સેન્સેક્સ 34600 નજીક બંધ

News18 Gujarati
Updated: January 12, 2018, 6:49 PM IST
સેન્સેક્સ 34600 નજીક બંધ
સેન્સેક્સમાં 89 પૉઇન્ટનો વધારો.

  • Share this:
આજે બજારમાં મોટી વધઘટ જોવા મળી હતી. શરૂઆતમાં ઊંચા મથાળાને સ્પર્શ કર્યા પછી બજારમાં અચાનક ઘટાડો નોંધાયો હતો. હકીકતમાં સુપ્રીમ કોર્ટના જજોની પ્રેસ-કોન્ફરન્સ પૂરી થયા બાદ પાંચ મિનિટમાં બજારમાં દબાણ વધ્યું હતું. નિફ્ટી 10,600ની નીતે જતો રહ્યો હતો, જ્યારે સેન્સેક્સમાં 100થી વધુ પૉઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો

આજે નિફ્ટી નીચામાં ઘટીને 10,597.1 સુધી જતો રહ્યો હતો, જ્યારે સેન્સેક્સ ઘટીને 34,342 સુધી જતો રહ્યો હતો. જોકે દિવસના નીચા સ્તરે બજારમાં સારીએવી લેવાલી જોવા મળી હતી અને છેલ્લે, નિફ્ટી 10,681.25 પર બંધ રહ્યો હતો, જ્યારે સેન્સેક્સ નીચામાં 34,592.39 પર બંધ રહ્યો હતો. આજે નિફ્ટી 10,690.25ને સ્પર્શ્યો હતો, જ્યારે સેન્સેક્સ 34,638.42ની નવી ઊંચાઇને
સ્પર્શ્યો હતો

આજે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ઊથલપાથલ જોવા મળી હતી. બીએસઈનો મિડકેપ ઇન્ડેક્સ 0.2 ટકા ઘટીને 18,137ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઈ મિડકેપ ઇન્ડેક્સ નીચામાં 17,976ના સ્તર સુધી આવી ગયો હતો. નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સ 0.1 ટકા ઘટીને 21.684.50ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઈનો સ્મોલકેપ ઇન્ડેક્સ ફ્લેટ બંધ રહ્યો હતો.

આજે બેન્કિંગ, ઓટો, નાણાકીય સર્વિસીસ, મીડિયા, મેટલ, કેપિટલ ગુડ્સ અને ઓઇલ-ગેસ શેરોમાં ખરીદીથી બજારને ટેકો મળ્યો હતો. બેન્ક નિફ્ટી 0.3 ટકાના વધારા સાથે 25,749ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં 0.3 ટકા, ફાઇનાન્સિયલ સર્વિસીસ ઈન્ડેક્સમાં 0.4 ટકા, મીડિયા ઇન્ડક્સમાં 1.7 ટકા અને મેટલ ઇન્ડેક્સના શેરોના ભાવમાં 0.6 ટકા સુધીનો વધારો નોંધાયો હતો. બીએસઇ કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સમાં 0.5 ટકા અને ઓઇલ-ગેસ ઇન્ડેક્સમાં 0.7 ટકા સુધીનો વધારો નોંધાયો હતો. જોકે એફએમસીજી, ફાર્મા, રિયલ્ટી, પાવર અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના શેરોમાં દબાણ જોવા મળ્યું હતું.

બીએસઇ 30 શેરવાળા ઇન્ડેક્સ સેન્સેક્સ 88.0 પૉઇન્ટ અથવા 0.26 ટકા વધીને 34,592.39ની વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો. એનએસઇનો 50 શેરવાળા ઇન્ડેક્સ નિફ્ટી 30.05 પૉઇન્ટ અથવા 0.28 ટકા વધીને 10,681.25ની સપાટીએ બંધ રહ્યો હતો.આજનાં કામકાજમાં આઇસીઆઇસીઆઇ બેન્ક, ભારતી ઇન્ફ્રા, જી એન્ટરટેઇનમેન્ટ, વેદાંતા, ઓએનજીસી, મારુતિ સુઝુકી, રિલાયન્સ
ઇન્ડસ્ટ્રીઝ અને ડો. રેડ્ડીઝના શેરોના ભાવમાં 2.7-0.7 ટકા સુધીનો વધારો નોંધાયો હતો. જોકે યુપીએલ, અરવિંદો ફાર્મા, લુપિન, ભારતી એરટેલ, બોશ, આઈટીસી, બજાજ ઓટો, વિપ્રો અને સન ફાર્માના શેરોના ભાવમાં 1.4-0.7 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

મિડકેપ શેરોમાં એબીબી ઇન્ડિયા, ટાટા ગ્લોબલ, સન ટીવી, એમ્ફેસિસ અને આદિત્ય બિરલા ફેશનના શેરોના ભાવમાં 5-1.4 ટકા સુધીનો વધારો નોંધાયો હતો. જોકે રિલાયન્સ કોમ્યુનિકેશન્સ, જીએમઆર ઇન્ફ્રા, ઓબેરોય રિયલ્ટી, અદાણી પાવર અને રિલાયન્સ પાવરના શેરોના ભાવમાં 4.3-2.25 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

સ્મોલકેપ શેરોમાં કિંગફા સાયન્સ, ડેન નેટવર્ક્સ, ઉષા માર્ટિન, ઉત્તમ ગાલ્વા અને માન ઇન્ડસ્ટ્રીઝના શેરોના ભાવમાં 20થી 10 ટકા સુધીનો વધારો નોંધાયો હતો. જોકે ડિશ ટીવી, નાગાર્જુન ફર્ટિલાઇઝર્સ, ગલ્ફ ઓઇલ અને ડીબી રિયલ્ટીના શેરોના ભાવમાં 7.8-5 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.
Published by: Sanjay Joshi
First published: January 12, 2018, 6:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading