને ખૂબ જ યાદ કરું છું.

મુંબઈ પોલીસે પણ આનો જવાબ ખૂબ જ રસપ્રદ રીતે આપ્યો અને લખ્યું, 'સર, અમે સમજીએ છીએ કે, આ તમારા માટે ખૂબ મહત્વનું છે. પરંતુ કમનસીબે તે આપણી જરૂરી બાબતો અથવા કટોકટી કેટેગરીમાં આવતી નથી. અંતર પ્રેમ વધારવાનું કામ કરે છે અને હાલમાં તે તમને સ્વસ્થ બનાવે છે. અમે ઇચ્છીએ છીએ કે તમે આખી જિંદગી માટે સાથે રહેશો. આ તો દુ:ખનો સમય છે.

Mumbai Police Tweet

મહત્વનું છે કે, બુધવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ચેપના 67,468 નવા કેસો આવ્યા બાદ ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 40,27,827 થઈ ગઈ છે. આ સિવાય 568 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર 18 એપ્રિલના રોજ રાજ્યમાં ચેપના સૌથી વધુ 68,631 કેસ નોંધાયા છે. વધુ દર્દીઓનાં મોત પછી, મૃતકોની કુલ સંખ્યા વધીને 61,911 થઈ ગઈ છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, એક દિવસમાં 54 54,985 લોકોને મુક્ત કર્યા પછી, સાજા થયેલા લોકોની કુલ સંખ્યા વધીને 32,68,499 થઈ ગઈ છે.

અધિકારીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા 6,95,747 છે. મુંબઈમાં ચેપના 7,654 નવા કેસો આવ્યા પછી, ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 6,01,713 થઈ ગઈ છે. આ સિવાય 62 દર્દીઓનાં મોત બાદ મૃતકોની સંખ્યા 12,508 પર પહોંચી ગઈ છે.
Published by: kuldipsinh barot
First published: April 22, 2021, 7:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading