સેન્સેક્સમાં 111 પૉઇન્ટનો ઘટાડો

News18 Gujarati
Updated: January 25, 2018, 8:56 PM IST
સેન્સેક્સમાં 111 પૉઇન્ટનો ઘટાડો
સેન્સેક્સમાં 63 પૉઇન્ટ અને નિફ્ટીમાં 22 પૉઇન્ટનો ઘટાડો.

  • Share this:
બજારમાં સતત તેજી અને નવાં શિખરો સ્પર્શ્યા બાદ આજે બજારમાં નફારૂપી વેચવાલી જોવા મળી હતી. બીએસઇ 30 શેરવાળો ઇન્ડેક્સ સેન્સેક્સ 111.20 પોઇન્ટ અથવા 0.31 ટકાના ઘટાડા સાથે 36,0506 પર બંધ રહ્યો હતો. એનએસઇનો 50 શેરવાળોનો નિફ્ટી 16.35 પોઇન્ટ અથવા 0.15 ટકાના ઘટાડા સાથે 11,069.35 પર બંધ રહ્યો હતો. બેન્ક નિફ્ટીમાં 0.17 ટકાના વધારા સાથે 27,445.70 પર બંધ આવ્યો હતો. આઇટી ઇન્ડેક્સમાં 0.99 ટકાના ઘટાડા સાથે 7442,22 પર બંધ આવ્યો હતો.

ઇન્ડિયાબુલ હાઉસિંગ, આઇસીઆઇસીઆઇ બેન્ક, અલ્ટ્રા સિમેન્ટ, વેદાન્તા,ગેઇલ, લાર્સન એન્ડ ટ્રુબ્રો, કોટક બેન્ક, એક્સિસ બેન્ક, અંબુજા સિમેન્ટ, આઇઓસી, ટાટા સ્ટીલ, એમએન્ડએમ, ઇન્ડસઇન્ડ બેન્ક, આઇશર મોટર, એચડીએફસી બેન્કના શેરોમાં 0.58 ટકાથી 2.74 ટકાનો વધારો નોંધાયો હતો, જોકે યુપીએલ, એસબીઆઇ, અદાણી પોર્ટ, હીરો મોટો, ઓએનજીસી, બજાજ ફાઇનાન્સ, હિન્દુસ્તાન પેટ્રો, એનટીપીસી, બજાજ ઓટોના શેરોમાં 6.76થી 1.10 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

આઇસીઆઇસીઆઇ બેન્કમાં 2.28 ટકાના વધારા સાથે 360.80, ગેઇલ 1.81 ટકાના વધારા સાથે 493.75, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.80 ટકાના વધારા સાથે 4359.95 રહ્યા હતા, જ્યારે યુપીએલ 6.71 ટકાના ઘટાડો સાથે 768.95, એસબીઆઇ બેન્ક 5.08 ટકાના ઘટાડા સાથે 313.15, ઓરબિન્દો ફાર્મા 2.85 ટકાના ઘટાડા સાથે 639.70, અદાણી પોર્ટ 2.73 ટકાના ઘટાડા સાથે 436.50 પર બંધ રહ્યા હતા..
Published by: Sanjay Joshi
First published: January 25, 2018, 8:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading